Chaitr Navratri : નવરાત્રીના બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત,જાણો પૂજા વિધિ
Chaitr Navratri:આજે ચૈત્ર નવરાત્રીનો (ChaitrNavratri) બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને (Maa Brahmacharini) સમર્પિતછે.માતા બ્રહ્મચારિણીને તપની દેવી કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ભક્તોને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે.આ દિવસે મા દુર્ગાના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની (Maa Brahmacharini) પૂજા કરવામાં આવે છે.માતા બ્રહ્મચારિણીને તપની દેવી કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ભક્તોને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. માતા બ્રહ્મચારિણીના નામમાં અનેક પ્રકારની શક્તિઓ છે. બ્રહ્મા એટલે "તપ" અને ચારિણી એટલે "આચાર". એવું માનવામાં આવે છે કે,જે વ્યક્તિ તેમની પૂજા કરે છે. તે તપ,ત્યાગ અને સંયમ પ્રાપ્ત કરે છે.
બીજા દિવસના શુભ ચોઘડિયા અને મુહૂર્ત
- લાભ-ઉન્નતિ મુહૂર્ત: 06:01 AM થી 07:36 AM
- અમૃત-સર્વોત્તમ મુહૂર્ત: 07:36 AM થી 09:12 AM
- શુભ ઉત્તમ મુહૂર્ત: 10:47 AM થી 12:22 PM
- ચાર-સામાન્ય મુહૂર્ત: 03:33 PM થી 05:09 PM
- લાભ-ઉન્નતિ મુહૂર્ત: 05:09 PM થી 06:44 PM
આ વસ્તુઓ માતા બ્રહ્મચારિણીને અર્પણ કરો
માતા બ્રહ્મચારિણીને ખાસ કરીને સફેદ મીઠાઈ અર્પણ કરો. સફેદ પૈંડા સહિત કેળા જેવા ફળોને અર્પણ કરી શકાય છે. આનાથી માતા બ્રહ્મચારિણી ખૂબ જ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.
આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા
ચૈત્ર નવરાત્રીનો (Chaitr Navratri)બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે. તેથી, આ દિવસે પૂજા પણ શાસ્ત્રીય પદ્ધતિથી કરવામાં આવે છે.આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.માતાને પંચામૃતથી સ્નાન કરાવો. આ પછી મા દુર્ગાને કાચું ચંદન અને કુમ કુમ અર્પણ કરો. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીને કમળ અને જાસૂદ ફૂલો અર્પણ કરો. કલશ દેવતા અને નવગ્રહ મંત્રની વિધિવત પૂજા કરો. ઘી અને કપૂરના દીવાથી માતાની આરતી કરો.
મા બ્રહ્મચારિણી પૂજા મંત્ર
- બ્રહ્મચરાયિતુમ્ શીલમ્ યસ્ય સા બ્રહ્મચારિણી.
સચ્ચિદાનંદ સુશીલા ચ વિશ્વરૂપા નમોસ્તુતે । - ઓમ દેવી બ્રહ્મચારિણે નમઃ
બ્રહ્મચારિણીની કથા
હિંદુ શાસ્ત્રો અનુસાર દેવી બ્રહ્મચારિણીનો જન્મ રાજા હિમાલયની પુત્રી તરીકે થયો હતો. જે પાર્વતી તરીકે ઓળખાય છે. ત્યારબાદ તેણે પોતાનું ઘર છોડી દીધું અને ભગવાન શિવને તેના પતિ તરીકે મેળવવા માટે સખત તપસ્યા કરી અને ફળો અને ફૂલો ખાઈને તપ કર્યું હતું. દેવી પાર્વતીના સમર્પણને જોઈને. બધા દેવતાઓ અને સપ્તર્ષિઓએ તેમને ભગવાન શિવ સાથે લગ્ન કરવા માટે આશીર્વાદ આપ્યા અને તેમનું નામ અપર્ણા રાખ્યું.
આ પણ વાંચો - Indoreનું અનોખું ગણેશ મંદિર-ભક્તો દાદા સાથે મોબાઈલ પર વાત કરે છે.
આ પણ વાંચો - TODAY RASHI: આ રાશિના જાતકોને આજે તમારી ચિંતાઓનો અંત આવશે