Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Share Market : શેરબજારમાં સૌથી મોટો કડાકો, રોકાણકારોના કરોડો સ્વાહા

Share Market  : ભારતીય શેરબજાર (Share Market ) માં આજનો દિવસ ભારે વીત્યો હતો. છેલ્લાં કેટલાક દિવસોથી બજારમાં ચાલી રહેલી બુલ રન પર એકાએક બ્રેક વાગતાં આજે સેન્સેક્સમાં 2.21%નો કડાકો બોલાઈ ગયો હતો. આ સાથે સેન્સેક્સ 1613.64 પોઈન્ટના ઘટાડા સાથે...
04:53 PM Jan 17, 2024 IST | Hiren Dave
Stock Market Closing

Share Market  : ભારતીય શેરબજાર (Share Market ) માં આજનો દિવસ ભારે વીત્યો હતો. છેલ્લાં કેટલાક દિવસોથી બજારમાં ચાલી રહેલી બુલ રન પર એકાએક બ્રેક વાગતાં આજે સેન્સેક્સમાં 2.21%નો કડાકો બોલાઈ ગયો હતો. આ સાથે સેન્સેક્સ 1613.64 પોઈન્ટના ઘટાડા સાથે સીધું લપસીને 71.515.13 પર આવી ગયો હતો.

 

નિફ્ટીમાં પણ મોટો કડાકો

Share Market  જ્યારે બીજી બાજુ નિફ્ટીની પણ હાલત દયનીય જોવા મળી હતી. તેમાં 460.35 પોઇન્ટનો ઘટાડો થયો હતો અને આ સાથે નિફ્ટી 21571.95 પોઈન્ટ પર પહોંચી ગઇ હતી. તેમાં પણ 2.09% નો કડાકો બોલાઈ ગયો હતો.

 

બેન્ક નિફ્ટીની શું રહી સ્થિતિ?

જ્યારે બીજી બાજુ આજે HDFC બેન્કના સ્ટોક્સની હાલત દયનીય રહેતાં અને તેમાં વેચવાલીની સ્થિતિને પગલે સમગ્ર બજારમાં તેની અસર જોવા મળી. તેના કારણે બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ લગભગ 4.28%ના કડાકા સાથે લપસીને 46064.45 પર આવી ગઇ હતી.

HDFC બેન્કના શેરોમાં 8.16 ટકાનો કડાકો

ઉલ્લેખનીય છે કે આજના દિવસે સૌથી વધુ ચર્ચામાં રહેલો સ્ટોક HDFC બેન્કનો હતો. તેમાં જ લગભગ 137 રૂપિયા એટલે કે 8.16 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. હવે આ શેરનો ભાવ 1542.15 રૂપિયાએ આવી ગયો છે. આ સાથે કોટક, એક્સિસ, એસબીઆઈ, બજાજ ફાયનાન્શ, આઈસીઆઈસીઆઈ જેવી મોટી બેનકો કે એનબીએફસીના શેરમાં પણ કડાકાની સ્થિતિ દેખાઈ હતી.

નફાવસૂલી
શેરબજાર (Share Market ) માં અનેક દિવસોથી તેજીની સ્થિતિ જોવા મળી રહી હતી. ગત મંગળવારે સેન્સેક્સ પહેલીવાર 73427.59 પોઈન્ટના લેવલ પર પહોંચી ગયો હતો. નિફ્ટીએ પણ 22000ની સપાટી કૂદાવી હતી. તેના બાદથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે હવે બજાર નફાવસૂલી તરફ આગળ વધી શકે છે અને આ આશંકા સાચી સાબિત થઇ છે.

ડોલરમાં વધારો

આજે ડૉલરમાં પણ ભારતીય રૂપિયા સામે મજબૂતી જોવા મળી રહી હતી. મજબૂત ડોલરનો અર્થ છે કે રૂપિયો નબળો પડશે જે અર્થતંત્ર માટે સારી બાબત નથી. જ્યારે ડોલર ઈન્ડેક્સ વધે છે ત્યારે ક્રૂડ ઓઈલ અને અન્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ જાય છે. આનાથી આપણો આયાત ખર્ચ વધે છે અને આપણી ચાલુ ખાતાની ખાધ વધવાની સંભાવના રહે છે.

એશિયન બજારોમાં પણ મંદડિયા હાવી

બુધવારે એશિયન શેરબજારોમાં પણ બિયર્સનો કબજો રહ્યો હતો. ચીનના શેરબજારમાં ખળભળાટ મચી ગયો હતો. 2019 ની શરૂઆતથી સૌથી નીચા સ્તરની નજીક ચીનનો શેરબજાર પહોંચી ગયો છે. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ પણ 3% તૂટ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 2.25 ટકા તૂટ્યો હતો. જાપાનના નિક્કી ઈન્ડેક્સમાં પણ મંદડીયા ભારે પડ્યા હતા.

 

આ  પણ  વાંચો  - ADANI : દાવોસમાં વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં અદાણી સમૂહની કંપનીઓએ તેલંગાણા સાથે 12400 કરોડના 4 એમઓયુ કર્યા

 

 

Tags :
Bank NiftyBSENSEStock Market Closing SensexStock Market CrashStock Market DownStock Market News
Next Article