Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૌતમ અદાણી v/s મુકેશ અંબાણી: જાણો એવું શું છે જે અદાણી પાસે છે અને અંબાણી પાસે નથી

એશિયાના બે ગુજરાતી બિઝનેસ ટાયફૂન ગૌતમ અદાણી મુકેશ અંબાણી સામ્રાજ્યનું કદ, કૌટુંબિક જીવન અને ખર્ચમાં પણ એક બીજાથી પાછળ નથી. ભારતના બે સૌથી ધનાઢ્ય હાલમાં વિશ્વના અબજોપતિઓનું સ્થાન ઘરાવે છે, એશિયાના બે સૌથી ધનાઢ્ય બિઝનેસ મેન હવે ભારતમાં 5G લાવશે.  બંન્ને દિગ્ગજ ઉદ્યાગપતિઓની લાઇફ સ્ટાઇલ પણ અલગહાલના સર્વે અનુસાર અદાણી અંબાણી કરતા આગળ છે. જો આ બંન્ને દિગ્ગજોની લાઇફ સ્ટાઇલ, સંપત્તિ તà
ગૌતમ અદાણી v s મુકેશ અંબાણી  જાણો એવું શું છે જે અદાણી પાસે છે અને અંબાણી પાસે નથી
એશિયાના બે ગુજરાતી બિઝનેસ ટાયફૂન ગૌતમ અદાણી મુકેશ અંબાણી સામ્રાજ્યનું કદ, કૌટુંબિક જીવન અને ખર્ચમાં પણ એક બીજાથી પાછળ નથી. ભારતના બે સૌથી ધનાઢ્ય હાલમાં વિશ્વના અબજોપતિઓનું સ્થાન ઘરાવે છે, એશિયાના બે સૌથી ધનાઢ્ય બિઝનેસ મેન હવે ભારતમાં 5G લાવશે.  
બંન્ને દિગ્ગજ ઉદ્યાગપતિઓની લાઇફ સ્ટાઇલ પણ અલગ
હાલના સર્વે અનુસાર અદાણી અંબાણી કરતા આગળ છે. જો આ બંન્ને દિગ્ગજોની લાઇફ સ્ટાઇલ, સંપત્તિ તેમના ખર્ચા અને  લાઇફ સ્ટાઇલ અનેક રીતે સરખાવવામાં આવે છે. જો કે ગૌતમ અદાણીએ આ વર્ષની શરૂઆતથી જ  મુકેશ અંબાણીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેની યાદીમાં પાછા પાડી દીધા છે, આ બંને ભારતીય ઉદ્યોગપતિઓ હાલમાં પોતાની સંપત્તિનો  કેવી રીતે  ઉપયોગ કરી રહ્યાં છે. બંને દિગ્ગજ ઉદ્યાગપતિઓની લાઇફ સ્ટાઇલ પણ અલગ છે. 

બંન્ને બિઝનેસમેન એક બીજા સાથે સીધી સ્પર્ધાથી દૂર 
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેએ છેલ્લા એક દાયકામાં સંપત્તિમાં સતત વધારા સાથે તેમના વૈભવનો આનંદ માણી  રહ્યાં છે, તેમની વચ્ચે ભારતના ઉર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંરક્ષણ વિકાસ જેવા ઉદ્યોગો પર પ્રભુત્વ છે. જો કે આ બંને બિઝનેસમેન પરિવાર કેટલાક એકસરખા ઉદ્યોગોમાં કામ કરે છે, તો અદાણી અને અંબાણીની વિશાળ મલ્ટી-સેક્ટર કંપનીઓ કદાચ એક બીજા સાથે સીધી સ્પર્ધાથી દૂર પણ રહી છે. તેમના બિઝનેસ સામ્રાજ્ય, રિયલ એસ્ટેટ રોકાણો અનુસાર, આ બંન્ને અબજોપતિઓનું કદ કેવી રીતે વધે છે તેના પર એક નજર. અંબાણી અને અદાણી પાસે લખલૂટ સંપત્તિ છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી પણ પાછળ નથી. મુકેશ અંબાણીએ પ્રખ્યાત રીતે એન્ટિલિયા બનાવ્યું - બકિંગહામ પેલેસ પછી વિશ્વનું બીજું સૌથી મોંઘું ઘર છે તો  અદાણી  પાસે પણ ત્રણ પ્રાઇવેટ જેટ અને US$50 મિલિયનનો બંગલો છે.
Mukesh Ambani and Gautam Adani account for $1 out of every $5 of foreign  loans | Business Insider India
અદાણી જૂથ માટે વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન નવું ક્ષેત્ર
જો કે, બ્લૂમબર્ગે સોમવારે અહેવાલ મુજબ અંબાણીના સહાયકોને જૂનમાં એવી સૂચના મળી હતી કે અદાણી ભારતની પ્રથમ 5G એરવેવ્ઝ માટે બિડ કરવાની યોજના બનાવી રહી છે - જે અંબાણીની કંપનીના બિઝનેસના મુખ્ય એવા ટેલિકોમ સેક્ટરમાં પગપેસારો છે. હાલમાં અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંની એક છે, ત્યારે અદાણી જૂથ માટે વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન નવું ક્ષેત્ર છે. અંબાણીએ આખરે અદાણીની બિડને પડકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેમની તાજેતરની  અટકળો એ વાતને વેગ આપી રહી છે કે બંને દિગ્ગજો આખરે ટકરાશે કારણ કે તેઓ એક ઉદ્યોગમાં આમને સામને ઉભા છે.  
Time to ponder: Why activists, politicians target Ambani, Adani, 'spare'  Tata, Birla

