Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એલોન મસ્કની કંપની Tesla ના શેર ગગડ્યા, જાણો શું છે કારણ

એલોન મસ્ક (Elon Musk) ની આગેવાની હેઠળની કંપની ટેસ્લા (Tesla) ના શેર સતત ગગડી રહ્યા છે. ખાસ કરીને આ વર્ષે ટેસ્લાના શેર (Tesla's Stock) માં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. શેર ગગડવા પાછળ ટેસ્લા (Tesla) ની કારમાં મંદી હોવાનું...
એલોન મસ્કની કંપની tesla ના શેર ગગડ્યા  જાણો શું છે કારણ

એલોન મસ્ક (Elon Musk) ની આગેવાની હેઠળની કંપની ટેસ્લા (Tesla) ના શેર સતત ગગડી રહ્યા છે. ખાસ કરીને આ વર્ષે ટેસ્લાના શેર (Tesla's Stock) માં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. શેર ગગડવા પાછળ ટેસ્લા (Tesla) ની કારમાં મંદી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે, ટેસ્લાએ તાજેતરમાં જ તેવા વૈશ્વિક કાર્યબળમાં લગભગ 10 ટકાનો ઘટાડો કર્યો છે.

Advertisement

Tesla કંપનીના શેરમાં સતત ઘટાડો 

એલોન મસ્કની આગેવાની હેઠળના ટેસ્લાના શેરમાં મંગળવારે ઘટાડો ચાલુ રહ્યો હતો. યુએસ-લિસ્ટેડ ટેસ્લાનો સ્ટોક મંગળવારના ટ્રેડિંગ સેશનમાં 2.7 ટકા ઘટીને $157.11 પર બંધ થયો હતો. જો કે, તે 2.71 ટકા ઘટીને US$157.11 પર બંધ થયો હતો. મંગળવારે શેરના ભાવમાં ઘટાડા સાથે, EV નિર્માતાનું બજાર મૂલ્ય US$500 બિલિયનથી નીચે ગયું છે. 2024 ની શરૂઆતથી ટેસ્લાના શેરમાં 37 ટકાનો ઘટાડો થયો છે. 2024માં S&P 500 ઇન્ડેક્સમાં તે બીજા નંબરનો સૌથી મોટો ઘટતો સ્ટોક છે. તેના કારણે શેરધારકોની સંપત્તિમાં 290 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અમેરિકન મીડિયાના અહેવાલમાં કહેવાયું છે કે ટેસ્લાના શેરે છેલ્લા એક વર્ષમાં આટલું નબળું ક્લોઝિંગ આપ્યું નથી. તે તેના 52-સપ્તાહના નીચલા સ્તરથી સહેજ ઉપર બંધ રહ્યો હતો.

કંપની કરશે કર્મચારીઓની છટણી

એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ જાયન્ટ ટેસ્લા તેના 10% થી વધુ કર્મચારીઓની છટણી કરશે. જણાવી દઈએ કે કંપની વેચાણમાં ઘટાડો અને વધતી કિંમતોથી સંઘર્ષ કરી રહી છે. આ કારણોસર કંપની છટણી કરવા જઈ રહી છે. મસ્કે છેલ્લે 2022માં છટણીની જાહેરાત કરી હતી. યુએસ રેગ્યુલેટર્સ સાથેની ફાઇલિંગ અનુસાર, ટેસ્લાનું વર્કફોર્સ 2021 ના ​​અંતમાં આશરે 1,00,000 થી વધીને 2023 ના અંતે 1,40,000 થી વધુ થવાનું છે. આવી સ્થિતિમાં જો 10 ટકા કર્મચારીઓને છૂટા કરવામાં આવે તો તેમની સંખ્યા 14 હજારની આસપાસ હશે. આ મહિનાની શરૂઆતમાં, ટેસ્લાએ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના વેચાણના આંકડા રજૂ કર્યા હતા. આ વિશ્લેષકોના અંદાજ કરતાં ઘણું ઓછું છે. આનાથી ટેસ્લાની વૃદ્ધિની વાર્તા પર શંકાના વાદળો ઘેરાયા છે. તેમજ અમેરિકન મીડિયાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ સસ્તી EV બનાવવાનો પ્લાન રદ્દ કરી દીધો છે. કંપની હાલમાં રોબોટેક્સી પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંપની તેને ઓગસ્ટમાં રજૂ કરી શકે છે.

Advertisement

આ પણ વાંચો - Tata Tesla Deal : ટેસ્લા અને ટાટાની જુગલબંધી! બંનેએ કરી આ મોટી ડીલ

આ પણ વાંચો - Elon Musk in India : PM મોદીને મળવા એલન મસ્ક આતુર! પોસ્ટ કરીને મસ્કે કહી આ વાત

Advertisement

Tags :
Advertisement

.