Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ayodhya: પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસે તમે કઈ રીતે તમારા કરશો રામ લલ્લાની પૂજા-અર્ચના

Ayodhya: અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir) ની આજે 22 જાન્યુઆરી, સોમવારે નિર્ધારીત મુહૂર્ત પ્રમામે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભારત વર્ષ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. અત્યારે આખા દેશમાં ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આજે બપોરે...
09:49 AM Jan 22, 2024 IST | VIMAL PRAJAPATI
Ayodhya

Ayodhya: અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir) ની આજે 22 જાન્યુઆરી, સોમવારે નિર્ધારીત મુહૂર્ત પ્રમામે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભારત વર્ષ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. અત્યારે આખા દેશમાં ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આજે બપોરે પ્રાણ પ્રતિષ્ઠા થશે અને ત્યાર બાદ સાંજે શ્રીરામ જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવશે. જેનો 500 વર્ષથી સંઘર્ષ ચાલતો હતો તે ઘડી આજે આવી પહોંચી છે.

તમને જણાવી દઈએ કે, આજે તમે તમારા ઘરે પણ શ્રીરામની પૂજા-અર્ચના કરીને ફળ પ્રાપ્ત કરી શકો છો. આ બાબતે જ્યોતિષાચાર્યના જમાવ્યા અનુસાર આજે પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસર પર લોકો પોતાના ઘરે પણ પૂજા કરી શકો છો. તો આવો જાણીએ તેના માટે શું વિધિ છે?

આજે ભારત વર્ષ માટે (Ayodhya Ram Mandir) ઐતિહાસિક દિવસ છે અને આજનો દિવસ આમ તો સંપૂર્ણ રીતે પવિત્ર જ માનવો જોઈએ. પરંતુ આજે રામ લલ્લાની તમારા ઘરે પણ પૂજા કરી શકો છો. બપોરે તમે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ જોઈને પણ પુણ્ય કમાઈ શકો છો. દરેક હિંદુ માટે આજે મંગલ અવસર છે કારણ કે, 500 વર્ષ બાદ આજે રામ ઘરે પાછા આવ્યા છે.

જો તમે તમારા ઘરે રામ લલ્લાની પૂજા-અર્ચના કરી રહ્યા છો તો, અક્ષત, ફૂલ, ફળ, ધૂપ, દીવો, પ્રસાદ, તુલસીના પાન, સુગંધ વગેરે સાથે રાખવા જરૂરી છે. રામ લલ્લાની પૂજા-અર્ચના કરતી વખતે આ વસ્તુ અર્પિત કરવાની હોય છે. આ સાથે રામ લલ્લા માટે રસગુલ્લા, લાડુ, હલવો, ઇમરતી અને ખીરનો પણ ભોગ પણ ધરાવી શકો છો. એટલું જ નહીં પરંતુ તમે ઘરે જે ભોજન બન્યું હોય તેનો ભોગ પણ કરી શકો છો.

આ પણ વાંચો: Pran Pratishtha પહેલા મૂર્તિની આંખો પર કેમ બાંધવામાં આવે છે કપડું?

રામ લલ્લાની પૂજા દરમિયાન રામ નામનો જાપ પણ કરવો જોઈએ. તમે શ્રી રામ ચાલીસાનો પાઠ કરો અને તેની સાથે એકશ્વોલી રામયણ પણ વાંચી શકો છો. ત્યાર બાદ તેલના દીવા સાથે કપૂરની આરતી કરવી જોઈએ. સંપૂર્ણ પૂજા-અર્ચના કર્યા બાદ ઘરે દીપ પણ પ્રજ્લલિત કરી શકો છો.

ભગવાન રામ પૂજા મંત્ર

01. ॐ રામચંદ્રાય નમઃ
02. રાં રામાય નમઃ
03. ॐ નમો ભગવતે રામચંદ્રાય

એકશ્લોકિ રામાયણ

આદો રામતપોવનાદિગમનં હત્વા મૃગં કાંચનં
વૈદેહીહરણં જટાયુમરણં સુગ્રીવસમ્ભાષણમ્
બાલીનિગ્રહણં સમુદ્રતરણં લંકાપુરીદાહનં
પશ્ચાદ્રાવણકુંભર્ણહનનમેતદ્ધિ રામાયણમ્

ભગવાન શ્રી રામ ની આરતી

શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવ ભય દારૂણમ્ ।
નવકંજ લોચન કંજ મુખકર, કંજ પદ કન્જારૂણમ્ ।।

કંદર્પ અગણિત અમિત છવી નવ નીલ નીરજ સુન્દરમ્ ।
પટ્પીત માનહુ તડિત રૂચિ શુચિ નૌમી જનક સુતાવરમ્ ।।

ભજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ્ ।
રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નન્દનમ્ ।।

સિર મુકુટ કુન્ડસલ તિલક ચારૂ ઉદારૂ અંગ વિભૂષણં ।
આજાનુ ભુજ શર ચાપ ધર સંગ્રામ જિત ખર-ધૂષણં ।।

ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજનમ્ ।
મમ હ્રદય કુંજ નિવાસ કુરૂ કામાદી અલ દલ ગંજનમ્ ।।

મનુ જાહિં રાચેઉ મિલિહિ સો બરૂ સહજ સુંદર સાવરોં ।
કરૂના નિધાન સુજાન સિલૂ સનેહુ જાનત રાવરો ।।

એહીં ભાંતી ગૌરી અસીસ સુની સિય સહિત હિય હરષી અલી ।
તુલસી ભવાની પૂજિ પૂની પૂની મુદિત મન મંદિર ચલી ।।

દોહોઃ જાનિ ગૌરી અનુકૂલ સિય હિય હરષુ ન જાઇ કહિ ।
મંજુલ મંગલ મૂલ વામ અંગ ફરકન લગે ।।

Tags :
ahmedabad to ayodhya flightayodhya ka ram mandirayodhya mandir pran pratishthaAyodhya Mandir Pran Pratishtha programmeayodhya newsayodhya pran pratishthaayodhya ram mandir pran pratishthanational newsram mandirram mandir ayodhya
Next Article