રાઉન્ડ 1: નેટ વર્થ
ગૌતમ અદાણી એશિયાના નવા તાજ પહેરેલા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમણે આ વર્ષે એકલા US$50 બિલિયનનો ફાયદો મેળવ્યો છે.  બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ અદાણીની કિંમત US$125 બિલિયન છે, જે તેમને વોરેન બફેટ અને બિલ ગેટ્સ કરતા વધુ ધનિક બનાવે છે. ફેબ્રુઆરી-2022થી અદાણી  અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ મેળવ્યો છે., 2022ના પ્રથમ બે મહિનામાં તેની સંપત્તિમાં US$12 બિલિયનનો વધારો થયો. 
અદાણીએ આ વર્ષે અત્યાર સુધીમાં તેની કુલ સંપત્તિમાં લગભગ US$50 બિલિયનનો ઉમેરો કર્યો છે.  અદાણીએ એકલાએ 2022માં જ તેમની સંપત્તિમાં $60.9 બિલિયનનો ઉમેરો કર્યો, જે અન્ય કોઈ કરતાં પાંચ ગણી વધુ છે. તેમણે ફેબ્રુઆરીમાં સૌથી ધનિક એશિયન તરીકે મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા હતા અને ગયા મહિને માઈક્રોસોફ્ટ કોર્પના બિલ ગેટ્સને વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ તરીકે પાછળ છોડી દીધા હતા.
Ambani Vs Adani: The Stage Is Set For The Biggest Business Rivalry
કોવિડ-19 મહામારી દરમિયાન અંબાણીએ તેમની સંપત્તિ લગભગ ત્રણ ગણી કરી 
બીજા તરફ  મુકેશ અંબાણી એક પ્રખ્યાત મલ્ટી મિલિયોનેર ઉદ્યોગપતિ છે,  જેઓ ભારતના ટેલિકોમ સેક્ટર પર પ્રભુત્વ ધરાવે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અંબાણી હાલમાં US$91.2 બિલિયનની સંપત્તિ ધરાવે છે, જે તેમને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે. તેમણે કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમની સંપત્તિ લગભગ ત્રણ ગણી કરી હતી - ફોર્બ્સ અનુસાર, 2020માં તેમની કુલ સંપત્તિ લગભગ US$36 બિલિયન હતી. અંબાણીની ટેલિકોમ કંપની, જિયો ઇન્ફોકોમમાં ઉછાળો જોવા મળ્યો છે,  2015 માં લોન્ચ કર્યા પછીના પ્રથમ પાંચ વર્ષમાં 350 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ એકત્ર કર્યા હોવાનો દાવો કર્યો છે. ગયા વર્ષે, Jio ઇન્ફોકોમના અંદાજ મુજબ આશરે 426 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ હતા. 
રાઉન્ડ 2: બિઝનેસ એમ્પાયર્સ અને વાર્ષિક ટર્ન ઓવર
ગૌતમ અદાણી એરપોર્ટથી લઈને બંદરો અને પાવર વિતરણ સુધીના અનેક વ્યવસાયો ચલાવે છે. અદાણી પાસે ભારતમાં વેપાર કરતી છ કંપનીઓ છે, જેમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પાવરનો સમાવેશ થાય છે. એનર્જી અને લોજિસ્ટિક્સ પાવરહાઉસ અદાણી ગ્રૂપનો નફો છેલ્લા કેટલાક વર્ષોમાં વધી રહ્યો છે, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ 1988માં સ્થપાયેલ અદાણી ગ્રૂપ, ભારતમાં સ્થિત અદાણીની મલ્ટિ-ઇન્ડસ્ટ્રી પાવરહાઉસ ફર્મ છે. ઓગસ્ટ 2020થી તેના શેરની કિંમત લગભગ દસ ગણી વધી ગઈ છે અને એપ્રિલમાં કંપનીનું બજાર મૂલ્ય US$200 બિલિયન થયું છે. અદાણી ગ્રૂપના બંદરો અને ટર્મિનલ્સ તેના હોલમાર્ક ટ્રેડ છે. અદાણીએ સૌપ્રથમ 1995માં તેના ગૃહ પ્રાંત ગુજરાતમાં એક બંદર વિકસાવ્યું હતું, અને તે ભારતનું સૌથી મોટું ખાનગી વ્યાપારી બંદર હોવાનો દાવો  છે. તે હવે ભારતના દરિયાકાંઠે 12 અન્ય અદાણી બંદરો અને ટર્મિનલ્સની સાથે કાર્યરત છે. સંસ્થા પાવર-ગ્રીડ ડિસ્ટ્રિબ્યુશન, ગેસ, સોલાર અને થર્મલ પાવર, ડેટા સેન્ટર્સ, રિયલ એસ્ટેટ, એરપોર્ટ, વોટર મેનેજમેન્ટ, ફળ અને ખાદ્ય તેલ વેચાણ અને નાણાંકીય સેવાઓમાં પણ બિઝનેસ ધરાવે છે. તેના વાર્ષિક અહેવાલ મુજબ. ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી જૂથે આ વર્ષે કોલસા અને ઓઇલ, ગેસ બિઝનેસથી આગળ વધીને, ગ્રીન એનર્જી ઉદ્યોગોમાં અબજોનું રોકાણ કરીને નોંધપાત્ર લાભ મેળવ્યો છે. સાથે સંરક્ષણ સાધનોની નિકાસને વધારવા અને વિદેશી સૈન્ય પુરવઠા પરની તેની નિર્ભરતા ઘટાડવા માટે ભારત માટે એક વિઝન પણ સ્થાપિત કર્યું છે. દરમિયાન, અદાણી ગ્રૂપે ભારતીય સશસ્ત્ર દળો સાથે કરાર કરીને UAV, નાના હથિયારો અને દારૂગોળો અને કાઉન્ટર ડ્રોન ટેક્નોલોજી વિકસાવવાનું શરૂ કર્યું છે. 

