ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Share:આ શેરે 2 વર્ષમાં 482 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું

Suzlon Share શેરે 2 વર્ષમાં બમ્પર રિટર્ન આપ્યું 86.04 રુપિયાની ટોચે પહોંચ્યો હતો સુઝલોન એક વર્ષમાં લગભગ 62 ટકાનો વધારો થયો   Suzlon Share: સુઝલોન એનર્જીના શેર મંગળવારે 31 ડિસેમ્બરના રોજ લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બપોર દરમિયાન...
06:41 PM Dec 31, 2024 IST | Hiren Dave
Suzlonenergy

 

Suzlon Share: સુઝલોન એનર્જીના શેર મંગળવારે 31 ડિસેમ્બરના રોજ લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બપોર દરમિયાન શેર 1.12 ટકાના વધારા સાથે 62.11 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રિસિલે એક વર્ષમાં બીજી વખત સુઝલોન પર તેના રેટિંગમાં સુધારો કર્યો છે. ક્રિસિલ રેટિંગ્સે કંપનીના મજબૂત પ્રદર્શન અને સુધારેલા નફાને ધ્યાનમાં રાખીને પોઝિટિવ આઉટલુક સાથે તેનું ક્રેડિટ રેટિંગ 'ક્રિસિલ A' માં અપગ્રેડ કર્યું છે.

 

86.04 રુપિયાની ટોચે પહોંચ્યો હતો સુઝલોન

સુઝલોન એનર્જીનું માર્કેટ કેપ વધીને લગભગ રૂપિયા 84,381 કરોડ થયું છે. સુઝલોન એનર્જીના શેરમાં એક વર્ષમાં લગભગ 62 ટકાનો વધારો થયો છે અને બે વર્ષમાં સ્ટોકમાં 482 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આ વર્ષે 12 સપ્ટેમ્બરે શેર 86.04 રુપિયાની ટોચે પહોંચ્યો હતો. તે જ સમયે 14 માર્ચ 2024 ના રોજ શેર તેની નીચી સપાટી 35.49 રૂપિયા પર આવી ગયો હતો.

આ પણ  વાંચો -Gold Price Today: વર્ષના છેલ્લા દિવસે સોનાના ભાવમાં ફેરફાર, જાણો નવો ભાવ

કંપનીનો પોઝિટિવ આઉટલુક

CRISIL એ 2024 ની શરૂઆતમાં સુઝલોનને 'CRISIL A-' રેટિંગ આપી હતી. જે હવે કંપનીના સુધારેલા નાણાકીય માપદંડો અને ગતિશીલ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વધતી તકોને ધ્યાનમાં રાખીને 'CRISIL A'માં અપગ્રેડ કરવામાં આવી છે. CRISIL રેટિંગ્સે સુઝલોનના રેટિંગ પર પોઝિટિવ આઉટલુક જાળવી રાખ્યો છે.

આ પણ  વાંચો -Share Market Closing: શેરબજારને મિશ્ર પ્રતિસાદ, સેન્સેક્સ 109 પોઈન્ટ તૂટયો

કંપની શું કરે છે ?

સુઝલોન રિન્યુએબલ એનર્જી સોલ્યુશન પ્રોવાઈડર કંપની છે. કંપની વિન્ડ ટર્બાઇન બનાવે છે. આ સિવાય તે સોલાર સોલ્યુશનની એક રેન્જ પણ ઓફર પણ આપે છે. છેલ્લાં 29 વર્ષોમાં કંપનીએ 17 દેશોમાં 20 ગીગાવોટથી વધુ પવન ચક્કી સ્થાપિત કરી છે.

Tags :
gujaratiFirstStockmarketSuzlonSuzlonenergysuzlonshare
Next Article