કોણ છે Sagar Adani?, Gautam Adani લાંચ કેસમાં સામે આવ્યું નામ...
- ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર લાગ્યા ગંભીર આરોપો
- ઉદ્યોગપતિ પર 25 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ
- Sagar Adani અને પૂર્વ CEO વિનીત જૈનનું પણ નામ સામેલ
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) પર ગંભીર આરોપો લાગ્યા છે. તેમની સામેનો આ કેસ 2020 નો છે. ગૌતમ અદાણી (Gautam Adani) પર સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ માટે ભારતીય અધિકારીઓને 25 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે. આ કેસમાં અદાણી ગ્રુપની કંપનીઓ, સાગર અદાણી (Sagar Adani) અને પૂર્વ CEO વિનીત જૈનનું પણ નામ છે.
કોણ છે સાગર જૈન?
સાગર અદાણી (Sagar Adani) અદાણી ગ્રીન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ કંપની અમેરિકામાં તપાસ હેઠળ આવી છે. સાગર અદાણી (Sagar Adani) ગૌતમ અદાણી (Gautam Adani)ના ભત્રીજા છે. સાગર અદાણી (Sagar Adani)એ અમેરિકાથી અભ્યાસ કર્યો છે. તેઓ 9 વર્ષ પહેલા 2015 માં અદાણી ગ્રુપમાં જોડાયા હતા. સાગર અદાણી ગ્રુપનો એનર્જી બિઝનેસ સંભાળે છે. આ કેસની સુનાવણી ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં ચાલી રહી છે. જેમાં અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને 265 મિલિયન ડોલરની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં સાગર અદાણી ઉપરાંત વિનીત જૈન, સિરિલ, સૌરભ અગ્રવાલ, રણજીત ગુપ્તા, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલના નામ પણ છે.
7️⃣ Key Figures in Allegations
Gautam Adani: Founder and Chairman. Alleged to have overseen the bribery scheme.
Sagar Adani: Nephew and key executive. Directly implicated in securing U.S. investments.
Vneet Jaain: CEO of Adani Green Energy, named in the bribery allegations.
— Neha Singhal Trader (@nsinghal211) November 21, 2024
આ પણ વાંચો : Gautam Adani: જૂઠ્ઠા આરોપ લગાવવા રાહુલ ગાંધીની આદતઃ ભાજપ
અદાણી ગ્રુપને મોટો ફટકો...
આ આરોપોને અદાણી ગ્રુપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં 10 થી 20 ટકાનો ઘટાડો થયો છે. અદાણી ગ્રુપને આશરે રૂ 2.5 લાખ કરોડનું નુકસાન થયું છે. આ આરોપોનો જવાબ આપતા અદાણી ગ્રુપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી (Gautam Adani)ની ધરપકડ કરવાની માંગ કરી છે. ગૌતમ અદાણી (Gautam Adani)નું નામ લઈને તેમણે PM મોદી પર પ આકરા પ્રહારો કર્યા છે. જ્યારે ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, કોંગ્રેસ માત્ર PM મોદીની છબી ખરાબ કરવા માંગે છે.
આ પણ વાંચો : Bribe કેસ બાદ Gautam Adani અબજોપતિઓની યાદીમાંથી સરકી ગયા