Reliance Jio - BusinessToday

આજે Jioમાં રોકાણકારોમાં Google અને Facebookનો સમાવેશ
બીજી તરફ મુકેશ અંબાણી કે જેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને ચેરમેન છે તેમની વાસ્તવિક નેટ વર્થ સંપત્તિ  $95.3B છે. $465M (0.49%) આજે વિશ્વના ધનિકોમાં 8મા ક્રમે છે. મુજબ મુકેશ અંબાણી $74 બિલિયન (આવક) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એમડી છે, જે પેટ્રોકેમિકલ્સ, તેલ અને ગેસ, ટેલિકોમ અને રિટેલ બિઝનેસમાં રસ ધરાવે છે. રિલાયન્સની સ્થાપના તેમના સ્વર્ગસ્થ પિતા ધીરુભાઈ અંબાણીએ 1966માં નાના કાપડ ઉત્પાદક તરીકે કરી હતી. 2002 માં તેમના પિતાના અવસાન પછી, અંબાણી અને તેમના નાના ભાઈ અનિલ વચ્ચે પારિવારિક સામ્રાજ્યનું વિભાજન કર્યું. રિલાયન્સે 2016માં 4G ફોન અને બ્રોડબેન્ડ સેવા Jioની રજૂઆત સાથે ટેલિકોમ પ્રાઇસ વોર શરૂ કરી હતી. આજે Jioમાં રોકાણકારોમાં Google અને Facebookનો સમાવેશ થાય છે. અંબાણી રિલાયન્સ ગ્રીન એનર્જીમાં  આગળ છે. કંપની રિન્યુએબલ એનર્જી પર આગામી 10-15 વર્ષમાં $80 બિલિયનનું રોકાણ કરશે અને તેની રિફાઇનરીની બાજુમાં એક નવું કોમ્પ્લેક્સ બાંધશે. કોવિડ-19 લોકડાઉન દરમિયાન, અંબાણીએ જિયોના ત્રીજા ભાગના રોકાણકારો, જેમ કે ફેસબુક અને ગૂગલને વેચીને $20 બિલિયનથી વધુ બિઝનેસ કર્યો હતો. સાથે જ અંબાણી ફિલ્મ ઉદ્યોગક્ષેત્રે પણ રોકાણ કરે છે.  
Mukesh Ambani: Reliance Industries chairman Mukesh Ambani lays out  leadership transition roadmap - The Economic Times

