Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LPG Aadhaar Linking : LPG ગ્રાહકોને મોટી રાહત, આધાર ઓથેન્ટિકેશન કરાવવાની કોઈ સમયમર્યાદા નથી

LPG Aadhaar Linking: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) માટે નવા ગેસ કનેક્શન લેવા માટે આધાર કાર્ડ સાથે જોડાયેલ બાયોમેટ્રિક ઓળખ જરૂરી છે. આ સાથે હવે LPG સબસિડી મેળવવા માટે LPG કનેક્શનને આધાર કાર્ડ (LPG-Aadhaar linking) સાથે લિંક કરવું...
08:29 AM Jul 11, 2024 IST | Hiren Dave

LPG Aadhaar Linking: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) માટે નવા ગેસ કનેક્શન લેવા માટે આધાર કાર્ડ સાથે જોડાયેલ બાયોમેટ્રિક ઓળખ જરૂરી છે. આ સાથે હવે LPG સબસિડી મેળવવા માટે LPG કનેક્શનને આધાર કાર્ડ (LPG-Aadhaar linking) સાથે લિંક કરવું ફરજિયાત છે. પરંતુ LPG ગ્રાહકો માટે આધાર ઓથેન્ટિકેશન (e-KYC) કરાવવાની કોઈ સમયમર્યાદા નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ માહિતી આપી હતી.

વાસ્તવમાં કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીશને એક પત્ર લખીને ફરિયાદ કરી હતી કે આ પ્રક્રિયાથી મહિલાઓ અને વૃદ્ધોને તકલીફ થઈ રહી છે જેના જવાબમાં હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ઈ-કેવાયસી શા માટે જરૂરી છે અને તેની રીત કેટલી છે

નકલી ગ્રાહકોને પકડવા માટે LPG- આધાર ઓથેન્ટિકેશન કરવામાં આવી રહ્યું છે

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એલપીજી સબસિડી લેનારા ગ્રાહકો માટે મહત્વની માહિતી આપી છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે એલપીજી આધાર ઓથેન્ટિકેશન વાસ્તવમાં નકલી ગ્રાહકોને પકડવા માટે કરવામાં આવે છે.

તમે તમારું LPG e-KYC ત્રણ રીતે કરાવી શકો છો

અત્યાર સુધીમાં 55 ટકાથી વધુ PMUY લાભાર્થીઓનું આધાર ઓથેન્ટિકેશન

તાજેતરમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા શિબિરોમાં 35 લાખથી વધુ PMUY લાભાર્થીઓનું આધાર વેરિફિકેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 55 ટકાથી વધુ PMUY લાભાર્થીઓનું આધાર ઓથેન્ટિકેશન કરવામાં આવ્યું છે. જો કે, જેમનું આધાર ઓથેન્ટિકેશન થયું નથી તેમની સબસિડી બંધ કરવામાં આવી નથી.

આ પણ  વાંચો  - ભારતીય શેરબજારનો સૌથી નુકસાનકારક દિવસ, રોકાણકારોના 1.18 લાખ કરોડ સ્વાહા!

આ પણ  વાંચો  - ​​Adani Ports : મુંન્દ્રા જમીન મામલામાં ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે

આ પણ  વાંચો  - Emcure Pharma: રૂ. 3.44નો શેર રૂ.1300 ને પાર, નમિતા થાપરે કરી આટલી કમાણી

Tags :
AadhaardeadlinelinkingLPGLPG Aadhaar LinkingPetroleum Minister
Next Article