Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં આજે કોરોનાના નોંધાયા 18 હજારથી વધુ કેસ, મોતના આંકડા પણ વધ્યા

દેશમાં આજે કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી લહેરના તાંડવ બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ત્રીજી લહેર અને ચોથી લહેર આવી શકે છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ ઘટ્યા હોવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના વàª
દેશમાં આજે કોરોનાના નોંધાયા 18 હજારથી વધુ કેસ  મોતના આંકડા પણ વધ્યા
દેશમાં આજે કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી લહેરના તાંડવ બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ત્રીજી લહેર અને ચોથી લહેર આવી શકે છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ ઘટ્યા હોવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 18,819 નવા કેસ નોંધાયા છે. આ સાથે, છેલ્લા 24 કલાકમાં આ રોગચાળામાંથી 13,827 લોકો સાજા થયા છે, જેના કારણે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,28,22,493 થઈ ગઈ છે. વળી આ સમયગાળામાં 39 દર્દીઓના મોત થયા છે. જે બાદ દેશમાં મોતનો આંક 5,25,116 પર પહોંચી ગયો છે. દેશમાં હજુ પણ 1,04,555 એક્ટિવ કેસ છે, કેસલોડ 0.24% પર છે. આ સાથે રિકવરી રેટ 98.55% છે. આ સાથે, દૈનિક પોઝિટિવિટી રેટ 4.16% પર અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 3.72% પર યથાવત છે.
Advertisement

દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 197.61 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વળી, અત્યાર સુધીમાં 86.23 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 4,52,430 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કેસમાં થયેલા વધારાથી કેટલાક જાણીતા ચહેરાઓને પણ અસર થઈ છે. બુધવારે મહારાષ્ટ્રના નેતાઓ અજિત પવાર અને છગન ભુજબળના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, ત્યારે શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના વડા સિમરનજીત સિંહ માન પણ કોરોના વાયરસથી પીડિત છે.
Tags :
Advertisement

.