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે મુકેશ અંબાણી નવી પેઢી તૈયાર કરી રહ્યાં છે 
મુકેશ અંબાણીએ ગઇકાલે જ જાહેરાત કરતાં કહ્યું કે તેઓ હજુ નિવૃત્ત નથી થયા રિલાયન્સ પાસે ત્રણ મુખ્ય વ્યવસાયો છે - ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ, રિટેલ અને ડિજિટલ સેવાઓ જેમાં ટેલિકોમનો સમાવેશ થાય છે. રિટેલ અને ડિજિટલ સેવાઓ અલગ-અલગ સંપૂર્ણ માલિકીની પેટા કંપનીઓમાં રાખવામાં આવી છે. Jio પ્લેટફોર્મ્સ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL). રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે તેમની ઉત્તરાધિકાર યોજના અંગે મુકેશ અંબાણીએ કહ્યું, 'અમારા આગામી પેઢીના લીડર્સ  વિશ્વાસપૂર્વક તમામ વ્યવસાયોની લગામ સંભાળી રહ્યા છે. આકાશ અને ઈશાએ અનુક્રમે Jio અને રિટેલમાં નેતૃત્વની ભૂમિકાઓ સંભાળી છે. જ્યારે અનંતને ન્યૂ એનર્જી બિઝનેસમાં સાથે જોડાયા છે' Jio 5Gમાં ₹2 લાખ કરોડનું રોકાણ કરશે; ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર ભારતમાં રોલઆઉટ થવાની શક્યતા છે. અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ જિયોએ 5G નેટવર્ક માટે ₹2 લાખ કરોડનું રોકાણ નક્કી કર્યું છે અને દિવાળી સુધીમાં મુખ્ય શહેરોમાં હાઈ-સ્પીડ સેવાઓ શરૂ કરવાની યોજના ધરાવે છે.
 As Gautam Adani Turns 60, His Wife Priti Adani Shares A Throwback Photo  With A Special Note


પ્રીતિ અદાણીએ પોતાની  કરિયર છોડીને હાલમાં નોન પ્રોફિટ અદાણી ફાઉન્ડેશનનું નેતૃત્વ કરે છે  
 ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ અમદાવાદ, ગુજરાતમાં એક જૈન પરિવારમાં શાંતિલાલ અને શાંતાબેન અદાણીને ત્યાં થયો હતો. તેમના 7 ભાઈ-બહેન છે અને તેમના માતા-પિતા ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા થરાદ શહેરમાંથી સ્થળાંતર કરીને અમદાવાદ આવ્યા હતા. તેના પિતા ટેક્સટાઇલના વેપારી હતા. ગૌતમ અદાણી બીકોમ સેકન્ડ વર્ષમાં ડ્રોપ આઉટ વિદ્યાર્થી છે. 
Gautam Adani turns 60! Wife Priti pens heartfelt note on her husband's  birthday | Mint
દુનિયાના ત્રીજા નંબરના ધનાઢ્ય વ્યક્તિના જીવનસાથી ડૉ. પ્રીતિ અદાણી એક ડેન્ટિસ્ટ છે.  પ્રીતિએ ગૌતમ અદાણી સાથે એરેન્જ્ડ મેરેજ કર્યા બાદ તેમણે પોતાની કરિયર છોડીને હાલમાં નોન પ્રોફિટ એવા અદાણી ફાઉન્ડેશનનું નેતૃત્વ કરે છે, જે ભારતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા કામ કરે છે. પ્રીતિ અદાણી, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની પત્ની અને ભારતીય ટાયકૂન પરિવારના અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે. ગૌતમ અદાણી ભલે ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક હોય, જો કે તેમનો પરિવાર હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે. 
 Meet Indian Billionaire, Gautam Adani's Wife, Priti Adani: Everything You  Need To Know About Her 

