Ahmedabad : ગંદકીમાં બને છે પિત્ઝા ! પ્રખ્યાત પિત્ઝા રેસ્ટોરન્ટની લાલિયાવાડી
- બાપુનગરના બ્રિટીશ પિત્ઝાના રસોડામાં ગંદકી જ ગંદકી!
- જ્યાં પિત્ઝા બને છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય!
- ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં!
Ahmedabad : અમદાવાદના બાપુનગરમાં વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં બ્રિટીશ પિત્ઝા રેસ્ટોરન્ટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં બ્રિટીશ પિત્ઝાના રસોડામાં ગંદકી જોવા મળી છે. પિત્ઝા બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે. વીડિયો ઉતારતા જોઈ લેતા સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. બ્રિટીશ પિત્ઝા રેસ્ટોરન્ટમાં ગંદકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો હવે તેમાં જવાનું બંધ કરી રહ્યાં છે.
Ahmedabad : આવી ગંદકીમાં બને છે પિત્ઝા ! । Gujarat First
- અમદાવાદમાં પ્રખ્યાત પિત્ઝા રેસ્ટોરન્ટની લાલિયાવાડી
- બાપુનગરના બ્રિટીશ પિત્ઝાના રસોડામાં ગંદકી જ ગંદકી!
- જ્યાં પિત્ઝા બને છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય!
- ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં!
- સોશિયલ મીડિયામાં વાયરલ… pic.twitter.com/VmTfC1MkPd— Gujarat First (@GujaratFirst) April 17, 2025
રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં બેદરકારીએ તમામ હદ વટાવી
રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં બેદરકારીએ તમામ હદ વટાવી છે. જેમાં ખાદ્યપદાર્થોમાં જીવાત મળવાનો સિલસિલો યથાવત રહે છે. તાજેતરમાં જ અમદાવાદના સેટેલાઇટ ખાતે પાણીપુરીમાંથી જીવાત નીકળી હતી. દિવાન પકોડી સેન્ટરની પાણીપુરીમાં ગ્રાહકે જીવાત નીકળી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં પકોડી સેન્ટરના સંચાલકે ઉડાઉ જવાબ આપ્યો હતો. તેથી ગ્રાહકે AMCના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી તેમજ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અગાઉ પિત્ઝામાંથી જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં ઓનલાઇન પિત્ઝા મંગાવો કે પીઝા સેન્ટરમાં જઈને પીત્ઝા ખાઓ તમારા પિત્ઝામાંથી જીવજંતુઓ તો નીકળશે. માત્ર પિત્ઝા જ નહી, અન્ય વાનગીઓમાં પણ જીનજંતુ નીકળવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે.
લા પિનોઝ પિત્ઝામાંથી વંદો નીકળ્યો
આવી જ એક ઘટના રાજકોટમાં બનવા પામી હતી, જ્યા લા પિનોઝ પિત્ઝામાંથી વંદો નીકળ્યો હતો. રાજકોટના રહેવાસી દિલીપભાઈ એક રેસ્ટોરન્ટમાં લા પિનોઝ પિત્ઝા ખાવા પહોંચ્યા હતા. પરંતુ તેમના મંગાવેલા પિત્ઝામાં વંદો જોવા મળ્યો હતો. પિત્ઝામાં વંદો જોઈ દિલીપભાઈ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાનો દિલીપભાઈએ ફોટો લઈ લીધો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. જેથી આવી બેદરકારી રાખી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ ચેતી જાય.
પિત્ઝામાંથી વંદો નીકળતા હોબાળો મચી ગયો
તાજેતરમાં જ સુરતમાંથી પિત્ઝામાં વંદો નીકળવાની ઘટના બની હતી. એક દંપતી પિત્ઝા ખાવા માટે એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યું હતું. ત્યારે પિત્ઝામાંથી વંદો નીકળતા હોબાળો મચી ગયો હતો. તેમણે આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને ગણતરીના સમયમાં જ આ વીડિયો વાયરલ થયો હતો.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં રાજકોટવાળી થતા રહી ગઈ, ST બસ ચાલકે અકસ્માત સર્જ્યો