Share Market Update Today: રોકાણકારોની સંપત્તિમાં ઐતિહાસિક વધારો, 14 હજાર કરોડને પાર
Share Market Update Today: આજરોજ BSE Sensex અને Nifty માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. તો રિયલ્ટી Index માં 1% નો વાધારો આવ્યો છે. તો FMCG, IT, Metal અને Telecom માં સરેરાશ 0.3 થી 0.9% નો વધારો નોંધાયો છે. તો બીજી તરફ મીડિયા Index માં 1% નો ઉછાળો નોંધાયો છે. તે ઉપરાંત BSE Mid Cap માં 0.3% નો વધારો આવ્યો છે. તે ઉપરાંત ગુટ્સ Index માં 0.5% નો ઘટાડો આવ્યો છે.
BSE ના Mid Cap ની કિંમત 14 હજાર કરોડે પહોંચી
BSE Sensex ના 14 Share માં ઘટાડો નોંધાયો
Kotak માં 2.07% નો સૌથી વધુ ઘટાડો
ત્યારે આજરોજ Share બજારમાં રોકાણકારોની સંપત્તિમાં 14 હજાર કરોડનો વધારો આવ્યો છે. તો BSE Sensex માં 51.69 પોઈન્ટનો વધારો થતા Sensex 80716.55 ની સપાટીએ બંધ થયો હતો. જોકે દિવસ દરમિયાન 80,898.30 ની સપાટીએ Sensex જોવા મળ્યો હતો. તે ઉપરાંત Nifty માં 26.30 પોઈન્ટના વધારા સાથે 24,613.00 ની સપાટીએ બંધ થયો હતો. જોકે Nifty પણ દિવસ દરમિયાન 24,661.25 ની સપાટીએ પહોંચ્યો હતો. તો BSE ની Market Capitalization ની કિંમત વધીને 455.20 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.
BSE Sensex ના 14 Share માં ઘટાડો નોંધાયો
તો BSE ના Mid Cap ની કિંમત 14 હજાર કરોડે પહોંચી છે. તેની સાથે BSE Sensex ના કુલ 30 Share પૈકી 16 Share માં વધારો આવ્યો હતો. તો આજરોજ સૌથી વધુ HUL માં 2.43% નો વધારો આવ્યો છે. તેના બાદ Bharti Airtel, Tech Mahindra, Infosys અને M&M માં ક્રમશ: 0.95% થી લઈને 2.04% નો ઉછાળો નોંધાયો હતો. તો BSE Sensex ના 14 Share માં ઘટાડો નોંધાયો છે.
Kotak માં 2.07% નો સૌથી વધુ ઘટાડો
તેથી BSE Sensex ના Kotak Mahindra Bank ના Share માં 2.07% નો સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. બીજી તરફ RIL, NTPC, UltraTech Cement અને Tata Motors માં ક્રમશ: 0.43% થી લઈને 1.37% નો ઘટાડો આવ્યો હતો. તો BSE ના કુલ 4008 Share આજે કારોબાર કરતા જોવા મળ્યા હતાં. તેમાંથી 2020 Share માં વધારો આવ્યો છે. જ્યારે 1892 Share માં ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો: Zomato ના CEO ની નેટવર્થમાં અચાનક થયો અધધધ રૂપિયાનો વધારો