પ્રીતી અદાણીએ પતિના વ્યવસાય માટે તેમણે પોતાની  કારકિર્દી બાજુ પર મૂકી
ગૌતમ અદાણી અને પ્રીતી અદાણીના એરેન્જ્ડ મેરેજ હતા. પ્રીતિબેનનો જન્મ મુંબઈમાં થયો છે અને તેનો ઉછેર અમદાવાદમાં થયો છે. જ્યારે તેઓ થોડા સમય માટે તેમના પરિવાર સાથે યુએસમાં પણ રહ્યાં હતા. આ  લગ્ન પરિવારના બંને પક્ષના વડીલો દ્વારા ગોઠવવામાં આવ્યા હતા. 
Advertisement

તાજેતરમાં ગૌતમ અદાણીએ જ્યારે પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો, ત્યારે પ્રીતિ અદાણીએ તેની એક થ્રોબેક ઇમેજ પોસ્ટ કરી હતી, તેમણે સ્વીકાર્યું કે પતિના વ્યવસાય માટે તેમણે પોતાની  કારકિર્દી બાજુ પર મૂકી, "2001માં, ગુજરાતના ભૂકંપમાં અંદાજિત 20,000 લોકોના મોત થયા હતા અને 150,000 થી વધુ ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદ, પ્રીતિ અદાણીએ મુંદ્રામાં અદાણી ડીએવી પબ્લિક સ્કૂલની સ્થાપના કરી, જેથી ત્યાંના બાળકોને શિક્ષણ મળી શકે. પ્રીતિ અદાણીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, તેમના ફાઉન્ડેશનના કાર્યકરોએ બે વર્ષ કાટમાળ સાફ કરવામાં, વિસ્તારમાં આશ્રયસ્થાનો અને મોડ્યુલર ઘરો બનાવવામાં ગાળ્યા હતા. 

Gautam Adani birthday: 'You are the foundation that keeps our family  together.' Son Karan pens emotional note on Gautam Adani's 60th b'day - The  Economic Times
ગૌતમ અદાણી વિશ્વના ટોચના ત્રીજા નંબરના ધનાઢ્ય વયક્તિ છે. તેમની સંપત્તિ આજે US$102 બિલિયન છે. 60 વર્ષીય ઉદ્યોગપતિએ એકલા હાથે કર્યું નથી, તેમના બે પુત્રો, કરણ અને જીત પણ તેમના બિઝનેસ પાર્ટનર છે. પ્રિતી અદાણીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને બિઝી લાઇફમાં વાંચન અને ટેક્નોલોજી સાથે જોડાયેલા રહેવાનું પસંદ છે, સાથે સ્ટાર્ટ-અપ્સમાં પણ રસ છે. પ્રીતી બહેનને ગાર્ડનીંગ પણ બહુ પસંદ છે. હાલમાં  તેઓ પૌત્રી અનુરાધા સાથે સમય વીતાવાનું પસંદ છે., જે તેમના  પુત્ર કરણ અને તેની પત્ની પરિધિ શ્રોફની છ વર્ષની પુત્રી છે.
 
