Surat : છેલ્લા 1 વર્ષથી ફરાર લિસ્ટેડ બુટલેગર આખરે ઝડપાયો, નોંધાયેલા છે પ્રોહિબિશનનાં 13 ગુના
- Surat ક્રાઇમ બ્રાન્ચે લિસ્ટેડ બુટલેગરની વરાછામાંથી કરી ધરપકડ
- છેલ્લા 1 વર્ષથી ફરાર હતો આરોપી, તેની સામે પ્રોહિબિશનનાં 13 ગુના
- અગાઉ ઝડપાયેલા અન્ય આરોપીની પૂછપરછમાં નામ સામે આવતા કાર્યવાહી
- લિસ્ટેડ બુટલેગર સંજીતકુમાર 4 વખત પાસા હેઠળની સજા ભોગવી ચૂક્યો છે
Surat : ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા વરાછા વિસ્તારમાંથી લિસ્ટેડ બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પુણા પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલી પિકઅપ વાન સાથે એક શખ્સની ધરપકડ કરાઈ હતી અને રૂ. 9.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ આરોપીની પૂછપરછમાં લિસ્ટેડ બુટલેગર સંજીતકુમાર ઉર્ફે સંદીપ ચૌધરીનું નામ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી છેલ્લા 1 વર્ષથી ફરાર હતો.
આ પણ વાંચો - Sabarkantha : પ્રાંતિજની મદરેસામાંથી ભાગેલા 8 બાળકો મામલે 3 શકમંદોની ધરપકડ
Surat ક્રાઇમ બ્રાન્ચે લિસ્ટેડ બુટલેગરની વરાછામાંથી કરી ધરપકડ
પ્રાપ્ત અહેવાલ અનુસાર, સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ બુટલેગરની ધરપકડ કરી છે. શહેરનાં વરાછા વિસ્તારમાંથી (Varachha) બુટલેગર સંજીતકુમાર ઉર્ફે સંદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર, અગાઉ પુણા પોલીસ (Pune Police) દ્વારા વિદેશી દારૂ ભરેલા મહિન્દ્રા બોલેરો પિકઅપ સાથે આરોપી બન્ટી ઉર્ફે દીપક ભિક્નની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી રૂ. રૂ. 9.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો - Gujarat BJP : શહેર-જિલ્લા ભાજપનાં નવા પ્રમુખોની જાહેરાત, જાણો કોના નામ પર લાગી મહોર ?
આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો
આરોપી બન્ટી ઉર્ફે દીપક ભિક્નની પૂછપરછમાં લિસ્ટેડ બુટલેગર સંજીતકુમાર (bootlegger Sanjit Kumar) ઉર્ફે સંદીપ ચૌધરીનું નામ સામે આવ્યું હતું. આરોપી બુટલેગર સંજીતકુમાર છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો હતો. માહિતીનાં આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો છે. માહિતી અનુસાર, આરોપી વિરુદ્ધ શહેર અને ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહિબિશનનાં (Prohibition) 13 જેટલા ગુના નોંધાયેલા છે. સાથે જ આરોપી 4 વખત PASA હેઠળની સજા પણ ભોગવી ચૂક્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Chandola Demolition : JCP ની પ્રેસ કોન્ફરન્સ, ફાર્મ હાઉસમાં દેહવેપાર-ડ્રગ્સ રેકેટનો ચોંકાવનારો ખુલાસો!