Surat : લ્યો બોલો..! જેલમાં બંધ પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે ખંડણીનો ગુનો દાખલ
- Surat ના પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની મુશ્કેલઓમાં થયો વધારો
- જેલમાં હોવા છતાં દેસાઈ સામે ત્રીજો ગુનો નોંધાતા હડકંપ
- સ્કૂલના બાંધકામ મુદ્દે મનપામાં અરજી કરી કામ અટકાવ્યાનો આરોપ
- "મારી નાખીશ" કહી સ્કૂલ સંચાલકને ધમકી આપી હોવાનો આક્ષેપ
સુરતનાં (Surat) પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેલમાં હોવા છતાં દેસાઈ (Prakash Desai) સામે ત્રીજો ગુનો નોંધવામાં આવ્યો છે. સ્કૂલનાં બાંધકામ મુદ્દે મનપામાં અરજી કરી કામ અટકાવ્યું હોવાનો આરોપ થયો છે. સાથે જ "મારી નાખીશ" કહી સ્કૂલ સંચાલકને ધમકી પણ આપી હોવાનો અને હેરાન ન કરવા બદલ રૂપિયા એક લાખની ખંડણી વસૂલવાનો આક્ષેપ ફરિયાદમાં થયો છે. પોલીસ દ્વારા IPC ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - Ahmedabad: વસ્ત્રાપુર વિસ્તારમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, જુઓ વીડિયો
જેલમાં હોવા છતાં પૂર્વ કોર્પોરેટર સામે ખંડણીનો ગુનો નોંધાતા હડકંપ
પ્રાપ્ત માહિતી અનુસાર, જેલમાં બંધ પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ (Prakash Desai) વિરુદ્ધ વધુ એક ખંડણીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેલમાં હોવા છતાં પૂર્વ કોર્પોરેટર સામે ત્રીજો ગુનો નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે આક્ષેપ થયા છે કે તેમણે સ્કૂલના બાંધકામ મુદ્દે મનપામાં અરજી કરી બાંધકામ અટકાવ્યું હતું અને “મારી નાખી દઈશ” કહી સ્કૂલ સંચાલકને ધમકી આપી હતી. હેરાન ન કરવા બદલ 1 લાખની ખંડણી વસૂલી હતી. જો કે, ખંડણી ચૂકવ્યા પછી પણ RTI થી ત્રાસ આપતો હોવાનો પણ આરોપ છે.
આ પણ વાંચો - Bribe Case : 15 લાખની લાંચ કેસમાં આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારના રિમાન્ડ મંજૂર
2013 ની ઘટનાનું પુનરાવર્તન 2024માં ફરીથી થતાં પોલીસ ફરિયાદ
એવો પણ આરોપ છે કે એપ્રિલ-2024 માં ફરીથી આરટીઆઈ દાખલ કરી દબાણ શરૂ કર્યું હતું. આ મામલે સ્કૂલ સંચાલક જયસુખ કથિરીયાએ ઉધના મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અવધેશ દાઢી અને લાલુ નામના સાથીઓ પણ કૌભાંડમાં સામેલ હોવાનો ઉલ્લેખ છે. વર્ષ 2013 ની ઘટનાનું પુનરાવર્તન વર્ષ 2024 માં ફરીથી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ (Surat Police) દ્વારા IPC ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. નોંધનીય છે કે, દેસાઈ સામે અગાઉ પણ બે ગુનાઓ દાખલ હતા અને હાલ તેઓ લાજપોર જેલમાં (Lajpore Jail) બંધ છે. જેલમાંથી છૂટવા દેસાઈએ જામીન અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી છે.
આ પણ વાંચો - Amreli : એવું તો શું થયું ? કે SP સંજય ખરાતે એક ઝાટકે 14 પોલીસકર્મીઓને કરી દીધા સસ્પેન્ડ