Gautam Adani's Most Expensive Things: From A House Worth Rs 400 Crores To  An Aircraft Fleet And More
અદાણી પરિવારની લાઇફ સ્ટાઇલ 
જ્યારે આપણે અબજોપતિની વાત કરીએ છીએ, ત્યારે અદાણીની માલિકીના જેટની  વિશે વાત કરવી જરૂરી છે. રસપ્રદ વાત એ છે કે, ગૌતમ અદાણીએ આ સ્ટેટસ સિમ્બોલની ખૂબ કાળજી લીધી છે કારણ કે તેમની પાસે એક કે બે નહીં પરંતુ 3 પ્રાઈવેટ જેટ છે. ગૌતમ અદાણી ત્રણ ખાનગી જેટ, એક બીકક્રાફ્ટ, એક હોકર અને એક બોમ્બાર્ડિયરના માલિક છે.
 Gautam Adani, Net Worth, House & Luxurious Lifestyle
ત્રણ પ્રાઇવેટ જેટ 
મીડિયા રીપોર્ટ અનુસાર અલ્ટ્રા-લક્ઝરી પ્રાઇવેટ જેટ જ નહીં, પરંતુ ગૌતમ અદાણી પાસે તેની ઝડપી મુસાફરી માટે ત્રણ હેલિકોપ્ટર પણ છે. 2011માં, અદાણીએ અગસ્તા વેસ્ટલેન્ડ AW139, ટ્વીન એન્જિન, 15-સીટર, જેની કિંમત રૂ. 12 કરોડ છે. અદાણી જૂથે આદિત્ય એસ્ટેટ્સ પ્રાઈવેટ લિમિટેડને હસ્તગત કરવાની બિડ લીધી છે. મિલકત 3.4 એકર છે, અને તે સ્થાન વૈભવી અને જાણીતી આદિત્ય એસ્ટેટ છે. ગૌતમ અદાણીએ આ ઊંચી કિંમતની પ્રોપર્ટીના સોદામાં ખરીદી હતી. અહેવાલો અનુસાર આ કિમંત 400 કરોડ હતી. 
$1 billion Adani loan: Commercial decision or politics at play? | Mint

ગૌતમ અદાણીનું કરોડો રૂપિયાનું કાર કલેક્શન
1977માં અમદાવાદી અબજોપતિ ગૌતમ અદાણીએ તેમનું પહેલું વાહન એક સ્કૂટર ખરીદ્યું હતું, પોતાના સંધર્ષના દિવસોની યાદ સાથે આજે પણ તે સ્કૂટર તેમણે સાચવી રાખ્યું છે. જો કે આજે ગૌતમ અદાણીના ગેરેજમાં પાર્ક કરેલી કાર વિશ્વ વિખ્યાત BMW 7 સિરીઝ છે. BMW 7 સિરીઝની કિંમત વિશે વાત કરીએ તો, તે રૂ.ની કિંમતની રેન્જની આસપાસ છે. 1-3 કરોડ છે. તેમની વિશાળ સંપત્તિ અને વૈભવી જીવન ઉપરાંત, ગૌતમ અદાણી તેમના સામાજીક કાર્યો પણ કરે છે.  કોવિડ-19 રોગચાળા દરમિયાન પીએમ કેર્સ ફંડમાં 100 કરોડ દાન કર્યુ હતું. 
Ambani family tree | A journey to the life of billionaires

ધીરુભાઈ અંબાણીના પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ફેમિલી
મુકેશ અંબાણીને તેમનો બિઝનેસ વારસામાં મળ્યો છે. અંબાણી પરિવાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્થાપક ધીરુભાઈ અંબાણી હતાં. તેમણે 1955માં તેમણે કોકિલાબેન સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રો છે, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અને તેમની બે પુત્રીઓ પણ છે, નીના અંબાણી અને દિપ્તી અંબાણી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને 1986માં ધીરુભાઈ અંબાણીના પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને સોંપવામાં આવી હતી. ધીરુભાઈ અંબાણીએ 6ઠ્ઠી જુલાઈ, 2002ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. 69 વર્ષની વયે મેજર સ્ટ્રોકને કારણે તેમનું અવસાન થયું હતું. 19મી એપ્રિલ 1957ના રોજ જન્મેલા મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. જો કે તેમણે નાની ઉંમરમાં જ પિતાને બિઝનેસમાં મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. પિતાને બિઝનેસમાં મદદ કરવા માટે તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ પણ છોડી દીધું.
एक महीने से अंबानी परिवार जामनगर के रिलायंस टाउनशिप बंगलोज में, एंटीलिया  छोड़ने के कारण एंटीलिया प्रकरण या कोरोना? | Mukesh Ambani With Family In  jamnagar ...

