ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SHARE MARKET : શેરબજારમાં તોફાની તેજી, SENSEX 712 પોઈન્ટનો ઉછાળો

SHARE MARKET : કેન્દ્રમાં NDAની સરકાર બની ત્યારથી શેરબજારમાં (SHARE MARKET)તેજીનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એકાદ-બે દિવસની થોડી મંદી બાદ બજાર ફરી ગતિ પકડી રહ્યું છે. આજે ભારતીય બજારે એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આજના કારોબારના...
04:26 PM Jun 25, 2024 IST | Hiren Dave

SHARE MARKET : કેન્દ્રમાં NDAની સરકાર બની ત્યારથી શેરબજારમાં (SHARE MARKET)તેજીનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એકાદ-બે દિવસની થોડી મંદી બાદ બજાર ફરી ગતિ પકડી રહ્યું છે. આજે ભારતીય બજારે એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 712 પોઈન્ટના વધારા સાથે 76,456 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 183 પોઈન્ટના વધારા સાથે 23,721પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

 

શેરબજારે ફરી એકવાર રેકોર્ડ

શેરબજારે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ટ્રેડિંગ સેશન દરમિયાન 675 પોઈન્ટ વધીને 78,016.04 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જોકે, બપોરે 2:35 વાગ્યે સેન્સેક્સ 620 પોઈન્ટના વધારા સાથે 77,960.95 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. મંગળવારે સેન્સેક્સ 77,529.19 પોઈન્ટ પર ખુલ્યો હતો.

 

નિફ્ટી 151 પોઇન્ટના વધારા સાથે બંધ

તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક નિફ્ટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ડેટા અનુસાર, નિફ્ટી 23,710.45 પોઈન્ટ સાથે ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રથમ વખત જીવનકાળની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જો કે આજે નિફ્ટીમાં 172.6 પોઈન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. તે જ સમયે, નિફ્ટી 151 પોઇન્ટના વધારા સાથે 23,688.45 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

 

કયા શેરોમાં તેજી?

શેરબજારમાં ઉછાળાનું મુખ્ય કારણ બેંકિંગ શેરોમાં વધારો માનવામાં આવે છે. ડેટા અનુસાર, એક્સિસ બેંકમાં લગભગ 3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને કિંમત 1263.5 રૂપિયા પર પહોંચી ગઈ છે. શ્રીરામ ફાઇનાન્સમાં 2.70 ટકાનો વધારો, ICICI બેન્ક અને HDFC બેન્કના શેરમાં 2.25 ટકાનો વધારો જોવા મળ્યો છે. લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં દોઢ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

 

તો બીજી તરફ, BPCLનો શેર 2.50 ટકાના ઘટાડા સાથે નિફ્ટીના લુઝર્સની યાદીમાં ટોચ પર જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલના શેરમાં દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આઇશર મોટર્સનો શેર 1.40 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. ONGC અને અદાણી પોર્ટના શેર 1 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

આ પણ  વાંચો  - Nita Ambani: અનંત-રાધિકાના લગ્નનું આમંત્રણ લઈ પહોંચ્યા કાશી વિશ્વનાથ

આ પણ  વાંચો  - Bank Holiday : જુલાઈ મહિનામાં 12 દિવસ બેંકો રહેશે બંધ, વાંચો રજાની યાદી

આ પણ  વાંચો  - Wheat Stock Limit: ઘઉંનો સંગ્રહ કરવો વેપારીઓને પડશે મોંઘો,સરકારે લગાવી સ્ટોક લિમિટ

Tags :
BusinessNiftySENSEX TODAYshare-market
Next Article