ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Gujarat: અરવલ્લી જિલ્લામાં ખાખી ફરી એકવાર શર્મસાર થઇ

અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરે જ દારૂનો જથ્થો મળ્યો
07:17 PM Jan 11, 2025 IST | SANJAY
featuredImage featuredImage
Gujarat Police @ Gujarat First

Aravalli જિલ્લામાં ખાખી ફરી એકવાર શર્મસાર થઇ છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બન્યો છે. હવે પોલીસકર્મીના ઘરમાંથી વિદેશી દારુ ઝડપાયો છે. ઘટના વિશે જાણીએ તો અરવલ્લી એલસીબીએ ધનસુરાના રહિયોલ ગામમાં દરોડા પાડ્યા હતા. જેમાં સ્થાનિક ધનસુરા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એસલીબીએ કાર્યવાહી કરી છે. ત્યારે અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરે જ દારૂનો જથ્થો મળ્યો છે.

કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ત્યારે અરવલ્લી LCB ધનસુરા રહિયોલ ગામમાં દરોડા પાડ્યા હતા જેમાં વિજય પરમારના ઘરમાંથી રૂપિયા 1.76 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. કોન્સ્ટેબલના ઘરના રસોડામાંથી 2,138 બોટલ સાથે 22 પેટી દારુ મળ્યો છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર દરોડા પહેલા ફરાર થયો છે. તેમાં અગાઉ પણ દારૂ કેસમાં પોલીસ કર્મી ઝડપાઈ ચૂક્યો છે. જેમાં દારૂ ક્યાંથી અને કોણે આપવાનો હતો તે મામલે કાર્યવાહી તેજ કરાઈ છે. તથા સ્થાનિક ધનસુરા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા LCBએ કાર્યવાહી કરતા લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. કોન્સ્ટેબલ વિજય પરમાર હાલની ફરજ પર પોરબંદર જિલ્લાથી અરવલ્લીમાં આવ્યો હતો.

કુલ રૂપિયા 2.12 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

બુટલેગર પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર પોલીસ ગિરફતથી દૂર છે. જેમાં હવે જોવાનું એ રહ્યું કે શું પોલીસ તેના જ કર્મચારી ઉપર કાર્યવાહી કરશે કે તપાસમાં ઢીલ મુકશે. તાજેતરમાં જ અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલી અણસોલ પોલીસ ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બે ટ્રકમાંથી રૂપિયા 44 લાખથી વધુની કિંમતની 17,634 બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત પોલીસે બંને ટ્રકના ચાલકોની પણ ધરપકડ કરી હતી અને બંને ટ્રક સહિત કુલ રૂપિયા 2.12 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો: Gujarat: ઉત્તરાયણના દિવસ માટે પવનની ગતિને લઇ અંબાલાલ પટેલની આગાહી