મુકેશ અંબાણી પરિવાર 
1985માં મુકેશ અંબાણીએ નીતા દલાલ (હવે નીતા અંબાણી) સાથે લગ્ન કર્યા. તે કોમર્સમાં સ્નાતક છે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ફાઉન્ડેશનની સીએસઆર શાખાના સ્થાપક અને ચેરપર્સન બન્યા છે. આ બંનેના ત્રણ બાળકો આકાશ અંબાણી, ઈશા અંબાણી કે જેઓ ટિવિન્સ છે, જ્યારે નાનો દીકરો અનંત અંબાણી છે. 23 ઓક્ટોબર, 1991ના રોજ જન્મેલા આકાશ અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં મેજર પૂર્ણ કર્યું છે. તે પાછો આવ્યો અને તેના પિતાના વ્યવસાયમાં જોડાયો. તે રિલાયન્સ જિયોમાં ડાયરેક્ટર અને હેડ ઓફ સ્ટ્રેટેજી છે. આકાશ અંબાણીએ 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા. તેઓ 10મી ડિસેમ્બર, 2020ના રોજ પૃથ્વી અંબાણી નામના પુત્રના માતાપિતા બન્યા. 23 ઓક્ટોબર, 1991ના રોજ જન્મેલી ઈશા અંબાણીએ સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું હતું. ઈશા અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનમાં એડિશનલ ડિરેક્ટર અને રિલાયન્સ જિયોમાં ડિરેક્ટર છે. ઈશા અંબાણીએ 12મી ડિસેમ્બર 2018ના રોજ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. 10મી એપ્રિલ, 1995ના રોજ જન્મેલા અનંત અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટી પ્રોવિડન્સમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. અનંત અંબાણી રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જીના ડિરેક્ટર છે અને રિલાયન્સ 02Cના ડિરેક્ટર છે. તે રાધિકા મર્ચન્ટ સાથે રિલેશનશિપમાં છે.
 Anil Ambani House in Mumbai: Name, Price, Inside View and Photos

અનિલ અંબાણી પરિવાર 
4 જુલાઈ, 1959ના રોજ જન્મેલા અનિલ અંબાણી રિલાયન્સ ડીએ જૂથના ચેરમેન બન્યા. તેણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વ્હાર્ટન સ્કૂલમાં માસ્ટર્સ કર્યું ત્યારથી તે રિલાયન્સનો એક ભાગ છે. અનિલ અંબાણીએ 1991માં ટીના મુનીમ સાથે લગ્ન કર્યા હતા. તે એક અભિનેત્રી હતા તે હવે રિલાયન્સ ગ્રૂપ, મુંબઈ સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, હાર્મની ફોર સિલ્વર ફાઉન્ડેશન અને હાર્મની આર્ટ ફાઉન્ડેશનની ચેરપર્સન છે. તેઓ બે પુત્રો, જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી છે. અનમોલ અંબાણી 12મી ડિસેમ્બર, 1991ના રોજ જન્મેલા અનમોલ અંબાણી વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ છે. તેઓ રિલાયન્સ કેપિટલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ ધરાવે છે અને રિલાયન્સ ઈન્ફ્રાના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. તેણે 20મી ફેબ્રુઆરી, 2022ના રોજ ક્રિશા શાહ સાથે લગ્ન કર્યા. 1996માં જન્મેલા અનુષ અંબાણી વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ છે. રિલાયન્સ ઈન્ફ્રાના ડાયરેક્ટર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેમણે પદ છોડી દીધું હતું
 
Lifestyle: Neeta Ambani Owns 40 Lakh Sari Made With 35 Women Artisans In  One Year, Holds Guinness Book Of World Record – Filmymantra

