Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ganga Dussehra : આજે ગંગા દશેરાનો પાવન અવસર, 100 વર્ષ બાદ થઈ રહ્યો છે આ અદભૂત સંયોગ

Ganga Dussehra : ગંગા નદીનું હિન્દુ ધર્મની પરંપરામાં ઘણું મહત્વ છે. સનાતન ધર્મની માન્યતા અનુસાર, ગંગા નદીને સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે અને તેમાં સ્નાન કરવાથી પાપકર્મમાંથી મુક્તિ મળે છે. આજરોજ ગંગા દશેરાનો (Ganga Dussehra) પાવન અવસર છે. દર...
ganga dussehra   આજે ગંગા દશેરાનો પાવન અવસર  100 વર્ષ બાદ થઈ રહ્યો છે આ અદભૂત સંયોગ
Advertisement

Ganga Dussehra : ગંગા નદીનું હિન્દુ ધર્મની પરંપરામાં ઘણું મહત્વ છે. સનાતન ધર્મની માન્યતા અનુસાર, ગંગા નદીને સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે અને તેમાં સ્નાન કરવાથી પાપકર્મમાંથી મુક્તિ મળે છે. આજરોજ ગંગા દશેરાનો (Ganga Dussehra) પાવન અવસર છે. દર વર્ષે જ્યેષ્ઠ શુક્લ દશમી તિથિએ ગંગા દશેરાનો (Ganga Dussehra) તહેવાર ઉજવવામાં આવે છે. વર્ષોથી ગંગા દશેરા પર માતા ગંગાની પૂજા કરવાની અને તેમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવવાની પરંપરા ચાલી આવે છે. આમ કરવાથી ભક્તોને મોક્ષ મળે છે. ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાન અને દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.

આજના દિવસે ગંગા સ્નાન કરવાથી 10 પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે

માન્યાતાઓ અનુસાર, આજના આ ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાન કરવાથી 10 પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે, જેમાંથી ત્રણ શારીરિક, ચાર માનસિક અને ત્રણ મૌખિક છે. સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર, ભગીરથ આ દિવસે તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાને પૃથ્વી પર લાવ્યા હતા. વધુમાં એવી પણ માન્યતા છે કે, દશેરાના દિવસે ગંગા સ્નાન કરનાર પર ભગવાન શિવ હંમેશા કૃપા કરે છે. એટલું જ નહીં પૂર્વજો પણ પ્રસન્ન થઈને તેમના આશીર્વાદ મેળવે છે.

Advertisement

આજના દિવસે થઈ રહ્યો છે આ ખાસ સંયોગ

Advertisement

નોંધનીય છે કે, આ વર્ષના ગંગા દશેરાના દિવસે એક ખાસ સંયોગ પણ થઈ રહ્યો છે. આ વર્ષે 100 વર્ષ બાદ ગંગા દશેરા પર વરિયાણ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગનો પાવન સંયોગ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ શુભ સંયોગમાં જે લોકો ગંગાજીની પૂજા કરે છે તેમના તમામ કાર્યો સિદ્ધ થાય છે અને તેમને દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

આ મંત્રથી કરો ગંગાસ્નાન

गंगां वारि मनोहारि मुरारिचरणच्युतं । त्रिपुरारिशिरश्चारि पापहारि पुनातु मां - આ મંત્રથી ગંગા સ્નાન કરનારને મૃત્યુ પછી યમલોકના ત્રાસ સહન કરવા પડતા નથી. આ દિવસે ગંગા સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો : HOROSCOPE TODAY : આ રાશિના જાતકોને આજે પૈતૃક સંપત્તિથી લાભ થવાનાં સંકેત

Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

Self-esteem : હું કરું... હું કરું... એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે!

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 15 March 2025 : આ રાશિના જાતકોને પ્રોફેશનલ જીવનમાં મહેનતના સારા પરિણામો મળશે, જાણો આજનું રાશિફળ

featured-img
ધર્મ ભક્તિ

Dhuleti :બિકાનેરની ધુલંડી-અનન્ય અને ઐતિહાસિક પરંપરા

featured-img
ધર્મ ભક્તિ

Rashifal : શુક્રવારે મા લક્ષ્મી આ રાશિઓ પર કૃપા કરશે, દરેક કાર્યમાં પ્રગતિ અને સફળતા મળશે

featured-img
Top News

Dakor : હોળી અને ફાગણી પૂનમને લઈ રાજા રણછોડરાયના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

featured-img
ધર્મ ભક્તિ

ChandraGrahan 2025 : 101 વર્ષ બાદ ઘૂળેટી પર્વ અને ચંદ્રગ્રહણનો અનોખો સંયોગ

×

Live Tv

Trending News

.

×