Stockmarket Closing: સપ્તાહના બીજા દિવસે મળી મોટી રાહત, Sensex 328 પર પહોંચ્યો
Stockmarket Closing: આજરોજ શેરબજાર (Stockmarket) માં તેજી જોવા મળી હતી અને BSE સેન્સેક્સ (Sensex) માં 328 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. એપ્રિલ મહિનામાં રિટેલ ફુગાવામાં નરમાઈ અને માર્કેટ કેપિટલાઇઝેશનના કારણે દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) માં ખરીદીને કારણે બજારને ટેકો મળ્યો હતો. 30 શેર પર આધારિત BSE Sensex 328.48 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 73,104.61 પોઈન્ટ પર આજે બંધ થયો હતો. તો ટ્રેડિંગ દરમિયાન 510.13 પોઈન્ટ સુધીનો આંકડો જોવા મળ્યો હતો.
નિફ્ટીમાં 113.80 પોઈન્ટ સાથે 0.51 ટકાના વધારા
સેન્સેક્સના મોટા ભાગના શેરમાં નોંધાયો વધોરો
ખાદ્યપદાર્થોના એકંદર ભાવમાં નજીવો વધારો થયો
નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી (Nifty) માં પણ 113.80 પોઈન્ટ સાથે 0.51 ટકાના વધારા જોવા મળ્યો હતો અને બજારબંધ 22,217.85 પોઈન્ટ સાથે થયું હતું. સેન્સેક્સના શેરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેંક, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મારુતિ મુખ્ય ઉછાળા હતા.
આ પણ વાંચો: IPO : એક સપ્તાહમાં આ શેરે રોકાણકારોને 45 ટકાથી વધુનો કરાવ્યો ફાયદો
ખાદ્યપદાર્થોના એકંદર ભાવમાં નજીવો વધારો થયો
બીજી તરફ નેસ્લે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, એક્સિસ બેન્ક, ICICI બેન્ક, બજાજ ફાઇનાન્સ, ITC અને એશિયન પેઇન્ટ્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે જાહેર કરાયેલા સરકારી આંકડાઓ અનુસાર ઈંડા, માંસ અને મસાલા સસ્તા થવાને કારણે એપ્રિલમાં છૂટક ફુગાવો 4.83 ટકા સાથે 11 મહિનામાં નીચી સપાટીએ પહોંચી ગયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન ખાદ્યપદાર્થોના એકંદર ભાવમાં નજીવો વધારો થયો હતો.
આ પણ વાંચો: Indian Share Market : સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 760 થી વધુ પોઈન્ટ ગબડ્યો
યુરોપના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ હતું
એશિયાના અન્ય બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કીમાં નફા નોંધાયો છે. જ્યારે ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ નુકસાન નોંધાયું છે. યુરોપના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ હતું. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.17 ટકા ઘટીને $83.22 પ્રતિ બેરલ થયું છે. Stockmarket ના ડેટા અનુસાર, 13 મેના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 4,498.92 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. તો 13 મેના રોજ BSE Sensex 111.66 પોઈન્ટ અને NSE Nifty માં 48.85 પોઈન્ટનો વધારો થયો હતો.
આ પણ વાંચો: ITR Filling 2024: હવે, કર્મચારીઓ ઘરે બેઠા Form 16 મેળવી ITR સરળતાથી ફાઈલ કરી શકશે