Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RBI : રાહતના સમાચાર, RBI એ સતત છઠ્ઠી વખત Repo Rate રાખ્યો યથાવત

RBI Repo Rate: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ની મોનિટરી પોલિસી કમિટીની (MPC meeting Results) બેઠકના પરિણામ આવી ગયા છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપી દીધી છે. સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. પહેલાથી...
10:44 AM Feb 08, 2024 IST | Hiren Dave
Shaktikanta-Das

RBI Repo Rate: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ની મોનિટરી પોલિસી કમિટીની (MPC meeting Results) બેઠકના પરિણામ આવી ગયા છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપી દીધી છે. સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. પહેલાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રેપો રેટ (Repo Rate) ને સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવ્યા છે. RBI ગવર્નરે કહ્યું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે જે સારા સંકેત છે.

 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ગયા વર્ષે 8 ફેબ્રુઆરી, 2023એ રેપો રેટમાં છેલ્લે વધારો કર્યો હતો. ત્યારે આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી મીટિંગમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ પહેલાથી જ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. રેપો રેટની સાથે, રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર સ્થિર રાખવામાં આવ્યા છે. MSF રેટ અને બેંક રેટ 6.75 ટકા પર યથાવત છે. જ્યારે SDF રેટ 6.25 ટકા પર સ્થિર છે.

 

GDP વૃદ્ધિ 7% રહેવાની ધારણા
રેપો રેટને સ્થિર રાખવાની જાહેરાતની સાથે RBI ગવર્નર શક્તિદાન કાંતે મોંઘવારી અંગે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટી ખાદ્ય ચીજોની કિંમતો (Food Inflation) પર નજર રાખી રહી છે. મોંઘવારીમાં મંદી છે. આ જોતાં MPCની બેઠકમાં ફુગાવાનો લક્ષ્યાંક 4 ટકા જાળવવામાં આવ્યો છે. GDP Growth અંગે શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે FY24માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિનો અંદાજ 7 ટકાથી ઉપર રાખવામાં આવ્યો છે. અગાઉના અંદાજમાં પણ રિઝર્વ બેન્કે તેને 7.3 ટકા પર રાખ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે ગ્રામીણ ક્ષેત્રમાં માંગ સતત મજબૂતી બતાવી રહી છે.

 

બજેટ પછી MPCની પ્રથમ બેઠક

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ છેલ્લે 2023ની 8 ફેબ્રુઆરીએ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં યથાવત રાખવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. વચગાળાના બજેટ બાદ RBI MPCની આ પ્રથમ બેઠક છે.

આ રીતે રેપો રેટ EMIને અસર કરે છે.
રેપો રેટ એ દર છે કે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનેટરી ઓથોરિટી દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. હકીકતમાં, રેપો રેટની અસર સામાન્ય લોકો દ્વારા બેંકોમાંથી લેવામાં આવેલી લોનની EMI પર જોવા મળે છે. જો રેપો રેટમાં ઘટાડો થાય છે તો સામાન્ય લોકોની હોમ અને કાર લોનની EMI ઘટે છે અને જો રેપો રેટ વધે છે તો કાર અને હોમ લોનના ભાવ વધે છે.

દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે
શક્તિકાંત દાસે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી ભારતીય ચલણમાં સ્થિરતા છે અને ભવિષ્યમાં પણ તે એવી જ રહેશે. તેમણે કહ્યું કે સપ્લાય ચેઈનને લગતા નવા આંચકાઓ પર સતર્ક રહેવાની જરૂર છે. આ વર્ષે હેડલાઇન ફુગાવો નોંધપાત્ર વોલેટિલિટી સાથે ઊંચો છે અને 4%નો લક્ષ્યાંક હજુ સુધી હાંસલ થયો નથી. જોકે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વચ્ચે દેશની અર્થવ્યવસ્થા મજબૂતી બતાવી રહી છે. તેમણે કહ્યું કે દેશનો આર્થિક વિકાસ ઝડપી છે અને મોટા ભાગના અનુમાનો કરતા આગળ છે.

 

આ  પણ  વાંચો  - Paytm : Paytm QR કોડ, UPI થી FASTag રિચાર્જ સુધી… જાણો આ પાંચ મોટા પ્રશ્નોના જવાબો

 

Next Article