Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Share Market: શેર બજારમાં તેજીનો માહોલ,સેન્સેક્સ 620 પોઈન્ટનો ઉછાળો

Share Market: ભારતીય શેરબજાર (Share Market)આજે એટલે કે, બુધવારે તા. 26મી જૂને ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. જ્યારે સવારે માર્કેટ ફ્લેટ કારોબાર કરી રહ્યું હતું. સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ થઈ ગયો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 78,759 અને નિફ્ટી...
04:49 PM Jun 26, 2024 IST | Hiren Dave

Share Market: ભારતીય શેરબજાર (Share Market)આજે એટલે કે, બુધવારે તા. 26મી જૂને ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. જ્યારે સવારે માર્કેટ ફ્લેટ કારોબાર કરી રહ્યું હતું. સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ થઈ ગયો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 78,759 અને નિફ્ટી 23,889ને ​​સ્પર્શ્યો હતો. આ પછી તે થોડો નીચે આવ્યો અને સેન્સેક્સ 620 પોઈન્ટના વધારા સાથે 78,674 ના સ્તર પર બંધ થયો હતો.નિફ્ટી પણ 147 પોઈન્ટ ઉછળ્યો હતો. 23,868ની સપાટીએ બંધ રહ્યો હતો. આ પહેલા ગઈકાલે એટલે કે 25મી જૂને પણ સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યા હતા. આજે બેન્કિંગ, આઈટી અને ઓટો શેર્સમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે.

સેક્ટોરિયલ સ્ટેટસ

બજારના આજના ઉછાળામાં એનર્જી એફએમસીજી શેરોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. બંને સેક્ટર જોરદાર બંધ રહ્યા હતા. આ સિવાય ફાર્મા, મીડિયા, ઈન્ફ્રા, બેન્કિંગ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો જોરદાર બંધ થયા છે. જ્યારે આઈટી, ઓટો, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયો છે જ્યારે મિડ કેપ શેરોનો ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયો છે.

ગઈકાલે બજારે ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી

અગાઉ ગઈકાલે એટલે કે 25મી જૂને શેરબજારે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 78,164 અને નિફ્ટી 23,754ના સ્તરને સ્પર્શ્યો હતો. આ પછી સેન્સેક્સ 712 પોઈન્ટના વધારા સાથે 78,053 ના સ્તર પર બંધ થયો. આ સાથે જ નિફ્ટીમાં પણ 183 પોઈન્ટનો વધારો થયો છે. 23,721ના સ્તરે બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારોની સ્થિતિ કેવી હતી?

આજે યુરોપના તમામ બજારો પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે અને UKનો FTSE, જર્મનીનો DAX, ફ્રાન્સના CAC અને STOXX600 ઇન્ડેક્સ જે 17 યુરોપિયન દેશોને આવરી લે છે તે પણ સારી મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યાં છે. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેંગસેંગ અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નફાકારક રહ્યો છે. મંગળવારે અમેરિકન બજારો સકારાત્મક વલણ સાથે બંધ થયા છે.

આ પણ વાંચો - FMCG સેક્ટર માટે ખુશ ખબર, 2024 માં 9 ટકા સુધી વધવાની આશા

આ પણ વાંચો - SHARE MARKET : શેરબજારમાં તોફાની તેજી, SENSEX 712 પોઈન્ટનો ઉછાળો

આ પણ વાંચો - Nita Ambani: અનંત-રાધિકાના લગ્નનું આમંત્રણ લઈ પહોંચ્યા કાશી વિશ્વનાથ

Tags :
all Time highbel share pricehal share pricehdfc bank shareInvestecireda shareireda share pricesbi share priceSensexShareshare-marketStylam Industries Ltdzomato share price
Next Article