Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Vishwakarma Yojana : વેપાર શરૂ કરવા તમને સરકાર કરશે મદદ, ગેરંટી વગર આપશે આટલા લાખ રૂપિયા!

PM Vishwakarma Yojana : ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આર્થિક મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોન આપવામાં આવતી હોય છે. તો શું તમે જાણો છો કે ભારત સરકાર તરફથી ભારતીય...
pm vishwakarma yojana   વેપાર શરૂ કરવા તમને સરકાર કરશે મદદ  ગેરંટી વગર આપશે આટલા લાખ રૂપિયા

PM Vishwakarma Yojana : ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આર્થિક મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોન આપવામાં આવતી હોય છે. તો શું તમે જાણો છો કે ભારત સરકાર તરફથી ભારતીય નાગરિકોને રૂ. 3 લાખ સુધીની લોન વિના કોઈ પણ ગારંટીએ આપવામાં આવે છે.

Advertisement

ખરેખર, દેશના નાગરિકોને તેમના વેપાર અને કામમાં આર્થિક મદદ કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પીએમ વિશ્વકર્મા યોજના (PM Vishwakarma Yojna) શરૂ કરી છે. સરકારે ગત વર્ષે વિશ્વકર્મા જયંતી નિમિત્તે આ યોજનાનું લોન્ચિંગ કર્યું હતું. આ યોજના હેઠળ આર્થિક મદદ કરવાના હેતુથી લોનની સુવિધા સાથે-સાથે સ્કિલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

કોણ લઈ શકે છે લોન?

જો તમે તમારી જાતે વ્યવસાય શરૂ કરવા માગો છો, તો યોજના માટે અરજી કરી શકો છો. આ યોજનામાં (PM Vishwakarma Yojana) પ્રથમ તબક્કામાં 1 લાખ અને બીજા તબક્કામાં બિઝનેસ વધારવા માટે 2 લાખ રૂપિયા મળે છે.

Advertisement

યોજનાની જરૂરી બાબતો

> યોજનાનો લાભ ભારતીય નાગરિકો માટે જ.
> યોજનાનો લાભ વિશ્વકર્મા સ્થાપિત કર્યા 18 કામોમાંથી કોઈ એક પર પણ ચાલુ.
> યોજના માટે આવેદકની ઉંમર 18 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ.
> માન્યતા પ્રાપ્ત સંસ્થા તરફથી સંબંધિત ટ્રેડમાં પ્રમાણ પત્ર આવશ્યક છે.
> અરજદાર યોજનામાં સમાવિષ્ટ 140 જાતિઓમાંથી કોઈપણ એકનો હોવો જોઈએ.

Advertisement

આ પણ વાંચો - Citigroup : બેંક સિટીગ્રુપ કરશે કર્મચારીઓ છટણી,20 હજાર લોકો થશે બેકાર

Tags :
Advertisement

.