Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Share market:ઘટાડા બાદ શેરબજારમાં રિકવરી,સેન્સેક્સ 963 પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેરબજાર ખૂલતાની સાથે તેજી સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો ઓટો, મેટલ અને રિયલ્ટીમાં પણ ઉછાળો Share market: અમેરિકન બજારોમાં 2 વર્ષમાં સૌથી મોટા ઘટાડા વચ્ચે ભારતીય શેરબજાર(Share market)માં આજે એટલે કે 6 ઓગસ્ટના રોજ તેજી જોવા મળી રહી છે....
share market ઘટાડા બાદ શેરબજારમાં રિકવરી સેન્સેક્સ 963 પોઈન્ટનો ઉછાળો
  1. ભારતીય શેરબજાર ખૂલતાની સાથે તેજી
  2. સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો
  3. ઓટો, મેટલ અને રિયલ્ટીમાં પણ ઉછાળો

Share market: અમેરિકન બજારોમાં 2 વર્ષમાં સૌથી મોટા ઘટાડા વચ્ચે ભારતીય શેરબજાર(Share market)માં આજે એટલે કે 6 ઓગસ્ટના રોજ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ (Sensex)1000 પોઈન્ટ (1.15%) વધીને 79670ના સ્તર પર પહોંચી ગયો છે. નિફ્ટી (nifty)પણ 280 પોઈન્ટ (1.19%) વધ્યો છે. 24,340ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

Advertisement

ઓટો, મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સમાં ઉછાળો

નિફ્ટી ઓટો, મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સમાં 2%થી વધુનો ઉછાળો છે. બેંક, આઈટી, મીડિયા 1% થી વધુ વધ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 45 વધી રહ્યા છે અને 5 ઘટી રહ્યા છે. ટાટા મોટર્સ સૌથી વધુ 3% વધ્યો છે. SBI લાઇફમાં બેઝ ટકાથી વધુનો ઘટાડો છે.શેરોની વાત કરીએ તો ટાટા મોટર્સ, મહિન્દ્રા, ટાટા સ્ટીલ જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી રહ્યા છે.તેની અસર વિશ્વભરના બજારો (stock market)પર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં ઉતાવળા નિર્ણયો લેવાથી નુકસાન થશે. હા, લાંબા ગાળા માટે રોકાણ કરવાની સારી તક છે. તમે સારી કંપનીઓના શેરોમાં થોડા પૈસા રોકી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો નવી SIP શરૂ કરીને સારું વળતર મેળવી શકે છે.

Advertisement

આ પણ  વાંચો -Stock market Crash: આ પાંચ કારણોને લઈ શેરબજારમાં આવ્યો સૌથી મોટા કડાકો

ગઈકાલે કેવું હતું શેરબજાર

સોમવારે એક દિવસ પહેલા સેન્સેક્સ 2,222 પોઈન્ટ (2.74%) ઘટીને 78,759 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટીમાં 662 પોઈન્ટ (2.68%) નો ઘટાડો જોવા મળ્યો હતો. 24,055ના સ્તરે બંધ રહ્યો હતો. BSE મિડકેપ ઈન્ડેક્સ 1,718 પોઈન્ટ (3.60%) ઘટીને 45,956 પર બંધ થયો. સ્મોલકેપ ઈન્ડેક્સ 2,297 પોઈન્ટ (4.21%) ડાઉન હતો.

Advertisement

આ પણ  વાંચો -Gautam Adani: ગૌતમ અદાણી લેશે રિટાયરમેન્ટ! જાણો કોને સોંપશે કંપનીની કમાન?

આ શેર્સમાં જોરદાર ઉછાળો

બીએસઈના ટોપ 30 શેર્સની વાત કરીએ તો તમામ શેર્સમાં તોફાની વૃદ્ધિ જોવા મળી રહી છે. ટાટા મોટર્સમાં સૌથી વધુ 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ પછી LT, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ અને ટાટા સ્ટીલના શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો છે. આ સિવાય ઈન્ફોસિસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.GE શિપિંગના શેર 5.37 ટકા, પતંજલિ ફૂડના શેર 4 ટકાથી વધુ, ગોદરેજ પ્રોપર્ટીઝ 4.68 ટકા, ઝોમેટોના શેર 4.61 ટકા વધીને રૂ. 268 પર ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે DLFનો શેર આજે 4 ટકા વધીને રૂ. 841 પર ટ્રેડ થઈ રહ્યો છે.

Tags :
Advertisement

.