ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kali Chaudas : નરક ચતુર્દશિ-તંત્ર સાધનાનું પર્વ

Kali Chaudas- આજે કાળીચૌદસ,નરક ચતુર્દશી,કાળરાત્રી...આજે તંત્ર સાધનાનું પર્વ. રૂદ્ર દેવોની સાધના,અઘોર સાધનાનું કાળી ચૌદસની રાત્રિ સાધનાનું અનોખુ મહત્વ છે.  હનુમાનજી પણ રૂદ્ર દેવ. મૂંઝાશો નહીં.. રૂદ્ર દેવ એટલે મેલી શક્તિઓ નહીં. પણ એમના ભક્તને નડનારનું જડાબેટ કાઢી નાખે , ભક્તનું...
10:38 AM Oct 30, 2024 IST | Kanu Jani

Kali Chaudas- આજે કાળીચૌદસ,નરક ચતુર્દશી,કાળરાત્રી...આજે તંત્ર સાધનાનું પર્વ. રૂદ્ર દેવોની સાધના,અઘોર સાધનાનું કાળી ચૌદસની રાત્રિ સાધનાનું અનોખુ મહત્વ છે. 

હનુમાનજી પણ રૂદ્ર દેવ.

મૂંઝાશો નહીં.. રૂદ્ર દેવ એટલે મેલી શક્તિઓ નહીં. પણ એમના ભક્તને નડનારનું જડાબેટ કાઢી નાખે , ભક્તનું દૂ;ખ જોઈ અતિ આકળા થાય. 

હનુમાનજી તો 'બુધ્ધિમતાં વરિષ્ઠમ'.. બુધ્ધિમાન વ્યક્તિ હમેશ શાંત હોય પણ આ તો હનુમાનદાદા.. ગુસ્સે થાય તો લંકા સળગાવી નાખે... 

આજે હનુમાનદાદ ની આરાધનાનો દિવસ. આ વિધિમાં કોઈ ખાસ વિધિ કરવાની નથી. 

Kali Chaudas -રાત્રે અગિયાર વાગ્યા પછી એક દીવો કરી અગિયાર કે એકવીસ હનુમાન ચાલીસાનો ઓઆઠ કરવો, હા,પાઠ કરતાં રામનામની એક માળા કરી જ લેવી.. તેમે અનુભવશો કે હનુમાનજી તમારી પડખે જ સદેહે બેઠા છે. 

દાદાને યાદ કરીયે એક પ્રસંગ થકી..

હનુમાનજી અને અંગદ બંને સમુદ્ર પાર કરવામાં સક્ષમ હતા,તો પછી હનુમાનજી પહેલા લંકા કેમ ગયા? અંગદ કેમ નહીં?  હનુમાનજી તો પોતાની શક્તિઓને ભૂલીને પોતાને એક સામાન્ય વાનર માનતા હતા, હનુમાનજીને શાપ હતો કે એમની શક્તિઓને કોઈએ યાદ કરાવવી પડશે. 

અંગદ બુદ્ધિ અને શક્તિમાં વાલી જેવા હતા! તેમને તેમની શક્તિઓ પણ યાદ હતી અને તેમના માટે સમુદ્ર પાર કરવાનું ખૂબ જ સરળ હતું.

પરંતુ રામજીને અંગદના  પરત ફરવા અંગે શંકા હતી.

પાછા ફરવામાં શંકા કેમ હતી?

વાલીના પુત્ર અંગદ  અને રાવણના પુત્ર અક્ષય કુમાર બંને એક જ ગુરુ પાસેથી શિક્ષણ મેળવતા હતા.

અંગદ ખૂબ જ બળવાન  હતા અને થોડા ગુસ્સા વાળા પણ. ભણતા ત્યારે  ઘણીવાર અક્ષય કુમારને થપ્પડ મારી દેતા, અક્ષય કુમાર વારંવાર ગુરુજી પાસે ફરિયાદ કરતા...

એક દિવસ ગુરુજી ગુસ્સામાં આવી ગયા અને અંગદને શ્રાપ આપ્યો કે 'જો તું હવે અક્ષય કુમાર પર હાથ ઉપાડશે તો તે જ ક્ષણે તારું મૃત્યુ થઈ જશે.'

આગંદને આ શંકા હતી કે જો તેઓ લંકામાં અક્ષય કુમાર સાથે રૂબરૂ થશે તો તેમની સામે હાથ કેવી રીતે ઉઠાવશે? તેથી તેમણે પણ હનુમાનજીને પહેલા જવા કહ્યું.

રાવણ પણ આ જાણતો હતો, તેથી જ્યારે રાક્ષસોએ રાવણને કહ્યું કે એક વિશાળ વાનર આવીને અશોક વાટિકાનો નાશ કરી રહ્યો છે, ત્યારે રાવણે પહેલા અક્ષય કુમારને જ મોકલ્યો હતો, તે જાણતો હતો કે વાંદરાઓમાં ફક્ત વાલી અને અંગદ જ એટલા શક્તિશાળી છે કે તે એકલે હાથે  સોને મારી શકે છે.  શ્રી રામના હાથે વાલીની હત્યા થઈ ચૂકી છે તેથી તે અંગદ જ હોઈ શકે. અને અક્ષય કુમાર તેને ખૂબ જ સરળતાથી મારી નાખશે.

 પણ.....

જ્યારે હનુમાનજીએ અક્ષય કુમારનો વધ કર્યો અને રાક્ષસોએ જઈને આ વાતની જાણ રાવણને કરી તો તેણે સીધું મેઘનાથને આદેશ આપીને મોકલ્યો -તે વાંદરાને મારશો નહીં, તેને બંદી બનાવીને લાવો, મારે જોવું છે કે વાલી અને અંગદ સિવાય બીજો કયો વાનર આટલો બળવાન છે? 

હનુમાનજી ज्ञानीनाम अग्रगण्यं... છે તેઓ જાણતા હતા કે જ્યાં સુધી અક્ષય કુમાર જીવિત છે ત્યાં સુધી અંગદ લંકામાં પ્રવેશ કરી શકશે નહીં, તેથી હનુમાનજીએ અક્ષય કુમારને મારી નાખ્યો જેથી અંગદ કોઈ શંકા વિના લંકામાં પ્રવેશ કરી શકે. 

આવો પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના 'તુમ મમ પ્રિય ભરત  સમ ભાઈ' એવા અંજાનીપૂત્ર હનુમાનજીને  ભજીયે.  

આ પણ વાંચો-Gandhinagar : દેશનું એક માત્ર હનુમાન મંદિર, જ્યાં રાત્રે થાય છે આરતી

 

Tags :
kali chaudas
Next Article