Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું દેશમાં કોરોનાની ચોથી લહેર આવશે? જાણો ICMR અને નિષ્ણાતોએ આ વિશે શું કહ્યું?

દેશમાં ફરી એક વખત કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હી સહિતના રાજ્યોમાં કોરોના ફરી વખત સ્પીડ પકડી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ વિવિધ રાજ્યોને આ અંગે સતર્ક કરવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત લોકોના મનમાં સવાલ ઉભો થયો છે કે શું કોરોનાની ચોથી લહેર આવશે? ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સવાલનો જવાબ આપ્યો છે. નિષ્ણાતોએ ચોથી લહેરની શક
શું દેશમાં કોરોનાની ચોથી લહેર આવશે  જાણો icmr અને નિષ્ણાતોએ આ વિશે શું કહ્યું
દેશમાં ફરી એક વખત કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હી સહિતના રાજ્યોમાં કોરોના ફરી વખત સ્પીડ પકડી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ વિવિધ રાજ્યોને આ અંગે સતર્ક કરવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત લોકોના મનમાં સવાલ ઉભો થયો છે કે શું કોરોનાની ચોથી લહેર આવશે? ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સવાલનો જવાબ આપ્યો છે. 
નિષ્ણાતોએ ચોથી લહેરની શક્યતા નકારી
છેલ્લા 24 કલાકની અંદર દેશમાં કોરોનાના 5,233 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી લગભગ 70 ટકા કેસો માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે, પરંતુ વધતા જતા કોરોના કેસને જોતા ચોથી લહેર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ નિષ્ણાતો કહે છે કે દેશમાં કોરોના મહામારી સ્થાનિક તબક્કામાં છે, જેથી થોડા ઘણા કેસ આવતા રહેશે. આ બધી વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) કહે છે કે હાલમાં દેશમાં કોરોનાની લહેરનો કોઈ ખતરો નથી, પરંતુ ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ અને વૃદ્ધોએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.
કોરોના પ્રોટોકોલનુ પાલન શ્રેષ્ઠ ઉપાય
ICMRના વિજ્ઞાની ડૉ. સમીરન પાંડાના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયે દેશમાં ચોથી લહેર સાથે સંબંધિત કોઈ સંકેત નથી. આવી સ્થિતિમાં ચોથી વેવની કોઈ શક્યતા નથી, પરંતુ લોકોએ કોરોનાથી બચવા માટેના નિયમોનું પાલન કરવું જોઈએ. ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક લગાવવાની સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવું જરૂરી છે.
મહારાષ્ટ્ર અને કેરળમાં ઝડપથી ફેલાવો
એક શક્યતા એવી પણ છે કે કોરોના જે કેસ વધી રહ્યા છે તે ઓમિક્રોન સબ વેરિઅન્ટ BA.5 હોય. જોકે તેના લક્ષણો પણ જૂના પ્રકાર જેવા જ છે. આવી સ્થિતિમાં દર થોડા સમય પછી કોઈને કોઈ રાજ્યમાં કેસ વધશે, પરંતુ તેમની ગતિ એવી નહીં હોય કે જોખમ રહે. જો કે હાલમાં જે લોકોને ચેપ લાગી રહ્યો છે. તેમના લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે. જો લક્ષણોમાં થોડો ફેરફાર જોવા મળે છે, તો તમારે તેના વિશે સાવચેત રહેવું જોઈએ. .
દેશમાં મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેરળમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 10 ટકાને વટાવી ગયો છે, મહારાષ્ટ્રમાં તે લગભગ 6 ટકા છે. એટલે કે મહારાષ્ટ્રમાં ટેસ્ટ કરાયેલા 100 લોકોનમાંથી 6 લોકો સંક્રમિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં મોટાભાગના કેસ મુંબઈથી આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં આ શહેરમાં એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.