રોકેટ બન્યા Yes Bank ના શેર, 9% ની છલાંગ સાથે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ
Yes Bank Share : ગત્ત અઠવાડીયાના અંતે 26 એપ્રીલે પ્રાઇવેટ સેક્ટરની યસ બેંકના શેર (Yes bank Share Price Today) સામાન્ય વધારા સાથે 26.15 રૂપિયા પર બંધ થયા હતા. જો કે આજે શરૂઆતી વ્યાપારમાં જ 28.55 રૂપિયા સુધી તેમાં ઉછાળો જોવા મળ્યો હતો.
પ્રાઇવેટ સેક્ટરની યસ બેંકના (Yes Bank) શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. શેર બજારમાં (Share Market) કારોબાર શરૂથતાની સાથે જ પહેલા સોમવારે જ્યાં સેંસેક્સ અને નિફ્ટીમાં તોફાની તેજી જોવા મળી હતી. તેની સાથે સાથે બેંકિંગ સેક્ટરમાં પણ 9 ટકાનો ઉછાળો જોવા મળ્યો. યસ બેંકના શેરમાં આ જબરજસ્ત તેજી તેના માર્ચના ત્રિમાસિક ગાળાના પરિણામોની ચર્ચાની જાહેરાત બાદ આવી છે, જે શાનદાર રહ્યા હતા. શેરના ભાવ પોતાના 52 વીકના હાઇની નજીક પહોંચી ગયો હતો.
28 રૂપિયાને પાર પહોંચ્યો શેર
સૌથી પહેલા વાત કરીએ તો YES Bank ના શેરનું હાલનું પર્ફોમન્સ ખુબ જ સારુ રહ્યું. સોમવારે સ્ટોક માર્કેટમાં (Stock Market) માં બેંકિંગ સેક્ટર સ્ટોક 27.50 ના સ્તર પર ઓપન થયો અને થોડા જ સમયમાંતોફાની તેજી સાથે ભાગના 8.98 ટકાના ઉછાળા સાથે 28.55 રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. 82360 કરોડ રૂપિયા માર્કેટ કેપિટલાઇઝેશન વાળી આ બેંકના સ્ટોકની કિંમત હવે તેના 52 વીકના હાઇ લેવલ 32.85 રૂપિયા પાસે પહોંચી રહી છે. માર્કેટ નિષ્ણાંતો પણ તેને 32ના સ્તર સુધી પહોંચવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.
કેવા રહ્યા ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ?
યસ બેંકના શેરમાં ઉછાળા પાછળના કારણોની વાતો કરીએ તો, તેમાં ઉછાળો બેંક દ્વારા માર્ચના ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત બાદ આવ્યું છે. ગત્ત શનિવારે તેણે પોતાના ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરી હતી. Yes Bank ના 31 માર્ચના ત્રિમાસિક દરમિયાન નેટ પ્રોફિટ 123 ટકા વધીને 452 કરોડ રૂપિયા પર પહોંચી ચુક્યો છે. જ્યારે ગત્ત વર્ષની સામાન્ય ત્રિમાસીક બાદ આ નફો 202 કરોડ રૂપિયા હતો. આ ઉપરાંત યસ બેંકનો ગ્રોસ નોન પર્ફોમિંગ એસેટે (NPA) ગત્ત વર્ષના આ જ ત્રિમાસિક ગાળામાં 2.2 ટકાથી ઘટીને 1.7 ટકા થઇ ચુક્યું છે. ત્રિમાસિકના આધારે નેટ NPA 0.6 ટકા અને વર્ષ પ્રતિવર્ષના આધારે 0.80 ટકાનો ઘટાડ થયો છે. બેંકની કુલ ડિપોઝીટમાં 22.5 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે વધીને 2.6 લાખ કરોડ રૂપિયા થઇ ચુક્યું છે.
ગત્ત અઠવાડીયાના અંતિમ કારોબારી દિવસ 26 એપ્રીલે યસ બેંકના શેરમાં સામાન્ય વધારા સાથે ક્લોઝ થયા હતા. શનિવારે ત્રિમાસીક પરિણામોની જાહેરાત બાદથી જ આશા વ્યકત કરવામાં આવી હતી કે, સોમવારે માર્કેટ ઓપન થતાની સાથે જ આ શેર રોકેટ બની જશે. તેવું જ થયું 26 એપ્રીલે શેરબજારમાં બીએસઇ પર 0.73 ટકાના વધારા સાથે 26.15 રૂપિયા પર બંધ થયો. સોમવારે 27.50 રૂપિયા પર ખુલીને 28.55 રૂપિયા સુધી ઉછળ્યો હતો.
ગત્ત એક વર્ષમાં રોકાણકારોને રાહત
YES bank ના શેરમાં ભલે ગત્ત પાંચ વર્ષમાં 85 ટકાનું નકારાત્મક રિટર્ન આપ્યું હોય, પરંતુ ગત્ત એક વર્ષથી તેના શેર સતત પોતાના રોકાણકારોને સારુ રિટર્ન આપી રહ્યું છે. એક વર્ષમાં આ શેરે 72 ટકાનું રિટર્ન આપ્યું છે. છ માસિક ગાળામાં આ શેરમાં રોકાણકારોને 72 ટકા કરતા વધારે રિટર્ન પ્રાપ્ત થયું. ગત્ત એક મહિનામાં તેણે 13 ટકા અને પાંચ દિવસમાં 6 ટકાનું રિટર્ન આપ્યું છે.