આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં સાવધાની રાખવી
દિન વિશેષ
અભિજિત મુહૂર્ત : ૧૨ ૧૫ - ૧૨ ૫૭ સુધી
રાહુ કાળ: ૧૬ ૩૯- ૧૮ ૦૦
વિજય મૂહુર્ત: ૧૨ ૪૯ - ૧ ૧૫
પંચક..
મકરસંક્રાંતિ ઉત્તરાયણ તહેવાર
મેષ રાશિ - અ,લ,ઈ
મકાન વાહન તેમજ રાજકીય કાર્યમાં સફળતાં મળે.
આળસ પ્રમાદ નો ત્યાગ કરવો.
બુદ્ધિ પ્રેમમાં અભીવૃદ્ધિ નો યોગ સારો છે.
ઉપાય: આજે ગાય ને ઘઉં અને ગોળ ખવડાવવો...
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ ગં ગણપતયૈ નમઃ
વૃષભ રાશિ - બ,વ,ઉ
સેવાકીય કાર્યો, સર્વિસ આપતા વ્યવસાયમાં પ્રગતિ સફળતાં.
ભાગ્યબળે મનની ઈચ્છા પૂર્ણ થતી લાગે
પરાક્રમ સાહસ ધ્યેય સુધી પહોંચી શકાય...
ઉપાય : આજે સુયૅનારાયણ ને લાલ ચંદન ચોખા સાથે જળ ચડાવવું ..
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ આદિત્ય નમઃ
મિથુન રાશિ - ક,છ,ઘ
આળસ પ્રમાદ નો ત્યાગ કરવો.
આઠમો ચંદ્ર મનમાં ઉચ્ચાટન સાથે ધન આગમન કરાવે.
સ્ત્રી મિત્રોથી દગો ના થાય તેનું ધ્યાન આપવું.
ઉપાય: આજે ભગવાન શિવ ને દુઘ જળ સાથે અભિષેક પૂજા કરવી ઉત્તમ રહે...
શુભ રંગ કેશરી
શુભ મંત્ર ૐ નમઃ શિવાય
કર્ક રાશિ - ડ,હ
સંકલ્પ પૂર્ણ કરાવે તેવા ગ્રહો સમય છે.
પ્રેમ લાગણી માં ખેચાઈને ખોટા નિર્ણયથી સાવધાન.
પાટનાર ના વ્યવસાયમાં થોડું વધારે ધ્યાન આપવું..
ઉપાય : હનુમાન ચાલીસા નો પાઠ કરવો
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ રીંમ ચંદ્રમસ્યૈ નમઃ
સિંહ રાશિ - મ,ટ
રોજિંદા વ્યવસાયમાં આવક થાય ને ખર્ચ પણ થાય.
આવેગ ગુસ્સો ઉકળાટમાં ખોટા કાર્ય કરવાથી બચવું.
કરેલા કર્મ નો દંડ મળે તેવો સમય ...
ઉપાય: ભગવાન શ્રીરામ ની પુજા કરવી...
શુભ રંગ: બદામી
શુભ મંત્ર ૐ રીંમ રામ રામાય નમઃ
કન્યા રાશિ - પ,ઠ,ણ
શાંતિ પૂર્વક દિવસ પસાર કરવો.
વાહન ચાલકો માટે સાવધાની જરૂરી.
રૂપિયા નો વ્યવહાર ધ્યાનથી કરવો.
કૌટુંબિક સમસ્યાનો અંત આવે પ્રેમ વધે.
ઉપાય: મગ નું દાન કરવું....
શુભ રંગ:લીલો
શુભ મંત્ર... ૐ રીંમ બુઘાય નમઃ
તુલા રાશિ - ર,ત
દાંપત્ય જીવનમાં પ્રેમ મધુરતા વધે.
સ્ત્રીઓને આજે લાભ થાય.
મનને શાંત રાખવું ખોટા વિચારને નિર્ણયથી બચવું સુખમાં વૃદ્ધિ થાય છે
ઉપાય: લક્ષ્મીનારાયણ પુજા કરવી..
શુભરંગ: સફેદ
શુભ મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ
વૃચિક રાશિ - ન,ય
માનસિક અશાંતિ,વિચાર વાયુના કારણે દુઃખની દુનિયામાં.
મિત્રો પડોસીથી સાચવવું દગો થાય.
આવક થવાથી આનંદ અનુભવાય.
વ્યવસાય ક્ષેત્રે પણ સારી સફળતા...
ઉપાય: શનિદેવ ની પુજા કરવી
શુભ રંગ:કાળો
શુભ મંત્ર ૐ રીંમ શનેચરાય નમઃ
ધન રાશિ - ભ,ઘ,ફ,ઢ
સાહસ પરાક્રમનો ત્યાગ કરવો.
આવક અને મુશ્કેલી બંને દેખાય.સંતાન પક્ષે રાહત અનુભવાય.
બીજાની વાતમાં આવીને મુશ્કેલી સર્જન કરવી નહિ
ઉપાય : આજે જરૂરિયાત વાળા અન્ન દાન કરવું...
શુભ રંગ: પીળો
શુભ મંત્ર :શ્રી કૃષ્ણા નમઃ
મકર રાશિ - ખ,જ
અન્ય વ્યકિતના સહકારથી મુશ્કેલીનો અંત લાવી શકાય.
ખોટા નિર્ણયથી મુશ્કેલી પડે.
માનસિક શાંતિ સાથે આર્થિક સમસ્યાઓ પણ હોય
ઉપાય :આજે હનુમાન ને સિંદુર ચડાવવુ...
શુભ રંગ... કેશરી
શુભમંત્ર ૐ હં હનુમતયે નમઃ
કુંભ રાશિ - ગ,શ,ષ,સ
વાણીમાં વિનમ્રતા સાથે સંયમતા હોય.
આવક નું પ્રમાણ આછું.
વધુ પડતો આત્મવિશ્વાસ મુશ્કેલીઓ લાવે.
વાહન ધ્યાન પૂર્વક ચલાવવું, ખર્ચ પણ રહે
ઉપાય: કુળદેવી ની પુજા કરવી.
શુભ રંગ ગુલાબી
શુભ મંત્ર ૐ રીંમ કુળદેવી નમઃ
મીન રાશિ - દ,ચ,ઝ,થ
સંતાન થી સુખ,ખર્ચનું પ્રમાણ વધે ને આવક પણ થાય,નવા સંપર્કો લાભ દાયક.
પૂર્વે કરેલા કામનો લાભ મળતો જણાય
ધન લક્ષ્મી નું આગમન બને
ઉપાય: સુયૅનારાયણ ને દુઘ જળ સાથે ચડાવવું..
શુભરંગ: રાતો
શુભ મંત્ર : ૐ મિત્રાય નમઃ