Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Stock Market : શેરબજારે રચ્યો ઈતિહાસ,સેન્સેક્સ 72641ને પાર, નિફ્ટી ઓલ ટાઈમ હાઈ

Stock Market  : શેરબજારે (Stock Marke) આજે એક નવો ઈતિહાસ રચ્યો હતો. Nifty  ઓલ ટાઈમ હાઈ સપાટીના સ્તરને સ્પર્શી હતી. 21898 પહોંચી હતી. નવા શિખરે પહોંચી હતી.BSE સેન્સેક્સ 847 પોઈન્ટ અથવા 1.18 ટકા વધીને 72,568 પોઈન્ટ પર બંધ થયો હતો....
stock market   શેરબજારે રચ્યો ઈતિહાસ સેન્સેક્સ 72641ને પાર  નિફ્ટી ઓલ ટાઈમ હાઈ

Stock Market  : શેરબજારે (Stock Marke) આજે એક નવો ઈતિહાસ રચ્યો હતો. Nifty  ઓલ ટાઈમ હાઈ સપાટીના સ્તરને સ્પર્શી હતી. 21898 પહોંચી હતી. નવા શિખરે પહોંચી હતી.BSE સેન્સેક્સ 847 પોઈન્ટ અથવા 1.18 ટકા વધીને 72,568 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 72,720ની ટોચે પહોંચ્યો હતો. NSE નિફ્ટી 247 પોઈન્ટ અથવા 1.14 ટકાના વધારા સાથે 21,894 પોઈન્ટ પર બંધ થયો હતો. દિવસના કામકાજ દરમિયાન નિફ્ટી 21,928 પોઈન્ટની ટોચે પહોંચ્યો હતો.

Advertisement

Advertisement

ભારતીય શેરબજાર જોરદાર ઉછાળા સાથે બંધ

કારોબારના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું હતું, આજના કારોબાર સમાપ્તીના સમયે બીએસઈ સેન્સેક્સ 847 પોઈન્ટના ઉછાળા સાથે તો નિફ્ટી 248ના પોઈન્ટના વધારા સાથે 21,894 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી હવે 22,00ના આંકડાથી થોડા અંતરે જ છે. આજના શેરબજાર ઓલટાઈમ હાઈ સપાટી માટે તમામ ક્રેડિટ IT શેરોને જાય છે. જે જબરદસ્ત વૃદ્ધિનો સાક્ષી છે. આઈટી શેરોમાં ભારે ખરીદીના કારણે નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ એક વર્ષની ટોચે પહોંચી ગયો હતો.

IT સેક્ટરમાં 5 ટકાનો ઉછાળો

Advertisement

BSE નો IT ઈન્ડેક્સ પણ 1800 પોઈન્ટ અથવા લગભગ 5 ટકાના ઉછાળા સાથે 37,163 પોઈન્ટની ટોચે પહોંચ્યા હતો. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ઈન્ફોસિસ સાત ટકાના જોરદાર ઉછાળા સાથે નિફ્ટીમાં ટોપ ગેઈનર બન્યો હતો. ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા પણ લગભગ ચાર ટકા વધ્યા હતા.

માર્કેટ કેપમાં રૂ. 3 લાખ કરોડનો ઉછાળો

શેરબજાર (Stock Marke) માં આવેલી જોરદાર તેજીને કારણે બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ માર્કેટ ઈન્ડેક્સની જેમ જ વિક્રમી ઊંચાઈએ પહોંચી ગઈ છે. આજના વેપારમાં લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 370.44 લાખ કરોડ હતું જે અગાઉના સત્રમાં રૂ. 370.48 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

આ પણ વાંચો - FY24 Direct Tax Collection: કેન્દ્ર સરકારની આવકમાં ધરખમ વધારો

Tags :
Advertisement

.