ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Telangana CM: અદાણી ગ્રુપ તેલંગાણામાં સાયન્સ ઉદ્યોગોની કરશે સ્થાપના

Telangana CM: અદાણી ગ્રુપ તેલંગાણામાં રોકાણ કરવા જઈ રહ્યું છે. આ સંદર્ભે 3 જાન્યુઆરી રાજ્યના સીએમ રેવન્ત રેડ્ડીએ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ના સીઇઓ અને ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી સાથે મુલાકાત કરી હતી. કરણ અદાણીને મળ્યા...
10:54 PM Jan 03, 2024 IST | Aviraj Bagda
Adani's entry into the Congress state

Telangana CM: અદાણી ગ્રુપ તેલંગાણામાં રોકાણ કરવા જઈ રહ્યું છે. આ સંદર્ભે 3 જાન્યુઆરી રાજ્યના સીએમ રેવન્ત રેડ્ડીએ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ના સીઇઓ અને ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી સાથે મુલાકાત કરી હતી.

કરણ અદાણીને મળ્યા બાદ રેવન્ત રેડ્ડીએ (Telangana CM) કહ્યું કે અદાણી ગ્રુપને તેલંગાણામાં ઉદ્યોગ સ્થાપવા માટે કહેવામાં આવ્યું છે. CM Office એ કહ્યું કે અદાણી ગ્રુપ તેલંગાણામાં ડેટા સેન્ટર અને એરોસ્પેસ પાર્કની સ્થાપના કરશે. તે ઉપરાંત અદાણી ગ્રુપે પણ કહ્યું છે કે તે પણ આ ઉદ્યોગની સ્થાપના કરવા માટે છે.

રેવન્ત રેડ્ડીએ કહ્યું કે તેઓ ડેટા સેન્ટર, એરોસ્પેસ પાર્ક અને ઉદ્યોગની સ્થાપના માટે અદાણી જૂથને દરેક રીતે સહકાર આપવા તૈયાર છે. અમે અદાણી ગ્રુપને આ અંગે ખાતરી આપી છે. કારણ કે... તેનાથી રાજ્યમાં રોજગારીની તકો વધશે.

અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે કંપની હાલના પ્રોજેક્ટ્સ કાર્યરત રહેશે અને નવા પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે રાજ્ય સરકાર પાસે જરૂરી સમર્થન માંગ્યું છે. તેલંગાણામાં સરકાર બદલાઈ હોવા છતાં, તે ઉદ્યોગો સ્થાપવા અને નવી નોકરીઓ બનાવવા માટે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મોટી જીત મેળવી હતી અને KCR ની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ને સત્તા પરથી હટાવવામાં આવી હતી. કોંગ્રેસે રાજ્યમાં 119 માંથી 64 બેઠકો જીતી હતી. જ્યારે BRS ને 39 બેઠકો મળી હતી.

આ પણ વાંચો: Gautam Adani : SC ના ચૂકાદા બાદ ગૌતમ અદાણીએ શું કહ્યું

Tags :
AdanigroupGautam AdaniGujaratFirstinfrastructurekaran adanirevanthreddyScienceTelanganaCM
Next Article