Tax Slab : ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન થવાથી ટેક્સપેયર્સની આશા તૂટી
Budget Tax Slab 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતા કેન્દ્રની મોદી સરકારે કેટલીક ઉપલબ્ધીઓ ગણાવી છે. આ દરમિયાન નાણામંત્રીએ ટેક્સપેયર્સને કોઈ રાહત ન આપી. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. નાણામંત્રીએ કહ્યું કે, ટેક્સ રેટ યથાવત્ રખાયા છે. જોકે, કેટલાક જૂના ટેક્સ મામલા પરત લઈશું. પરત લેવાથી 1 કરોડ ટેક્સપેયર્સને ફાયદો થશે. ગત 5 વર્ષોમાં ટેક્સપેયર્સની સુવિધા વધારાઈ છે. GST કારણે ઈન્ડસ્ટ્રી પર કમ્પ્લાયન્સનો ભાર ઘટ્યો છે. સરેરાશ GST કલેક્શન બેગણું થયું.
Budget 2024માં સૌને ઈન્કમ ટેક્સમાં છૂટની રાહ હતી. ટેક્સના ભારને ઓછો કરવા માટે સરકાર કોઈ એલાન કરશે એવી ટેક્સપેયર્સને આશા હતી. પરંતુ નાણામંત્રીએ ટેક્સ પર કોઈ રાહત ન આપી. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન થવાથી ટેક્સપેયર્સની આશા તૂટી છે. ટેક્સ સ્લેબ અને ટેક્સ રિજીમમાં કોઈ ફેરફાર નથી કરાયો. તેનો અર્થ છે કે તમે જે રેટ પર ટેક્સ આપી રહ્યા છો, તે રેટ પર તમારે ઈન્કમ ટેક્સ આપવો પડશે. 8 કરોડથી વધુ એવા ટેક્સ પેયર્સ છે જેમણે એસેસમેન્ટ યર 2023-24માં રિટર્ન ફાઈલ કર્યું હતું તેમને નિરાશા હાથ લાગી છે.
બજેટ 2023-24માં રજૂ કરાયેલો ટેક્સ સ્લેબ
- 0 થી 3 લાખ પર 0 ટકા
- 3 થી 6 લાખ સુધી 5 ટકા
- 6 થી 9 લાખ પર 10 ટકા
- 9 થી 12 લાખ પર 15 ટકા
- 12 થી 15 લાખ પર 20 ટકા
- 15 થી વધુ લાખ પર 30 ટકા
જૂનો ઈન્કમ ટેક્સ સ્લેબ
- 2.5 લાખ સુધી 0 ટકા
- 2.5 લાખથી 5 લાખ સુધી 5 ટકા
- 5 લાખથી 10 લાખ સુધી 20 ટકા
- 10 લાખથી વધુ લાખ પર 30 ટકા
- કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરાયો
- 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
- ટેક્સ સ્લેબમાં કોઈ નવી જાહેરાત નહીં
1 કરોડ ટેક્સપેયર્સને થશે લાભ
જોકે તેમ છતા 1 કરોડ લોકોને ટેક્સથી જોડાયેલા લાભ મળશે કારણ કે નાણામંત્રીએ વર્ષોથી પેન્ડિંગ બાકી પ્રત્યક્ષ ટેક્સ માંગોને પરત લેવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 1962થી જેટલા જૂના ટેક્સથી જોડાયેલા વિવાદ કેસ ચાલી રહ્યા છે તેમની સાથે વર્ષ 2009-10 સુધી પેન્ડિંગ રહેલા પ્રત્યક્ષ કર માંગોથી જોડાયેલા 24 હજાર રૂપિયા સુધીના વિવાદિત મામલાઓને પરત લેવામાં આવશે. એજ રીતે 2010-11થી 2014-15 વચ્ચેના પેન્ડિંગ પ્રત્યક્ષ કર માંગોથી જોડાયેલા 10 હજાર રૂપિયા સુધીના મામલાઓને પરત લેવામાં આવશે. તેનાથી ઓછામાં ઓછા એક કરોડ ટેક્સપેયર્સને ફાયદો થશે. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરોની સાથો સાથ ઈમ્પોર્ટ ડ્યૂટી માટે પણ સમાન દરોને યથાવત્ રખાયા છે. સ્ટાર્ટઅપ્સ અને સોવરેન વેલ્થ અને પેન્શન ફંડ્સમાં રોકાણ કરનારાઓને ટેક્સ સુવિધાઓ ઉલબ્ધ કરાવાશે.
જો આવકવેરાના નિયમોની વાત કરીએ તો તે મુજબ જો તમારી વાર્ષિક આવક રૂ. 5 લાખ સુધી હોય તો તમારો ટેક્સ રૂ. 12,500 થઇ જાય છે, પરંતુ કલમ 87A હેઠળ રિબેટ મળવાને કારણે રૂ.5માં આવકવેરો ભરવાનો દાવો લાખ સ્લેબ શૂન્ય બને છે. આ ઉપરાંત, નવા અને જૂના બંને પ્રકારના ટેક્સ સિસ્ટમમાં 50 હજાર રૂપિયા સુધીના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Budget 2024 : બજેટ ભાષણ દરમિયાન નિર્મલા સીતારમણે કરી આ મોટી વાતો…