Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં આજે કોરોનાના કેસમાં થયો વધારો, આટલા નોંધાયા કેસ

કોરોના મહામારી જે દેશમાંથી (ચીન) અન્ય દેશોમાં ફેલાઇ ત્યા હવે એકવાર ફરી ખરાબ સ્થિતિ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ આજે ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. જોકે, ગભરાવવાની જરૂર નથી પરંતુ હા સાવધાની રાખવી પણ જરૂરી છે. આજે દેશમાં કોરોનાના 2500થી પણ વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 2,786 નવા કેસના આગમન સાથે, દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,21,319 થઈ ગàª
દેશમાં આજે કોરોનાના કેસમાં થયો વધારો  આટલા નોંધાયા કેસ
કોરોના મહામારી જે દેશમાંથી (ચીન) અન્ય દેશોમાં ફેલાઇ ત્યા હવે એકવાર ફરી ખરાબ સ્થિતિ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ આજે ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. જોકે, ગભરાવવાની જરૂર નથી પરંતુ હા સાવધાની રાખવી પણ જરૂરી છે. આજે દેશમાં કોરોનાના 2500થી પણ વધુ કેસ નોંધાયા છે. 
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 2,786 નવા કેસના આગમન સાથે, દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,21,319 થઈ ગઈ છે. આ પહેલા બુધવારે દેશમાં કોરોના સંક્રમણના 2,139 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 13 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 647 નો વધારો નોંધાયો છે. વળી, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 26,509 થઈ ગઈ છે. ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, કોવિડ -19 થી વધુ 12 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 5,28,847 થઈ ગયો છે. આ 12 કેસોમાં છ લોકોનો પણ સમાવેશ થાય છે, જેમના નામ કેરળ દ્વારા વૈશ્વિક રોગચાળાને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. 
Advertisement

આજે 2,579 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 26,509 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 82નો ઘટાડો થયો છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,21,319 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,40,67,951 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,847 લોકોના મોત થયા છે.
Tags :
Advertisement

.