Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે કોરોનાના કેસમાં આવ્યો મોટો ઘટાડો, નોંધાયા આટલા કેસ

છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં વધારા બાદ આજે તેમા ઘટાડો નોંધાયો છે. જીહા, આજે કોરોનાના કેસ 10 હજારથી પણ ઓછા નોંધાયા છે. કોરોનાની બીજી લહેર બાદથી આ મહામારી પર કંટ્રોલ રાખવામાં ભારત સરકાર સફળ રહી છે. વળી વેક્સિનેશનની સંખ્યા વધુ થતા પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, મંગળવારે છેલ્લા 24 કલાકમાં 9,923 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીàª
આજે કોરોનાના કેસમાં આવ્યો મોટો ઘટાડો  નોંધાયા આટલા કેસ
છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં વધારા બાદ આજે તેમા ઘટાડો નોંધાયો છે. જીહા, આજે કોરોનાના કેસ 10 હજારથી પણ ઓછા નોંધાયા છે. કોરોનાની બીજી લહેર બાદથી આ મહામારી પર કંટ્રોલ રાખવામાં ભારત સરકાર સફળ રહી છે. વળી વેક્સિનેશનની સંખ્યા વધુ થતા પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, મંગળવારે છેલ્લા 24 કલાકમાં 9,923 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 22.4 ટકાનો ઘટાડો છે. આ સાથે દેશનો કુલ કેસલોડ 4,33,19,396 પર પહોંચી ગયો છે. દરમિયાન, દેશમાં છેલ્લા 24 કલાકમાં 17 લોકોના મોત થયા છે, જેનાથી કુલ મૃત્યુઆંક 5,24,890 પર પહોંચી ગયો છે. ભારતમાં સક્રિય કેસલોડ 79,313 છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં 2,613નો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 7,293 દર્દીઓ સાજા થયા છે, જેનાથી દેશભરમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,27,15,193 થઈ ગઈ છે. હવે રિકવરી રેટ 98.61% છે.
Advertisement

ટોચના પાંચ રાજ્યો કે જેમાં સૌથી વધુ કેસ નોંધાયા છે તેમાં 2,786 કેસ સાથે કેરળ, 2,354 કેસ સાથે મહારાષ્ટ્ર, 1,060 કેસ સાથે દિલ્હી, 686 કેસ સાથે તમિલનાડુ અને 684 કેસ સાથે હરિયાણા છે. આ પાંચ રાજ્યો નવા કેસોમાં 76.28 ટકા હિસ્સો ધરાવે છે, જેમાં એકલા કેરળ નવા કેસોમાં 28.08 ટકા હિસ્સો ધરાવે છે. ભારતે છેલ્લા 24 કલાકમાં કુલ 13,00,024 ડોઝ આપ્યા છે, અને કુલ ડોઝની સંખ્યા 1,96,32,43,003 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3,88,641 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
Tags :
Advertisement

.