Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rule Change : 1 માર્ચથી બદલાઇ રહ્યા છે આ નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

Rule Change : નવા મહિનાની શરૂઆત સાથે જ નવા નિયમો અમલમાં આવશે. પૈસા અને તમારા બજેટને લગતા ઘણા નિયમો 1 માર્ચથી બદલાઈ રહ્યા છે. આ નિયમોમાં ફેરફાર સાથે, તમારા બજેટ અને તમારા ખિસ્સા પર પણ અસર થશે. 1 માર્ચથી અમલમાં...
08:23 PM Feb 28, 2024 IST | Hiren Dave
Rule Change

Rule Change : નવા મહિનાની શરૂઆત સાથે જ નવા નિયમો અમલમાં આવશે. પૈસા અને તમારા બજેટને લગતા ઘણા નિયમો 1 માર્ચથી બદલાઈ રહ્યા છે. આ નિયમોમાં ફેરફાર સાથે, તમારા બજેટ અને તમારા ખિસ્સા પર પણ અસર થશે. 1 માર્ચથી અમલમાં આવતા નિયમોમાં Fastag , LPG ગેસ સિલિન્ડર જેવા ઘણા મોટા ફેરફાર થવા  જઈ  રહ્યા  છે.

 

LPG નો ભાવ
1 માર્ચથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે દર મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા એલપીજીના ભાવની સમીક્ષા કરવામાં આવે છે અને નવા ભાવ જાહેર કરવામાં આવે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં એલપીજીની કિંમત સમાન રાખવામાં આવી હતી. 14.2 કિલોના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરનો દર દિલ્હીમાં 1053 રૂપિયા, મુંબઈમાં 1052.50 રૂપિયા, બેંગલુરુમાં 1055.50 રૂપિયા, ચેન્નાઈમાં 1068.50 રૂપિયા અને હૈદરાબાદમાં 1,105.00 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.

1 માર્ચથી ફાસ્ટેગના નિયમો બદલાશે

જો તમારા વાહનમાં ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરેલ છે તો તમારી પાસે તેનું KYC કરાવવાની છેલ્લી તક છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ફાસ્ટેગનું KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી છે. જો તમે નિર્ધારિત સમયમર્યાદામાં KYC પૂર્ણ નહીં કરો, તો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ અથવા નિષ્ક્રિય થઈ જશે. જો આમ થશે તો તમારે ડબલ ટોલ ટેક્સ ભરવો પડશે.

 

બેંક 14 દિવસ માટે બંધ છે
જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો માર્ચ 2023માં લગભગ 12 દિવસ બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની બે રજાઓનો પણ સમાવેશ થાય છે. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ રજાના કેલેન્ડર મુજબ, 11 અને 25 માર્ચે બીજા અને ચોથા શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે. આ સિવાય 5, 12, 19 અને 26 તારીખે રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.

સોશિયલ મીડિયાના નવા નિયમો
સરકારે IT નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો 1 માર્ચથી લાગુ થશે. નવા નિયમો અનુસાર, X, Facebook, YouTube અને Instagram જેવી સોશિયલ મીડિયા એપ પર ખોટા તથ્યો પોસ્ટ કરવા પર ભારે દંડ ભરવો પડશે. સોશિયલ મીડિયાને સુરક્ષિત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

આ પણ  વાંચો  - Bank Holiday March 2024 List: જાણો… માર્ચ 2024 માં કયા કયા દિવસે બેંકમાં રજા રહેશે ?

 

Tags :
1 marchbank holidayCar FastagKYCLPGNHAIRule ChangeSocial media rules
Next Article