Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SHARE MARKET: શેરબજારમાં તેજી સાથે બંધ,સેન્સેક્સમાં 626 પોઈન્ટનો ઉછાળો

SHARE MARKET: ભારતીય શેરબજાર (SHAREMARKET)આજે એટલે કે, 18 જુલાઈએ ગુરુવારે શાનદાર તેજી સાથે બંધ થયું હતું. જ્યારે સવારે માર્કેટ રેડ ઝોનમાં ઓપન થઈ કારોબાર કરી રહ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 81,522 અને નિફ્ટી 24,829ને સ્પર્શ્યો હતો. જોકે, બાદમાં બજાર થોડું...
share market  શેરબજારમાં તેજી સાથે બંધ સેન્સેક્સમાં 626 પોઈન્ટનો ઉછાળો

SHARE MARKET: ભારતીય શેરબજાર (SHAREMARKET)આજે એટલે કે, 18 જુલાઈએ ગુરુવારે શાનદાર તેજી સાથે બંધ થયું હતું. જ્યારે સવારે માર્કેટ રેડ ઝોનમાં ઓપન થઈ કારોબાર કરી રહ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 81,522 અને નિફ્ટી 24,829ને સ્પર્શ્યો હતો. જોકે, બાદમાં બજાર થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 626 પોઈન્ટના વધારા સાથે 81,343 પર બંધ થયો. આ સમયે, નિફ્ટીમાં 187 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, તે 24,800ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં ઉછાળો અને 8માં ઘટાડો જોવા મળ્યો હતો. આ પહેલા મંગળવારે પણ બજારે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી. જ્યારે ગઈકાલે એટલે કે બુધવારે મોહરમની રજાના દિવસે બજાર બંધ હતું.

Advertisement

આ શેર્સમાં વધારો

નિફ્ટી પેક શેરોમાં (SHARE MARKET)આજે સૌથી મોટો વધારો LTI માઇન્ડટ્રીમાં 3.48 ટકા, ONGCમાં 2.99 ટકા, TCSમાં 2.84 ટકા, વિપ્રો 2.41 ટકા અને બજાજ ફિનસર્વમાં 2.39 ટકા નોંધાયો હતો. તે જ સમયે, હીરો મોટોકોર્પમાં 1.49 ટકા, કોલ ઈન્ડિયામાં 1.48 ટકા, એશિયન પેઇન્ટમાં 1.40 ટકા, ગ્રાસિમમાં 1.25 ટકા અને બજાજ ઓટોમાં 0.86 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોની સ્થિતિ

ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો આજે સૌથી મોટો ઘટાડો નિફ્ટી મીડિયામાં 3.62 ટકા નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 1.03 ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.40 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.01 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.01 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.05 ટકા અને નિફ્ટી મેટલમાં 0.99 ટકાનું નુકસાન નોંધાયું હતું. આ સિવાય સૌથી વધુ વધારો નિફ્ટી આઈટીમાં 2.23 ટકા નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી બેન્કમાં 0.37 ટકા, નિફ્ટી ઓટોમાં 0.43 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.52 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.94 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 0.34 ટકા, નિફ્ટી હેલ્થકેરમાં 0.18 ટકા અને 0.04 ટકાનો વધારો નોંધાયો હતો.

Advertisement

આ પણ  વાંચો -supreme courts ના આદેશ બાદ RBI એ નિયમોમાં કર્યા ફેરફાર

આ પણ  વાંચો -Railway Budget કેમ હવે સંસદમાં રજૂ નથી કરાતું...?

Advertisement

આ પણ  વાંચો -Jamnagar : જાજરમાન લગ્ન સમારોહ બાદ અંબાણી દંપતિ જામનગર પહોંચ્યું

Tags :
Advertisement

.