Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock Market Closing : શેરબજાર તેજી બાદ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ

 Stock Market Closing : ભારતીય શેરબજાર આજે સોમવારે 27 મેના દિવસે ફલેટ ક્લોઝ થયું છે. સોમવારે સેન્સેક્સે પ્રથમ વખત 76,000ની સપાટી પાર કરી હતી. તે જ સમયે, NSE નિફ્ટી પણ નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો હતો. 30 શેરો...
stock market closing   શેરબજાર તેજી બાદ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ
Advertisement

 Stock Market Closing : ભારતીય શેરબજાર આજે સોમવારે 27 મેના દિવસે ફલેટ ક્લોઝ થયું છે. સોમવારે સેન્સેક્સે પ્રથમ વખત 76,000ની સપાટી પાર કરી હતી. તે જ સમયે, NSE નિફ્ટી પણ નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો હતો. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ બપોરે કારોબાર દરમિયાન 599.29 પોઈન્ટ વધીને 76,009.68ની ઓલટાઈમ ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. NSE નિફ્ટી 153.7 પોઈન્ટ વધીને 23,110.80ની નવી વિક્રમી ટોચે પહોંચ્યો હતો. જોકે, ટ્રેડિંગના છેલ્લા કલાકમાં વેચવાલીના વર્ચસ્વને કારણે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા હતા.

Advertisement

Advertisement

બજાર કયા સ્તરે બંધ થયું?

BSE સેન્સેક્સ 19.89 પોઈન્ટ અથવા 0.03 ટકા ઘટીને 75,390 પર બંધ થયો. આ સિવાય NSE નો નિફ્ટી 24.65 પોઈન્ટ અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 22,932 ના સ્તર પર બંધ થયો હતો.

Advertisement

આ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો

સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, લાર્સન એન્ડ ટુબ્રો અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. વિપ્રો, એનટીપીસી, મારુતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરને નુકસાન થયું હતું. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, હોંગકોંગનો હેંગસેંગ, જાપાનનો નિક્કી અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ વધનારાઓમાં હતા. શુક્રવારે યુએસ બજારો સકારાત્મક નોંધ પર બંધ થયા હતા.

બેન્ક નિફ્ટીનો ઉત્સાહ ઊંચો રહ્યો હતો

બેન્ક નિફ્ટીના 12માંથી 10 શેરમાં ટ્રેડિંગ વધીને બંધ થયું હતું અને 2 શેરમાં ઘટાડો રહ્યો હતો. તેમાંથી ICICI બેન્ક અને ફેડરલ બેન્ક નજીવા ઘટાડા સાથે બંધ થયા છે. પીએનબીમાં સૌથી વધુ 2.85 ટકા અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક 2.63 ટકાના વધારા સાથે બંધ થયા હતા. બેંક નિફ્ટી આજે 310.15 પોઈન્ટના ઉછાળા સાથે 49,281 પર બંધ થયો હતો અને દિવસના કારોબાર દરમિયાન તે 49,688ની ટોચે પહોંચ્યો હતો.

આ પણ  વાંચો - SBI એ ગ્રાહકો માટે ચેતવણી કરી જાહેર, SMS થી છેતરપિંડીનું ચાલી રહ્યું કૌભાંડ

આ પણ  વાંચો - Mobile : દેશના 6 લાખ મોબાઈલ નંબર થશે બંધ? સરકારે આપ્યા તપાસના આદેશ

આ પણ  વાંચો - Stock Market : ઓલટાઈમ હાઈ બાદ ભારતીય શેરબજાર ફલેટ પર બંધ

Tags :
Advertisement

Trending News

.

×