Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 12 હજારથી વધુ કેસ, 18 લોકોના થયા મોત

દેશમાં એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સતત વધતા કેસ જાણે સંકેત આપી રહ્યા છે કે ચોથી લહેરની શરૂઆત થઇ ગઇ છે. લોકો કોરોના મહામારીને પૂરી રીતે ભૂલી ગયા છે. ના તો હવે લોકો માસ્ક પહેરે છે અને ના તો તેેઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. એવામાં કોરોનાના કેસમાં વધારો થવો સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસોમાં તીવ્ર ઉછાળો આવી રહ્યો છે. કેન્દà
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 12 હજારથી વધુ કેસ  18 લોકોના થયા મોત
દેશમાં એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સતત વધતા કેસ જાણે સંકેત આપી રહ્યા છે કે ચોથી લહેરની શરૂઆત થઇ ગઇ છે. લોકો કોરોના મહામારીને પૂરી રીતે ભૂલી ગયા છે. ના તો હવે લોકો માસ્ક પહેરે છે અને ના તો તેેઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. એવામાં કોરોનાના કેસમાં વધારો થવો સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસોમાં તીવ્ર ઉછાળો આવી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 12,781 નવા કેસ નોંધાયા છે અને 18 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 8,537 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં આ વાયરસથી સાજા થયેલા લોકોની સંખ્યા 4,27,07,900 પર પહોંચી ગઈ છે. સરકારી આંકડા મુજબ, હાલમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 76,700 છે. વર્તમાન રીકવરી દર 98.61% છે. 
સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.18 ટકાનો સમાવેશ થાય છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 1,96,18,66,707 કરોડ કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ-19નો આંકડો 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર કરી ગયો હતો.
તે 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે 1 કરોડને પાર કરી ગયો હતો. ભારતે 4 મેના રોજ 20 મિલિયન, 23 જૂનના રોજ 30 મિલિયન અને આ વર્ષે 25 જાન્યુઆરીએ 40 મિલિયનનો ગંભીર માઈલસ્ટોન પાર કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.