Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paytm પર RBI ની કાર્યવાહી, 29 ફેબ્રુઆરી થી આ સેવાઓ થશે બંધ

Paytm Payments Bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Paytm પેમેન્ટ્સ બેંકને લઈને મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર થાપણો લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. 29 ફેબ્રુઆરી પછી, Paytm પેમેન્ટ્સ બેંક તેના ગ્રાહકોને બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરી...
paytm પર rbi ની કાર્યવાહી  29 ફેબ્રુઆરી થી આ સેવાઓ થશે બંધ

Paytm Payments Bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Paytm પેમેન્ટ્સ બેંકને લઈને મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર થાપણો લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. 29 ફેબ્રુઆરી પછી, Paytm પેમેન્ટ્સ બેંક તેના ગ્રાહકોને બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરી શકશે નહીં. આ સિવાય આરબીઆઈ (Reserve Bank) એ પણ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે નિયમોનું પાલન ન કરવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

રિઝર્વ બેંકે કંપની પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ટોપ-અપ સુવિધા, વોલેટ અને ફાસ્ટેગ સહિત તમામ પ્રકારની સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ સાથે Paytm પેમેન્ટ બેંક પણ નવા ગ્રાહકો ઉમેરી શકશે નહીં.

Advertisement

ગ્રાહકો તેમના પૈસા ઉપાડી શકશે

Advertisement

રિઝર્વ બેંકે કહ્યું છે કે જે ગ્રાહકોનું અહીં ખાતું છે તેઓ તેમાંથી પોતાના પૈસા ઉપાડી શકે છે. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહકો સેવિંગ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ અથવા અન્ય કોઈપણ ખાતામાંથી તેમના પૈસા ઉપાડી શકે છે. Paytm પેમેન્ટ બેંક સતત નિયમોની અવગણના કરી રહી છે, જેના કારણે RBIએ આ કડક પગલું ભર્યું છે. આરબીઆઈએ કહ્યું છે કે ઓડિટમાં ઘણી સુપરવાઇઝરી ખામીઓ જોવા મળી છે.

બેંકના ગ્રાહકો દ્વારા સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સહિત પોતાના એકાઉન્ટ્સથી વધેલી રકમના ઉપાડ કે ઉપયોગની મંજૂરી વગર કોઈ પ્રતિબંધ વગર આપવામાં આવશે. એટલે RBI દ્વારા સ્પષ્ટ કરાયું છે કે, સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ અને ફાસ્ટેગ સહિત અન્યમાં પહેલાથી ડિપોઝિટ રકમને ઉપાડવા કે પછી તેના ઉપયોગ વગર રોક-ટોક કરી શકાશે. RBIએ Paytm Payment Bank વિરૂદ્ધ આ એક્શન બેન્કિંગ રેગુલેશન એક્ટ-1949ના સેક્શન 35A હેઠળ લીધો છે.

RBIએ શા માટે લીધા પેટીએમ પર એક્શન?

રિઝર્વ બેંક તરફથી Paytm Payment Bank પર લેવાયેલા આ એક્શનના સંબંધમાં કહેવામાં આવ્યું છે કે, એક ઓડિટ રિપોર્ટ અને બહારના ઓડિટર્સના રિપોર્ટ બાદ પેટીએમની બેન્કિંગ સર્વિસમાં ગેર પાલન અને મટિરિયલ સુપરવાઈઝરી ચિંતાઓ ઉજાગર થઈ છે. આ બધા વચ્ચે આ નિર્ણય લેવાયો છે અને આદેશ હેઠળ નવા ગ્રાહકોને જોડવા પર પ્રતિબંધની સાથે આગામી 29 ફેબ્રુઆરી 2024 બાદથી હાલના ગ્રાહકોના એકાઉન્ટ્સમાં પણ ટ્રાન્જેક્શન પર રોક લગાવી દેવાઈ છે.

Paytmના શેર પર જોવા મળી શકે છે અસર

રિઝર્વ બેંકના આ નિર્ણયની અસર ગુરુવારે પેટીએમના શેરો પર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગત દિવોસમાં કંપનીના શેરોમાં 20 ટકા સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેની પાછળનું કારણ પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા નાના પોસ્ટપેડ લોન ઓછી કરવાના પ્લાનને બતાવાઈ રહ્યું છે.

આ  પણ  વાંચો - STOCK MARKET : બજેટ પહેલા શેરબજારમાં તેજીનો માહોલ,રોકાણકારો થયા માલામાલ

Tags :
Advertisement

.