SHARE MARKET: શેરબજારમાં ખૂલતાની સાથે તેજી, સેન્સેક્સ 200 પોઈન્ટનો ઉછાળો
SHARE MARKET: ભારતીય શેરબજાર (SHARE MARKET)આજે એટલે કે, 15 જુલાઈએ સોમવારે શાનદાર તેજી સાથે ખુલ્યું છે. શુક્રવારે પણ માર્કેટ ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના વધારા સાથે 80,750ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી પણ 50 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. તે 24,550ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં વધારો અને 6માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે આઈટી, મેટલ અને ઓટો શેર્સમાં વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ પહેલા શુક્રવાર એટલે કે 12 જુલાઈના રોજ શેરબજાર તેની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું હતું.
આ કંપનીઓના શેરમાં વધારો
સેન્સેક્સ લિસ્ટેડ કંપનીઓમાં એચસીએલ ટેક્નોલોજીસના શેરમાં ત્રણ ટકાથી વધુનો વધારો થયો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, મારુતિ, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને કોટક મહિન્દ્રા બેંકના શેર પણ નફાકારક હતા. ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ અને એક્સિસ બેન્કના શેરને નુકસાન થયું હતું. એશિયન બજારોમાં ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી નફામાં હતો જ્યારે હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં હતો.
અમેરિકન માર્કેટમાં મિશ્ર વલણ
શુક્રવારે યુએસ માર્કેટ મિશ્ર સેન્ટિમેન્ટ સાથે બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.20 ટકા વધીને US$85.20 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) શુક્રવારે મૂડીબજારમાં ખરીદદાર રહ્યા હતા અને તેમણે રૂ. 4,021.60 કરોડના શેરની ખરીદી કરી હતી.
શુક્રવારે બજારે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી
ગયા સપ્તાહની શરૂઆતમાં, શુક્રવારે (12 જુલાઈ) શેરબજારે ઓલટાઈમ ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. સેન્સેક્સે 80,893ની ઓલટાઈમ ઊંચી સપાટી બનાવી છે અને નિફ્ટીએ 24,592ની ઓલટાઈમ હાઈ સપાટી બનાવી છે. જો કે, બાદમાં બજાર વિક્રમી ઊંચાઈથી થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 622 પોઈન્ટ વધીને 80,519 પર અને નિફ્ટી 186 પોઈન્ટ વધીને 24,502 પર બંધ થયો.
આ પણ વાંચો - Ambani Wedding Gifts:અંબાણી પરિવારે આ લોકોને આપી કરોડો રૂપિયાની ઘડિયાળ
આ પણ વાંચો - Nita Ambani એ પુત્રને નજર ના લાગે તે માટે……!
આ પણ વાંચો - CNG Rate News: સરકારે આપી મોટી રાહત…. CNG ના ભાવમાં આવ્યો ઘટડો