ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

આજે SEBIના નવા ચેરમેનની પ્રથમ બોર્ડ મીટિંગ છે, આખા દેશની નજર છે મીટિંગના એજન્ડા પર

SEBIના નવા ચેરમેન તુહિન કાંત પાંડેના નેતૃત્વ હેઠળ પ્રથમ બોર્ડ મીટિંગ યોજાવાની છે. આજે માત્ર રોકાણકારો, વિવિધ કંપનીઓ જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર છે આ બોર્ડ મીટિંગના એજન્ડા પર.
12:40 PM Mar 24, 2025 IST | Hardik Prajapati
SEBI first Board Meeting Gujarat First

 

Mumbai: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ ચાર્જ સંભાળ્યા બાદ આજે પ્રથમ બોર્ડ મીટિંગ થવાની છે. તેમના નેતૃત્વમાં યોજાનાર આ પ્રથમ બોર્ડ મીટિંગ છે. આ બોર્ડ મીટિંગમાં સૌથી મહત્વના છે તેમાં ચર્ચાનાર એજન્ડા કારણ કે, શેરબજારની આગામી દિશા આ એજન્ડા પર આધારિત રહેશે.

કયા એજન્ડા છે ટોપ પર?

સેબીના નવા ચેરમેન તુહિન પાંડેના નેતૃત્વ હેઠળ મળનાર પહેલી બોર્ડ મીટિંગના ટોપ એજન્ડા કંઈક આ પ્રમાણે છે. જેમાં સેબી બોર્ડ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) માટે ટ્રેડિંગ ધોરણોને હળવા બનાવવા અંગે ચર્ચા કરી શકે છે કારણ કે, સરકારે સ્પષ્ટતા કરી હતી કે એફપીઆઈએ 1 એપ્રિલથી 10 ટકાના બદલે 12.5 ટકાના દરે લાંબા ગાળાના મૂડી લાભ કર ચૂકવવો પડશે, ત્યારબાદ એફપીઆઈના એક્ઝિટ અંગે કેટલીક ચિંતાઓ હતી.

FPI સેગમેન્ટે રૂ. 3 લાખ કરોડથી વધુ મૂલ્યના ઇક્વિટી વેચી દિધા છે

જો છેલ્લા 5 મહિનાની વાત કરવામાં આવે તો FPI સેગમેન્ટે રૂ. 3 લાખ કરોડથી વધુ મૂલ્યના ઈક્વિટી વેચ્યા છે. આ કારણો સર સેબી FPI સેગમેન્ટના હિતને લઈને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.

આ પણ વાંચોઃ  Stock Market : શેરબજારમાં તોફાની તેજી... Sensex 500 પોઈન્ટ ઉછળ્યો, આ 10 શેર રોકેટ બની ગયા

સેબીની અને ઈન્ડસઈન્ડ બેન્કની કાર્યવાહી ઘણું બધું સૂચવી જાય છે

તાજેતરમાં જ SEBI એ ઈન્ડસઈન્ડ બેન્કના મેનેજમેન્ટને પૂછ્યું હતું કે, ઓક્ટોબર 2024 માં ડેરિવેટિવ ઈન્સ્ટ્રુમેન્ટ્સ સંબંધિત ખામીઓ શા માટે જાહેર કરી ન હતી. સેબીને ચિંતા એ છે કે જ્યારે બેન્ક હજુ પણ ખાતરીપૂર્વક કહી શકતી નથી કે તેની બેલેન્સ શીટ પર કેટલી અસર પડશે, તો વર્તમાન પરિસ્થિતિ ગયા વર્ષના ઓક્ટોબરની પરિસ્થિતિથી કેવી રીતે અલગ હોઈ શકે છે.

ચોક્કસ વિદેશી ચલણની બિન-નિવાસી થાપણોમાં ગરબડ

10 માર્ચના રોજ, ઈન્ડસઈન્ડ બેન્કના મેનેજમેન્ટે, જેમાં સીઈઓ સુમંત કઠપાલિયા, ડેપ્યુટી સીઈઓ અને વચગાળાના સીએફઓ અરુણ ખુરાના અને રોકાણકાર સંબંધોના વડા ઈન્દ્રજીત યાદવનો સમાવેશ થાય છે. રોકાણકારોને જવાબ આપવામાં આવ્યા હતા તેમાં ચોક્કસ વિદેશી ચલણ બિન-નિવાસી થાપણોમાં ભૂલો થઈ છે. ગયા વર્ષે આંતરિક સમીક્ષા દ્વારા તેઓ પ્રકાશમાં આવ્યા હતા. તેમણે રોકાણકારોના કોલમાં જણાવ્યું હતું કે, નેટવર્થ પર 2.35 ટકાની અસર થશે.

આ પણ વાંચોઃ  Layoff: અમેરિકી કંપનીએ ભારતમાં શરૂ કરી છટણી, 180 કર્મચારીઓને બતાવ્યો બહારનો રસ્તો

Tags :
Capital Gains TaxEquity Sales IndusInd Bank Derivative Instruments Gujarat First Gujarat First NewsFirst Board MeetingFPI (Foreign Portfolio Investors)Long-Term Capital Gains TaxSEBI chairmanTuhin Kant Pandey
Next Article