ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Stock Market: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 856 પોઇન્ટ તૂટ્યો

શેબજારમાં ઘટાડા સાથે બંધ થયું સેન્સેક્સ 856 પોઇન્ટ તૂટ્યો એકવાર લાલ નિશાનમાં બંધ થયું   Stock Market Closing: સમોવરે શેબજારમાં ઘટાડા સાથે બંધ થયું છે જેમાં સ્થાનિક શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી વૈશ્વિક બજારોમાંથી મિશ્ર...
04:06 PM Feb 24, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Stock Market Closing

 

Stock Market Closing: સમોવરે શેબજારમાં ઘટાડા સાથે બંધ થયું છે જેમાં સ્થાનિક શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે સોમવારે ભારતીય શેરબજાર ફરી એકવાર લાલ નિશાનમાં બંધ થયું. આ સતત પાંચમું ટ્રેડિંગ સત્ર છે જ્યારે બજાર લાલ નિશાનમાં બંધ થયું છે.

 

શેરબજારમાં કડાકો

સોમવારે શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત જોવા મળ્યો છે. શેરબજાર લાલ નિશાનમાં જ બંધ રહ્યું હતું. સેન્સેક્સ 856 પોઇન્ટના ઘટાડા સાથે 74,456 અંક પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 243 પોઇન્ટના ઘટાડા સાથે 22,548 અંક પર બંધ થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લાદવાની ધમકીની અસરને પગલે આજે શેરબજારમાં કડાકો બોલાયો હતો.

આ પણ  વાંચો -એલોન મસ્કની ટેસ્લાને મળી ઓફરોની ભરમાર, કર્ણાટક, તેલંગાણા પછી આંધ્રપ્રદેશ પણ તૈયાર

રોકાણકારોએ 5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

સોમવારે શેરબજારમાં આવેલા મોટા ઘટાડાને કારણે રોકાણકારોને 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. સોમવારે BSE પર લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 397,81,410 કરોડ થયું. જ્યારે શુક્રવારે તે 402,95,043 કરોડ રૂપિયા હતું. આ રીતે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 5,13,633 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

 

Tags :
global marketsListed CompanyListed on BSEmarket closedmixed signalsNiftySensextrading session