ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Adani Groupનો અધિકારી કલેક્ટરને લાંચ આપતા ઝડપાયો

અદાણી ગ્રૂપની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની અંબુજી સિમેન્ટનો વરિષ્ઠ એક્ઝિક્યુટિવ લાંચ આપતા ઝડપાયો ઓડિશામાં કલેક્ટરને પૈસા ભરીને મીઠાઇનું પેકેટ આપ્યું કલેક્ટરને શંકા જતા પટાવાળા પાસે પેકેટ ખોલાવ્યું પેકેટમાં 2 લાખ રોકડા મળ્યા Adani Group Bribery Case : અદાણી ગ્રૂપની સિમેન્ટ...
12:26 PM Sep 13, 2024 IST | Vipul Pandya
Adani Group Bribery Case pc google

Adani Group Bribery Case : અદાણી ગ્રૂપની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની અંબુજી સિમેન્ટના વરિષ્ઠ એક્ઝિક્યુટિવની બુધવારે ઓડિશામાં IAS અધિકારીને લાંચ (Adani Group Bribery Case) આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. વિજિલન્સ ટીમના અધિકારીઓના જણાવ્યા અનુસાર બુધવારે એક વ્યક્તિ બારગઢ જિલ્લા કલેક્ટર આદિત્ય ગોયલની ઓફિસે પહોંચ્યો હતો. આ દરમિયાન તેમણે ઓફિસરને ફૂલોનો ગુલદસ્તો અને મીઠાઈનું પેકેટ આપ્યું હતુ.

પેકેટમાંથી રૂ.500ની નોટના ચાર બંડલ મળી આવ્યા

અધિકારીના જણાવ્યા અનુસાર, પેકેટ અંગે શંકા જતા કલેક્ટરે તેના પટાવાળાને પેકેટ ખોલવાની સૂચના આપી હતી. પેકેટમાંથી રૂ.500ની નોટના ચાર બંડલ મળી આવ્યા હતા. આ પછી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને આ અંગે વિજિલન્સ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

અંબુજા સિમેન્ટનો મુખ્ય બાંધકામ અધિકારી હોવાનું ખુલ્યુ

અધિકારીએ કહ્યું કે ત્યારબાદ તકેદારી ટીમ ત્યાં પહોંચી અને રૂ. 2 લાખની રોકડ ધરાવતું પેકેટ જપ્ત કર્યું. વ્યક્તિની ઓળખ રામભવ ગટ્ટુ, મુખ્ય બાંધકામ અધિકારી (પૂર્વ), અંબુજા સિમેન્ટ, છત્તીસગઢ તરીકે કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે

આ પણ વાંચો---Adani Group ના સ્વિસ બેંક ખાતાઓ ફ્રીઝ! Hindenburg ના આક્ષેપો પર Adani એ કહ્યું- વાહિયાત...

રામભાઉ ગટ્ટુએ કલેક્ટર સાથેની બેઠક દરમિયાન આ પ્રયાસ કર્યો

ઓડિશા વિજિલન્સ ડિરેક્ટોરેટ અનુસાર, રામભાઉ ગટ્ટુએ કલેક્ટર સાથેની બેઠક દરમિયાન આ પ્રયાસ કર્યો હતો. તે કલેક્ટરને ગુલદસ્તો અને મીઠાઈનું પેકેટ ભેટમાં આપીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, કલેક્ટરે મીઠાઈના પેકેટની તપાસ કરતાં રૂ.2 લાખ રોકડા મળી આવ્યા હતા.

અધિકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઘટના બાદ તરત જ કલેક્ટરે તકેદારી વિભાગને જાણ કરી હતી, ત્યારબાદ ગટ્ટુની લાંચ આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. વિજિલન્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગટ્ટુ વિરુદ્ધ જાહેર સેવકને લલચાવવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે, અને લાંચ આપવા પાછળનો હેતુ શું હતો અને અન્ય લોકો પણ તેમાં સામેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

અદાણી ગ્રૂપના અંબુજા સિમેન્ટ સાથે જોડાયેલા આ કિસ્સાએ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી

અદાણી ગ્રૂપના અંબુજા સિમેન્ટ સાથે જોડાયેલા આ કિસ્સાએ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. આ ઘટના બાદ અદાણી ગ્રુપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. અહીં વિજિલન્સ ટીમે આ ઘટનાને ગંભીરતાથી લઈને લાંચ અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે 2022માં અદાણી ગ્રુપે હોલસીમ ગ્રુપ પાસેથી અંબુજા સિમેન્ટનું અધિગ્રહણ કર્યું હતું. ત્યારથી અદાણી તેની માલિકી ધરાવે છે.

આ પણ વાંચો---Adani Group :વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ જોઈને અમેરિકાના રાજદૂત ચોંકીગયા!

Tags :
Adani GroupAdani Group Bribery CaseAmbuji Cementbribebribe to district collectorcement manufacturing companydistrict collector
Next Article