Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Share Market : શેરબાજર ગ્રીન ઝોનમાં ખુલ્યું,આ સેક્ટરમાં તેજી

શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું સેન્સેક્સ 117.15 પોઈન્ટ નિફ્ટી 51.80 પોઈન્ટનો વધારો Share Market : ભારતીય શેરબજાર(Share Market)આજે ગુરુવારે મામૂલી વધારા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 82,469.79 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 0.17 ટકા અથવા...
share market   શેરબાજર ગ્રીન ઝોનમાં ખુલ્યું આ સેક્ટરમાં તેજી
  • શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું
  • સેન્સેક્સ 117.15 પોઈન્ટ
  • નિફ્ટી 51.80 પોઈન્ટનો વધારો

Share Market : ભારતીય શેરબજાર(Share Market)આજે ગુરુવારે મામૂલી વધારા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 82,469.79 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 0.17 ટકા અથવા 133 પોઇન્ટના વધારા સાથે 82,488 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 શેર લીલા નિશાન પર અને 19 શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી શરૂઆતના કારોબારમાં 0.15 ટકા અથવા 38 પોઇન્ટના વધારા સાથે 25,236 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 26 શેર લીલા નિશાન પર, 23 શેર લાલ નિશાન પર અને એક શેર કોઈ ફેરફાર સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

Advertisement

આ શેર્સમાં વધારો જોવા મળ્યો હતો

ગુરુવારે નિફ્ટી પેક શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.71 ટકા, શ્રીરામ ફાઇનાન્સમાં 1.18 ટકા, ટાટા સ્ટીલમાં 1.03 ટકા, ITCમાં 0.86 ટકા અને વિપ્રોમાં 0.61 ટકાનો સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે, Hero MotoCorpમાં 0.58 ટકા, HDFC લાઇફમાં 0.57 ટકા, કોલ ઇન્ડિયામાં 0.46 ટકા, નેસ્લે ઇન્ડિયામાં 0.46 ટકા અને SBI લાઇફમાં 0.38 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -Gold Price : સોનાના ભાવમાં સતત 2 મહિનાથી ઘટાડો,જાણી લો આજનો લેટેસ્ટ ભાવ

બેંકીં સેક્ટમાં તેજી

ત્યારે તમને જણાવી દઈ કે  સૌથી વધુ વધારો નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.94 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.28 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.28 ટકા, નિફ્ટી હેલ્થકેરમાં 0.15 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 0,29 ટકાનો વધારો નોંધાયો હતો. નિફ્ટી પીએસયુ બેન્ક 0.04 ટકા, નિફ્ટી મેટલમાં 0.49 ટકા, નિફ્ટી મીડિયામાં 0.72 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.15 ટકા, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસમાં 0.21 ટકા અને નિફ્ટી બેન્કમાં 0.24 ટકા. આ સિવાય નિફ્ટી ઓટોમાં 0.01 ટકા, નિફ્ટી આઈટીમાં 0.01 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.05 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.13 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

Advertisement

Tags :
Advertisement

.