Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં તેજી, અર્થતંત્ર માટે સારા સંકેત

ઓગસ્ટ મહિનામાં ભારતની મોન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં સુધારો જોવા મળ્યો છે. જોકે S&P ગ્લોબલનું પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) જુલાઈના 56.4ના 8 મહિનાના હાઈથી સામાન્ય ઘટાડા સાથે 56.2ના સ્તરે રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 50થી ઉપરની PMI રીડિંગ વેપારની ગતિવિધિઓમાં વિકાસના સંકેત છે જ્યારે 50થી નીચેની PMI ઘટાડાના સંકેત છે. આ PMI ઈન્ડેક્સના 50+ની સતત 14મું રીડિંગ છે. સાદી ભાષામાં સતત 14 મહિનાથી PMI આંક 50+ રહ્યાં છે
દેશમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં તેજી  અર્થતંત્ર માટે સારા સંકેત
ઓગસ્ટ મહિનામાં ભારતની મોન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં સુધારો જોવા મળ્યો છે. જોકે S&P ગ્લોબલનું પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) જુલાઈના 56.4ના 8 મહિનાના હાઈથી સામાન્ય ઘટાડા સાથે 56.2ના સ્તરે રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 50થી ઉપરની PMI રીડિંગ વેપારની ગતિવિધિઓમાં વિકાસના સંકેત છે જ્યારે 50થી નીચેની PMI ઘટાડાના સંકેત છે. આ PMI ઈન્ડેક્સના 50+ની સતત 14મું રીડિંગ છે. સાદી ભાષામાં સતત 14 મહિનાથી PMI આંક 50+ રહ્યાં છે.
S&P ગ્લોબલે પોતાના નિવેદનમાં કહ્યું કે, દેશમાં માંગની સ્થિતિઓમાં સતત આવી રહેલાં સુધારથી ઓગસ્ટ મહિનામાં ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મળી રહેલા નવા ઓર્ડર્સમાં વધારો થયો છે. જેના લીધે આઉટપુટ ગ્રોથ 9 મહિનાની હાઈ પર પહોંચી ગયો છે. આ સમયગાળામાં ઉત્પાદન ગતિવિધિને એક્સપોર્ટમાં આવેલી તેજી અને આગામી વર્ષના સારા આઉટલુકના કારણે પણ સપોર્ટ મળ્યો છે.
S&P ગ્લોબલે પોતાના રિપોર્ટમાં તે પણ કહ્યું કે, સર્વેમાં સામેલ કંપનીઓએ આગળ પોતાની પ્રોડક્ટ્સની કિંમતો અને માર્જીનમાં વધારાની આશા વ્યક્ત કરી છે. સર્વેમાં સામેલ કંપનીઓનું કહેવું છે કે, હાલના દિવસોમાં કોમોડિટીની કિંમતોમાં આવેલા ઘટાડાથી મોંઘવારીનું ભારણ ઘટ્યું છે.
S&P ગ્લોબલના આ સર્વેથી જાણવા મળે છે કે ઓગસ્ટ મહિનામાં ઉત્પાદન ખર્ચમાં આવેલો વધારો પોતાના એક વર્ષના નીચલા સ્તરે આવી ગયો છે. તેમાં એલ્યુમિનિયમ અને સ્ટીલ જેવા કાચા માલની કિંમતોમાં આવેલો ઘટોડાનો તેમાં મોટો ફાળો છે. જોકે કંપનીઓના પ્રોડક્ટ્સની વેચાણ કિંમતમાં સામાન્ય વધારો થયો છે. મોંઘવારીમાં આવેલો ઘટાડો RBI માટે સારા સમાચાર છે. ઉલ્લેખનીય છે કે, વધતી મોંઘવારીના કારણે RBIએ માત્ર 4 મહિનામાં પોતાના રેપો રેટમાં 1.40નો વધારો કરીને તેને 5.4% કરી દીધો છે.
કોવિડ-19 પ્રતિબંધો હટવાથી થયાં લાભ
S&P ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સમાં આર્થિક સંયુક્ત નિર્દેશક પોલિયાના ડી લીમાએ કહ્યું કે, ભારતીય ઉત્પાદકોને કોરોનાના પ્રતિબંધો હટ્યા બાદ લાભ થયો છે. ઉત્પાદન અને નવા ઓર્ડર બન્નેનો વૃદ્ધિ દર ગત નવેમ્બર બાદથી સૌથી મજબૂત છે. નવીનતમ પરિણામોથી આ સંકેત મળે છે કે ફુગાવા સંબંધિત ચિંતાઓ હાલમાં કેટલીક હદ સુધી ઓછી થઈ કારણ કે, વેપારીઓની ધારણાં જે જુનમાં 27 મહિનાના નિચલા સ્તરે હતી તે હવે મજબૂત થઈ છે. જ્યારે સકારાત્મક ધારણા 6 વર્ષમાં પોતાના ઉચ્ચતમ સ્તરે છે.
Advertisement
Tags :
Advertisement

.