ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

HDFC બેંકના શેર કેમ વધ્યા? આ બેન્કિંગ શેરોમાં પણ તેજી

HDFC Bank : શેરબજાર(Share Market)માં બુધવારે જોરદાર ઉછાળા વચ્ચે જ્યાં સેન્સેક્સ(Sensex) પ્રથમ વખત 80,000ની સપાટીને પાર કરી ગયો હતો, ત્યાં બેન્કિંગ શેર્સમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ શેરોની આગેવાની એચડીએફસી બેંક શેર દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ...
11:31 AM Jul 03, 2024 IST | Hiren Dave

HDFC Bank : શેરબજાર(Share Market)માં બુધવારે જોરદાર ઉછાળા વચ્ચે જ્યાં સેન્સેક્સ(Sensex) પ્રથમ વખત 80,000ની સપાટીને પાર કરી ગયો હતો, ત્યાં બેન્કિંગ શેર્સમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ શેરોની આગેવાની એચડીએફસી બેંક શેર દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ અન્ય બેંકિંગ શેરોમાં પણ વધારો થવા લાગ્યો હતો. ખાસ કરીને ICICI બેન્ક અને એક્સિસ બેન્કના શેર પણ બજારને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. HDFC બેંકના શેર 3 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

બેંક નિફ્ટી 53000ને પાર

શેરબજારમાં તેજી વચ્ચે BSE અને NSE બંને સૂચકાંકો શરૂઆતની સાથે જ રોકેટ ગતિએ દોડવા લાગ્યા હતા. દરમિયાન, બજારને સંપૂર્ણ ટેકો આપતા, બેંક નિફ્ટીએ 53,000 પોઈન્ટની રેકોર્ડ સપાટી વટાવી દીધી છે, જ્યારે સેન્સેક્સ ઐતિહાસિક 80 હજારની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. જો નિફ્ટી વિશે વાત કરીએ તો નિફ્ટી-50 પણ નવા ઓલ-ટાઇમ હાઈ લેવલને સ્પર્શી ગયો હતો અને પ્રથમ વખત 24,307.25ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

બજાર ખુલતાની સાથે જ HDFC બેંકના શેરો રોકેટ બન્યો

એચડીએફસી બેન્કનો શેર સવારે 9.15 વાગ્યે બજાર ખૂલતાંની સાથે રૂ. 1791 પર ખૂલ્યો હતો અને થોડી જ વારમાં તે રૂ. 1794ની નવી ટોચે પહોંચ્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી, HDFC બેંકનો શેર સવારે 10.40 વાગ્યે 3.40 ટકા વધીને રૂ. 1789.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શેરોમાં આ ઉછાળાને કારણે બેંકનું માર્કેટ કેપ પણ વધીને 13.44 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

આ બેન્કિંગ શેરોમાં પણ તેજી જોવા મળી

HDFC બેન્કની સાથે, ICICI બેન્કનો શેર લગભગ 2 ટકાના ઉછાળા સાથે રૂ. 1215.85ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે એક્સિસ બેન્કનો શેર પણ 2.21 ટકા ઉછળીને રૂ. 1281 પર ટ્રેડ કરી રહ્યો હતો. અન્ય બેન્કિંગ શેરોની વાત કરીએ તો, ખાનગી ક્ષેત્રની કોટક બેન્કનો શેર 1.50 ટકા વધીને રૂ. 1799.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો અને દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈનો શેર લગભગ 1 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.

HDFC બેંકના શેર કેમ વધ્યા?

જો આપણે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકના શેરમાં આ જબરદસ્ત ઉછાળા પાછળના કારણોનો ઉલ્લેખ કરીએ, તો એચડીએફસી બેંકના શેરમાં આ વધારો ઓગસ્ટમાં એમએસસીઆઈ દ્વારા વધુ રોકાણની અપેક્ષા વચ્ચે આવ્યો હતો UBS એ HDFC બેંકના શેર પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે. જેફરીઝના જણાવ્યા અનુસાર, મે મહિનામાં વિદેશી શેરહોલ્ડિંગમાં 54.8 ટકાનો ઘટાડો MSCIની સમીક્ષામાં મદદ કરશે.

આ પણ  વાંચો  - Budget 2024: નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર, PF ને લઈ બજેટમાં 10 વર્ષ બાદ થશે મોટો ફેરફાર!

આ પણ  વાંચો  - Share Market: શેરબજારમાં રચાયો ઇતિહાસ, સેન્સેક્સ 80 હજારને પાર

આ પણ  વાંચો  - CBI એક્શનમાં, વિજય માલ્યા સામે જારી કર્યું Non-Bailable Warrant

Tags :
airtel share price reliance industries share priceangel one share pricebharti airtel share pricecdsl share pricehdfc adr livehdfc adr mscihdfc adr priceHDFC Bankhdfc bank adr pricehdfc bank newshdfc newshdfcbank adrjio share priceMSCImsci indexReliance Sharereliance share priceShare pricultratech cement share price
Next Article