VADODARA : તલવાર વડે કેક કાપનાર બર્થડે બોયને પોલીસે દબોચ્યો
VADODARA : વડોદરાના વારસિયા વિસ્તારમાં યુવકે તલવાર વડે કેક કાપીને ખોટી સ્ટંટબાજી કરી હતી. આ ઘટનાનો વીડિયો પોલીસ સુધી પહોંચતા જ એક્શનમાં આવ્યા હતા. અને યુવકનો શોધીકાઢીને તેને કાયદાનું ભાન કરાવ્યું છે. યુવક સામે હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આમ, ગમે તેટલી કાર્યવાહી બાદ પણ સોશિયલ મીડિયામાં કાયદાનો ભંગ કરીને થતી સ્ટંટબાજીનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. (VADODARA POLICE TAKE ACTION AGAINST YOUNG MAN CUT CAKE WITH TALWAR)
યુવકને શોધી કાઢવા માટે વારસિયા પોલીસ એક્શનમાં આવી
તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો ભારે વાયરલ થયો હતો. જેમાં યુવક વારસિયા વિસ્તારમાં પોતાના જન્મદિવસની કેક તલવાર વડે જાહેરમાં કાપતો હોવાનું સામે આવ્યું હતું. ઘટના બાદ આ યુવકને શોધી કાઢવા માટે વારસિયા પોલીસ એક્શનમાં આવી હતી. અને ગણતરીના સમયમાં યુવક સુધી પહોંચીને તેણે કરેલા કૃત્યની ખરાઇ કરવામાં આવી હતી. આ યુવકની ઓળખ ક્રિશ રાજેશભાઇ મુલાણી (રહે. વ્રજ આઇકોન, બીજો માળ, જે.કે. કોર્નર પાસે, વારસીયા, વડોદરા) તરીકે કરવામાં આવી હતી.
Vadodara : તલવાર વડે કેક કાપવી યુવકને ભારે પડી | Gujarat First
-પોલીસે યુવકની અટકાયત કરીને કાયદાનો પાઠ ભણાવ્યો
-તલવાર વડે કેક કાપતા યુવકનો વીડિયો વાયરલ થતા કાર્યવાહી
-વારસિયા પોલીસે ક્રિસ મુલાનીની તલવાર સાથે કરી અટકાયત@Vadcitypolice #Vadodara #VadodaraPolice #CakeCutting… pic.twitter.com/sBKymcJ3IE— Gujarat First (@GujaratFirst) March 21, 2025
જાહેરમાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો
યુવકને તલવાર અંગે પુછતા તેણે પોતાના ઘરમાં મુકી હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે યુવક પાસેથી તલવાર રિકવર કરીને તેના વિરૂદ્ધ વારસિયા પોલીસ મથકમાં જાહેરમાના ભંગનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરામાં સમયાંતરે સોશિયલ મીડિયામાં સ્ટંટબાજી કરીને છવાઇ જવા માટે નિયમો તોડવાના વીડીયો સામે આવતા રહે છે. પોલીસ આ કિસ્સાઓમાં કાર્યવાહી પણ કરે છે. તેમ છતાં આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. લોકોમાં ગણગણાટ અનુસાર, સુરત પોલીસની જેમ વડોદરા પોલીસે પણ આવું કરનાર તત્વોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કરાવી દેવા જોઇએ. તો જ આવા તત્વો પર ખરા અર્થમાં કાબુ મેળવી શકાશે.
આ પણ વાંચો --- VADODARA : ચકચારી રક્ષિતકાંડમાં કારનો ડેટા જર્મની મોકલાયો