Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શુક્રવારની સરખામણીએ આજે કોરોનાના કેસમાં ઉછાળો, આટલા નોંધાયા કેસ

દેશમાં હજુ કોરોના પૂર્ણ રીતે ખતમ થયો નથી. બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ કોરોનાના કેસો સતત સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. શુક્રવારની સરખામણીએ આજે કોરોનાના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે (03 સપ્ટેમ્બર) જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7,219 નવા કેસ નોંધ
શુક્રવારની સરખામણીએ આજે કોરોનાના કેસમાં ઉછાળો  આટલા નોંધાયા કેસ
દેશમાં હજુ કોરોના પૂર્ણ રીતે ખતમ થયો નથી. બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ કોરોનાના કેસો સતત સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. શુક્રવારની સરખામણીએ આજે કોરોનાના કેસમાં વધારો થયો છે. 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે (03 સપ્ટેમ્બર) જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7,219 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન છેલ્લા એક દિવસમાં 9,651 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોરોના સક્રિય કેસની સંખ્યા વધીને 56,745 થઈ ગઈ છે. જ્યારે કોવિડ-19નો દૈનિક પોઝિટિવિટી રેટ 1.98 ટકા છે. વળી, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,27,965 લોકોના મોત થયા છે. જોકે, કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા 4,38,65,016 છે. બીજી તરફ, દેશમાં લોકોને કોવિડ રસીના 2,13,01,07,236 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
Advertisement

આ પહેલા શુક્રવારે (2 સપ્ટેમ્બર) ભારતમાં કોરોના વાયરસના 6,168 નવા કેસ નોંધાયા હતા. જ્યારે બુધવારે આ સંખ્યા 7231 હતી. આંકડા દર્શાવે છે કે, સક્રિય દર્દીઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે, કારણ કે ગયા મહિને સક્રિય દર્દીઓની કુલ સંખ્યા એક લાખને વટાવી ગઈ હતી. દેશમાં સંક્રમિતોની સંખ્યા 4,44,36,339 ને વટાવી ગઈ છે. વળી, કોરોનાથી મૃત્યુઆંક વધીને 5,27,965 થઈ ગયો છે.
Tags :
Advertisement

.