Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હેતે રંગ્યા મારા વ્હાલમે

અહેવાલ–કનુ જાની, અમદાવાદ હરિ-અક્ષર હળવા ફૂલ અમે સૌ ભારી રે, ત્રાજવડે બેસીને સૌને તોલે છે અવતારી રે.. વાત છે ૧૯૮૩-૮૪ની. પ્રમુખસ્વામી ચરોતરમાં વિચરણ કરે. જોકે એમનું વિચરણ સ્કેડ્યુલ્ડ જ હોય પણ ક્યારેક એ એમાં અચાનક ફેરફાર કરે. કરમસદમાં સભા કરી...
હેતે રંગ્યા મારા વ્હાલમે

અહેવાલ–કનુ જાની, અમદાવાદ

Advertisement

હરિ-અક્ષર હળવા ફૂલ અમે સૌ ભારી રે,
ત્રાજવડે બેસીને સૌને તોલે છે અવતારી રે..

વાત છે ૧૯૮૩-૮૪ની. પ્રમુખસ્વામી ચરોતરમાં વિચરણ કરે. જોકે એમનું વિચરણ સ્કેડ્યુલ્ડ જ હોય પણ ક્યારેક એ એમાં અચાનક ફેરફાર કરે.
કરમસદમાં સભા કરી રાત્રે ત્યાં જ રોકાવાનું હતું. સભા પછી સ્વામીએ ઊતારે આવી કહ્યું કે મારે વિદ્યાનગર છાત્રાલયમાં છોકરાઓને મળવા જવું છે.
"બાપા,આટલી રાતે?"

Advertisement

"એમાં શું? સવારે પૂજા પતાવી નાસ્તોપાણી કરી વિદ્યાર્થીઓને મળી પરત આવી જવાશે. સાથે કોઇએ આવવાનું નથી."કહી સ્વામી એમના ડ્રાઈવર ઈંદ્રવદનને અને જોડીના એક સંતને લઇ વિદ્યાનગર છાત્રાલય ઊપડ્યા. વિદ્યાનગર બાપ્સ છાત્રાલય આજે પણ આદર્શ છાત્રાલય છે. સ્વામી પહોંચ્યા તે વખતે બધા જંપી ગયેલ. ઈંદ્રવદન કોઠારી સ્વામીને જાણ કરવા જતો હતો ત્યાં જ સ્વામીએ રોક્યોઃ"રહેવા દે.બધા થાક્યા પાક્યા સૂતા હશે.આપણે કોઇ વિદ્યાર્થીના રૂમમાં રોકાઇ જઇશું.બાકી સવારે વાત.

પરીક્ષાની સીઝન હતી. કેટલીક રૂમો જાગતી હતી. સ્વામીએ એક રૂમમાં ઈંદ્રવદનની સગવડ કરી પોતે પહેલા માળે જોડીના સંતને લઇને ગયા. લાઈટ ચાલુ હતી એવી એક રૂમનો દરવાજે ટકોરા માર્યા. રુમ ખૂલી. સામે વિદ્યાર્થી તો સડક થઈ ગ્યોઃલ્યા!!!આ તો સ્વામી!!! સ્વામીએ એના ખભે હાથ મૂકી કહ્યુંઃયોગેશ,અવાજ ન કરતો.બધા ભેગા થઇ જશે.અમારે માત્ર સુવું છે.એક કામ કર,રૂમમાં તમે વાંચો અમે બાલ્કનીમાં સૂઇ જઈશું.

Advertisement

યોગેશ અને તેના પાર્ટનરે બાલ્કની સાફ કરી ગાદલું નાખવાની તૈયારી કરી ત્યાં સ્વામીએ એને રોક્યો અને શેતરંજી પડેલી તે જાતે પાથરી.યોગેશને અભ્યાસ ચાલુ રાખવાનું કહી જોડીના સંત સાથે બાલ્કનીમાં ગયા.ધીમા અવાજે ચેષ્ટાગાન કર્યું અને પોઢવાની તૈયારી કરી.

આ બાજુ યોગેશ અભ્યાસમાં પરોવાયો...પણ મન કેમ માને.લાખો સત્સંગીઓના જીવનપ્રાણ એની રૂમમાં હતા...કુબામાં હાથી હતો.....ગમએમ કરી ધ્યાન પરોવી વાંચવા લાગ્યા.ચા બનાવવાની રૂમમાં સગવડ હતી પણ બનાવવી કેમ?બાલ્કનીમાં જ પેંટ્રી જેવું હતું ત્યાં ચાનાં સાધનો હતાં અને ત્યાં તો સ્વામીજી હતા.ચાલો,આજે ચામાં રજા...એકબાજુ ચાની તલબ પણ લાગેલી.મન મારીને વાંચવાનો ડોળ કરતા બેઠા.વાંચવામાં મન લાગે?

એકાદ કલાક પછી લગભગ રાતના એક વાગ્યે પ્રમુખસ્વામી ચાના બે કપ લઈ રૂમમાં આવ્યા.બંન્નેને આપ્યા.યોગેશ તો આંખો ફાડી જોઇ જ રહેલો.આશ્ચર્યથી સ્તબ્ધ.સ્વામીએ અમારા માટે ચા બનાવી??...સ્વામીએ વાતાવરણ હળવું કર્યું...પ્રમુખસ્વામી હોય ત્યાં હવા પણ હસતી થઈ જાય...યોગેશ,ચા કેવી બની છે?....અહિં ફાવે છે?જમવાનું કેવું હોય છે?..ચા પિવાઇ ગઈ...હવે શાંતિથી સૂઇ જાઓ બહુ ઊજાગરા કરવા નહી.એમ હોય તો સવારે વહેલા ઊઠવું...

સ્વામીજી બાલ્કનીમાં જઈ પોઢી ગયા.બે મીનીટમાં તો યોગેશે હળવાં નસકોરાં સાંભળ્યા...પણ આનંદના માર્યા એ બે છાત્રો આખી રાત સૂઇ શક્યા નહી... દુનિયાભરમાં ડંકો વગાડનાર પ્રમુખસ્વામી આટલા સહજ!!? એ યોગેશ એ જ આજના જ્ઞાનવત્સલ સ્વામી જેમનાં પ્રવચનો કેટલાયને સન્માર્ગે વાળે છે.અમદાવાદના આ યુવાનને માત્ર ચાર માર્ક્સ માટે L.D.Collage of Engineeringમાં પ્રવેશ ન મળ્યો અને વિદ્યાનગરમાં નંબર લાગ્યો ત્યાં રહેવાનું બાપ્સના છાત્રાલયમાં બન્યું. બીજો રૂમપાર્ટનર એટલે આચાર્યસ્વામી.આચાર્ય સ્વામી તો પ્રકાંડ પંડિત છે.એમનાં પ્રવચન સાવ હળવાં.હાસ્યથી ભરપુર.અંગતરીતે એ પોતે પણ સાવ હળવા.

Tags :
Advertisement

.