Share Market : 4 દિવસના ઘટાડા બાદ શેરબજારમાં તેજી,Nifty 22000 ને પાર
Share market : ભારતીય શેર બજારમાં (Share market) ચાર દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ અને નિફ્ટીએ શુક્રવારે નીચા સ્તરેથી જોરદાર પુનરાગમન કર્યું અને લીલા નિશાનમાં બંધ થયા. જ્યાં સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી પણ ઉછળીને 22,150ની નજીક પહોંચી ગયો છે આ સાથે છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા બજારના ઘટાડા પર બ્રેક લાગી હતી. રોકાણકારોએ આજે એક દિવસમાં આશરે રૂ. 60,000 કરોડની કમાણી કરી છે. જોકે,બ્રોડર માર્કેટમાં દબાણ હેઠળ રહ્યું હતું. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.39 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.04 ટકા ઘટીને બંધ થયા છે. આજના કારોબાર દરમિયાન બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ આઈટી, રિયલ્ટી અને પાવર શેર્સમાં વેચવાલી જોવા મળી હતી.
ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 599.34 પોઈન્ટ અથવા 0.83% વધીને 73,088.33 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE નો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 151.15 પોઈન્ટ અથવા 0.69% ના ઉછાળા સાથે 22,147.00 ના સ્તર પર બંધ થયા છે.
રોકાણકારોએ ₹60,000 કરોડની કમાણી કરી
BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી આજે 19 એપ્રિલના રોજ વધીને રૂ. 393.49 લાખ કરોડ થઈ હતી, જે તેના પાછલા ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવાર, 18 એપ્રિલના રોજ રૂ. 392.89 લાખ કરોડ હતી. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ રૂ. 60,000 કરોડનો વધારો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 60,000 કરોડનો વધારો થયો છે.
સેન્સેક્સના 5 સૌથી વધુ ઘટી રહેલા શેર
જ્યારે સેન્સેક્સના બાકીના 8 શેર આજે નુકસાન સાથે બંધ થયા હતા. આમાં પણ એચસીએલ ટેકના શેર 1.20 ટકાના ઘટાડા સાથે ટોપ લોઝર હતા. જ્યારે નેસ્લે ઈન્ડિયા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને ટાટા મોટર્સના શેર અનુક્રમે 0.84% અને 1.04% ના ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા છે.
2,064 શેર ઘટ્યા હતા
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર આજે શેરોની સંખ્યા લાભની સરખામણીમાં ઘટાડા સાથે બંધ થઈ હતી. એક્સચેન્જમાં આજે કુલ 3,903 શેરનું ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 1,723 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. 2,064 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 116 શેર કોઈ વધઘટ વગર સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય આજે ટ્રેડિંગ દરમિયાન 174 શેર તેમની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 19 શેર તેમની 52 સપ્તાહની નવી નીચી સપાટીએ પહોંચ્યા હતા.
આ પણ વાંચો - Stock Market : ઈરાન-ઈઝરાયેલના તણાવ વચ્ચે શેરબજારમાં મોટો કડાકો
આ પણ વાંચો - GDP Data : ભારતની અર્થવ્યવસ્થાને લઈને IMF એ આપ્યું ચોંકાવનારું અપડેટ, જાણો શું કહે છે Report…
આ પણ વાંચો - Market Crash :USના કારણે ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટયો