કોરોનાના કેસમાં સતત ઘટાડો, આજે નોંધાયા માત્ર આટલા જ કેસ
સમગ્ર દુનિયાને હચમચાવી દેનારી કોરોના મહામારી પર ભારત જીત મેળવી રહ્યું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આજે દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. આજે દેશમાં કોરોનાના 5 હજારથી પણ ઓછા નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગઇ કાલે એટલે કે સોમવારે 5 હજારથી વધુ કોસ નોંધાયા હતા.આજે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણનà
Advertisement
સમગ્ર દુનિયાને હચમચાવી દેનારી કોરોના મહામારી પર ભારત જીત મેળવી રહ્યું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આજે દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. આજે દેશમાં કોરોનાના 5 હજારથી પણ ઓછા નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગઇ કાલે એટલે કે સોમવારે 5 હજારથી વધુ કોસ નોંધાયા હતા.
આજે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 4,417 નવા કેસ નોંધાયા છે જ્યારે 23 લોકોના મોત થયા છે. આ પહેલા સોમવારે દેશમાં કોરોના સંક્રમણના 4,417 નવા કેસ નોંધાયા હતા. જ્યાં 16 લોકોના મોત થયા છે, આજે ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 1493 નો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 6,032 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 52,336 થઈ ગઈ છે.
#COVID19 | India reports 4,417 fresh cases and 6,032 recoveries in the last 24 hours.
Active cases 52,336
Daily positivity rate 1.20% pic.twitter.com/abKw2JLwL7— ANI (@ANI) September 6, 2022
આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,44,66,862 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને કુલ 4,38,86,496 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,030 લોકોના મોત થયા છે. સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 213,72,68,615 પર પહોંચી ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 19,94,670 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - દેશમાં આજે કોરોનાના નોંધાયા 6 હજારથી ઓછા નવા કેસ
Advertisement