Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Market Crash :USના કારણે ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટયો

Market Crash : ભારતીય શેરબજારમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ચોથા ક્વાર્ટરના પરિણામો પણ આવવા લાગ્યા છે. દેશની સૌથી મોટી IT કંપની TCSનું આજે પરિણામ આવવાનું છે. જો કે ઈદના કારણે ગુરુવારે શેરબજાર બંધ હતું, પરંતુ શુક્રવારે...
03:37 PM Apr 12, 2024 IST | Hiren Dave
Market Crash

Market Crash : ભારતીય શેરબજારમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ચોથા ક્વાર્ટરના પરિણામો પણ આવવા લાગ્યા છે. દેશની સૌથી મોટી IT કંપની TCSનું આજે પરિણામ આવવાનું છે. જો કે ઈદના કારણે ગુરુવારે શેરબજાર બંધ હતું, પરંતુ શુક્રવારે બજાર ઘટાડા સાથે ખુલ્યું અને પછી આખો દિવસ માર્કેટ રેડ ઝોનમાં જ રહ્યું હતું

 

શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 200 થી વધુ પોઈન્ટ ઘટ્યો

વાસ્તવમાં નબળા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય બજાર પણ દબાણમાં છે, શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટ્યો હતો, બપોરે 2.20 વાગ્યે નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને 22553 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ ટ્રેડિંગ દરમિયાન 700 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વધુ લપસી ગયો. જો કે આ ઘટાડા વચ્ચે પણ મિડકેપ અને સ્મોલ કેપ લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે.

 

 

અમેરિકન બજારના કારણે માર્કેટમાં આવ્યો ઘટાડો

ભારતીય બજારમાં આજે તીવ્ર ઘટાડાનું સૌથી મોટું કારણ અમેરિકન શેરબજાર છે. જ્યાં છેલ્લા ચાર દિવસથી ઘટાડાનો સિલસિલો જારી રહ્યો છે. અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતા વધુ રહ્યા છે. જે બાદ અમેરિકન માર્કેટમાં ઘટાડો તીવ્ર બન્યો છે. અમેરિકામાં ફુગાવાના આંકડા ચિંતામાં વધારો કરી રહયા છે. 10 એપ્રિલના રોજ જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે માર્ચમાં યુએસ હેડલાઇન ફુગાવો અગાઉના મહિનાના 3.2 ટકાની સરખામણીએ વાર્ષિક ધોરણે 3.5 ટકા વધી ગયો હતો. આ ઉછાળાએ નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં કાપની શક્યતાને નકારી કાઢી હતી. આ ઉપરાંત આ વર્ષે રેટ ઘટશે કે કેમ તે અંગે શંકા છે. અમેરિકામાં ફુગાવાના આ આંકડા જાહેર થયા પછી, અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં વધારો થયો, જ્યારે શેરબજારમાં ઘટાડો થયો. જ્યારે જાન્યુઆરીમાં મોંઘવારી દર 3.1 ટકા અને ફેબ્રુઆરીમાં 3.2 ટકા હતો. આવી સ્થિતિમાં, ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં ઘટાડો થવાની ઘણી ઓછી આશા છે. જેના કારણે બજારમાં વેચવાલીનું વાતાવરણ છે અને તેની અસર વૈશ્વિક બજારો પર પડી રહી છે.

 

આ શેરમાં જોવા મળી વધ ઘટની સ્થિતિ

ઘટાડા વિશે વાત કરીએ તો, સન ફાર્મા, મારુતિ, ટાઇટન, ઇન્ફોસિસ, પાવર ગ્રીડ અને રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ટાટા મોટર્સ, રેમકો સિસ્ટમ, IRCTC અને પોલિકેબના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.

 

છેલ્લા કલાકમાં BSEના 25 શેર રેડ ઝોનમાં

શેરબજારમાં ઘટાડા વચ્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30માંથી 25 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બજાર બંધ થવાના છેલ્લા કલાકમાં એટલે કે બપોરે 3.00 વાગ્યે સન ફાર્માના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સન ફાર્માનો શેર 4.24 ટકા ઘટીને રૂ. 1535 થયો હતો. આ સિવાય અન્ય શેર્સની વાત કરીએ તો મારુતિ શેર 2.74%, ટાઇટન 2.40%, પાવરગ્રીડ 2.25%, JSW સ્ટીલ શેર 1.82%, ટેક મહિન્દ્રા 1.82%, ITC 1.75% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે જ માર્કેટ ક્રેશ હોવા છતાં, જે પાંચ શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે તેમાં ટાટા મોટર્સ, નેસ્લે ઇન્ડિયા, TCS, બજાજ ફાઇનાન્સ અને ઇન્ડસઇન્ડ બેન્કનો સમાવેશ થાય છે.

 

આ  પણ  વાંચો - Elon Musk in India : PM મોદીને મળવા એલન મસ્ક આતુર! પોસ્ટ કરીને મસ્કે કહી આ વાત

આ  પણ  વાંચો - Reliance : ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી

આ  પણ  વાંચો - AIS for Taxpayer: આવકવેરા રિટર્ન ફાઈલ દરમિયાન આ એપ તમને અત્યંત ફાયદાકારક રહેશે

 

Tags :
Bank NiftyBusinessindian-stock-marketITMarket Crashmaruti sharerate hikeSensexTCStitanus cpi inflationUS Marketutility
Next Article