Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતમાં કોવિડ-19 કેસમાં 45.4 ટકાનો ઉછાળો, 17,073 લોકો થયા સંક્રમિત

દેશમાં કોરોના ફરી ચિંતા વધારી રહ્યો છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,073 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 21 લોકોના મોત થયા છે. આ સાથે ભારતમાં કોવિડ-19 કેસમાં 45.4 ટકાનો ઉછાળો આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ કોરોના રસીકરણ 1,97,11,91,329 થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં, 2,49,646 કોરોના રસીકરણ કરવામાં આવ્યા છે. હાલમાં દેશમાં 94420 એક્ટિવ કેસ છે. જે કુલ સંàª
ભારતમાં કોવિડ 19 કેસમાં 45 4 ટકાનો ઉછાળો  17 073 લોકો થયા સંક્રમિત

દેશમાં કોરોના ફરી ચિંતા વધારી રહ્યો છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,073 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 21 લોકોના મોત થયા છે. આ સાથે ભારતમાં કોવિડ-19 કેસમાં 45.4 ટકાનો ઉછાળો આવ્યો છે.

Advertisement

દેશમાં અત્યાર સુધીમાં કુલ કોરોના રસીકરણ 1,97,11,91,329 થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં, 2,49,646 કોરોના રસીકરણ કરવામાં આવ્યા છે. હાલમાં દેશમાં 94420 એક્ટિવ કેસ છે. જે કુલ સંક્રમણના 0.22 ટકા છે/  છેલ્લા 24 કલાકમાં 15208 લોકો સાજા થયા છે. આ સાથે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,27,87,606 થઈ ગઈ છે. જે કુલ સંક્રમણના 98.57 ટકા છે. 
રવિવારે દેશમાં કોરોનાના 11,739 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાથી અત્યારે સુધીમાં 5,25,020 લોકોના મૃત્યુ થયા છે જે કુલ સંક્રમણના 1.21 ટકા છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 6,493 નવા કેસ નોંધાયા હતા, જેમાં કુલ કેસોની સંખ્યા 79,62,666 થઈ ગઈ હતી અને પાંચ લોકોના મૃત્યુને કારણે મૃત્યુઆંક 1,47,905 પર પહોંચ્યો હતો. મુંબઈમાં પાંચેય દર્દીઓના મોત થા હતા.
Advertisement

Tags :
Advertisement

.