Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SHARE MARKET: બજેટ પહેલા શેરબજાર લાલ નિશાનમાં બંધ, Wipro અને Reliance માં મોટો કડાકો

SHARE MARKET: ભારતીય શેરબજાર ( SHARE MARKET) આજે એટલે કે, 22 જુલાઈએ સોમવારે ઘટાડા સાથે બંધ થયું હતું. શનિવારે પણ માર્કેટ ભારે કડાકા સાથે બંધ થયું હતું. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળી છે. બજેટની પહેલા...
share market  બજેટ પહેલા શેરબજાર લાલ નિશાનમાં બંધ  wipro અને reliance માં મોટો કડાકો

SHARE MARKET: ભારતીય શેરબજાર ( SHARE MARKET) આજે એટલે કે, 22 જુલાઈએ સોમવારે ઘટાડા સાથે બંધ થયું હતું. શનિવારે પણ માર્કેટ ભારે કડાકા સાથે બંધ થયું હતું. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળી છે. બજેટની પહેલા ઓટો સ્ટોક્સમાં પણ વેચવાલી જોવા મળી છે. આજના કારોબારી સત્ર સમાપ્ત થતા બીએસઈ સેન્સેક્સ 102.57 અંકના ઘટાડા સાથે 80,502 અંક પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 21.65 અંકના ઘટાજા સાથે 24,509.25 અંક પર બંધ થયો હતો.

Advertisement

અગાઉ, શુક્રવારે એટલે કે 19 જુલાઈના રોજ, શેરબજારે સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે ઓલટાઈમ હાઈ સ્તર બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 81,587ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી 24,853ના સ્તરને સ્પર્શ્યો. જોકે આ પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 738 પોઈન્ટના ઘટાડા સાથે 80,604 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 269 પોઈન્ટ ઘટીને 24,530 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં ઘટાડો અને 4માં વધારો જોવા મળ્યો હતો.

રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો નોંધાયો

આજના કારોબારી સત્રમાં મિડ-કેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં ઉછાળાને લીધે રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. બીએસઈ પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ 448.38 લાખ કરોડ રૂપિયા પર ક્લોઝ થયું છે. જે ગત કારોબારી સત્રમાં 446.38 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. જેથી આજના કારોબારી સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં બે લાખ કરોડનો ઘટાડો થયો છે.

Advertisement

આ શેરોમાં સૌથી વધુ ઘટાડો

નિફ્ટી પેક શેર્સમાં આજે સૌથી વધુ ઘટાડો વિપ્રોમાં 9.31 ટકા, રિલાયન્સમાં 3.42 ટકા, કોટક બેન્કમાં 3.25 ટકા, ITCમાં 1.74 ટકા અને SBI લાઇફમાં 1.74 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, ગ્રાસિમમાં સૌથી વધુ 2.58 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 2.41 ટકા, NTPCમાં 2.22 ટકા, HDFC બેન્કમાં 2.16 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 2.03 ટકાનો વધારો નોંધાયો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોની સ્થિતિ

ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે સૌથી વધુ વધારો નિફ્ટી ઓટોમાં 1.13 ટકા, નિફ્ટી બેન્કમાં 0.12 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.22 ટકા, નિફ્ટી મેટલમાં 1.12 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.98 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.25 ટકા, નિફ્ટીમાં 0.25 ટકાનો વધારો નોંધાયો હતો. ખાનગી બેન્ક 0.11 ટકા, નિફ્ટી હેલ્થકેરમાં 1.01 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.36 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 1.03 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 0.58 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.48 ટકા, નિફ્ટી મીડિયામાં 0.71 ટકા, નિફ્ટી આઈટીમાં 0.43 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.41 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Advertisement

આ  પણ વાંચો  -Share Market Today Update: રેકોર્ડ બ્રેક ઉછાળા બાદ Sensex અને Nifty થયા ધડામ!

આ  પણ વાંચો  -Crypto Exchange: ભારતના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ પર થઈ કરોડની ચોરી

આ  પણ વાંચો -Toll Plaza :FASTag ન ધરાવતા વાહનો પાસેથી વસૂલશે આટલો ટોલ ટેક્સ

Tags :
Advertisement

.