અંબાણી પરિવાર તેમની વૈભવી લાઇફ સ્ટાઇલ માટે જગવિખ્યાત છે. 
નીતા અંબાણી તેમના ફેમિલી ફંક્શનમાં પરંપરાગત કપડાં પહેરવાનું પસંદ કરે છે. તેઓ જેની કીંમત કરોડોમાં છે. નીતા અંબાણીની લિપસ્ટિકની કિંમત લાખોમાં છે. એક્સક્લુઝિવ ઓર્ડર પર બનેલી, તેની લિપસ્ટિકની કિંમત 40 લાખ રૂપિયાથી શરૂ થાય છે. નીતા અંબાણીની લિપસ્ટિક સોના અને ચાંદીથી કોટેડ છે. કુંદનની હેવી જ્વેલરી પહેરવી ગમે છે. નીતા અંબાણી પરંપરાગત ઘરેણાં પહેરવાનું સૌથી વધુ પસંદ કરે છે. કુંદન જ્વેલરી તેના ફેવરિટ છે. તે ફેમિલી ફંક્શનમાં હેવી જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે.  પ્રોફેશનલ લાઇફમાં તે, તેણીને સોલિટેર અને હીરાના દાગીના પહેરવાનું પસંદ છે. નીતા અંબાણીના ઘરેણાં ખૂબ મોંઘા છે, તેમની વીંટી 5 થી 7 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 
નીતા અંબાણી પણ સુંદર મોંધી ઘડિયાળો પહેરવાના શોખીન
જો કે, આટલી લક્ઝરી લાઈફ જીવ્યા પછી જ તેને પ્રેમની કિંમત ખબર પડે છે, તેથી જ તેની મનપસંદ વીંટી હજુ પણ એ જ છે જે મુકેશ અંબાણીએ તેને પ્રપોઝ કરતી વખતે પહેરાવી હતી. ત્યારે તે વીંટીની કિંમત 18 હજાર 700 રૂપિયા હતી. તેમનું ફૂટવેર કલેક્શન લાખ રૂ.થી શરૂ થાય છે. નીતા અંબાણી ફૂટવેર બ્રાન્ડમાં એલેક્ઝાન્ડર મેક્વીન, લુઈસ વીટન, ગુચી અને જિમી છૂ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ તેના ફૂટવેરની કિંમત 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે. નીતા અંબાણી પણ સુંદર ઘડિયાળો પહેરવાના શોખીન છે. Bulgari, Cartier, Rado અને Fossil બ્રાન્ડ સહિત વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ્સ. તેની ઘડિયાળની કિંમત 1.5 લાખથી શરૂ થાય છે. ચાના કપની કિંમત 3 લાખ રૂપિયા છે
Nita Ambani Personal Makeup Artist : कौन है नीता अंबानी का पर्सनल मेकअप आर्टिस्ट, कितनी है फीस ?
3 લાખ રૂપિયાના કપમાં ચા
નીતા અંબાણી 3 લાખ રૂપિયાના કપમાં ચા પીવે છે. નીતા અંબાણી જે કપમાં ચા પીવે છે તે કપને જાપાનની પ્રખ્યાત કંપની નોરિટેક દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. નોરિટેકની એક વિશેષતા એ છે કે આ ક્રોકરી પર જે કામ કરવામાં આવે છે તે સોનાનું બનેલું છે જે અન્ય કોઈ બ્રાન્ડમાં જોવા મળતું નથી. આ જ કારણ છે કે તેની કિંમત લાખોમાં છે. આ બ્રાન્ડના 50 કપના સેટની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. 

કરોડોનું બેગ કલેક્શન
બેગ કલેક્શનની વાત કરીએ તો નીતા અંબાણીને પણ મોંઘી બ્રાન્ડની બેગ કેરી કરવાનું પસંદ છે. નીતા અંબાણી ચેનલ, જિમી છૂ વગેરે જેવી બ્રાન્ડની બેગ લઈને જતા જોવા મળ્યા છે. નીતા અંબાણી પાસે હર્મેસ બ્રાન્ડની હિમાલયા બર્કિન બેગ પણ છે, આ બેગમાં 240 હીરા જડેલા છે અને તેની કિંમત 2.6 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં આ બેગનું હેન્ડલ 18 કેરેટ સોનાનું બનેલું છે.નીતા અંબાણીની પાસે એક કરતાં વધુ મોંઘી સાડીઓનું કલેક્શન છે. તેણીએ તેની 8 કિલોની મોંઘી વેડિંગ પટ્ટુ સાડી માટે ઘણી હેડલાઇન્સ બનાવી છે. તમને જણાવી દઈએ કે આ સાડીની કિંમત 40 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી હતી. નીતા અંબાણીને ડિઝાઇનર અબુ જાની સંદીપ ખૌસલા અને અનામિકા ખન્નાએ ડિઝાઇન કરેલા કપડાં સૌથી વધુ પસંદ છે. 
 బీహెచ్‌యూ ప్రొఫెసర్లుగా నీతా అంబానీ, ప్రీతి అదాని.. ఏం అర్హత ఉందంటున్న  విద్యార్థులు
ગુજરાતી બિઝનેસમેન પરિવારમાં અંબાણી પરિવાર હંમેશા લાઇમ લાઇટમાં રહે છે. જ્યારે અદાણી પરિવાર હંમેશા પોતાને લાઇમ લાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે.  

Advertisement

Tags :
Advertisement

.